'મોહે ભુલ ગયે સાવરીયા' : લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા નૃત્ય નાટીકાના માધ્યમથી શ્રેષ્ઠ નારીપાત્રો ઉજાગર : વ્યાપક પ્રતિસાદ-courtesy...AKILA News.....inf. by Ashok Hindocha M-94262 54999
www.akilanews.com

રાજકોટ
: લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી, શહેર પોલીસ અને
લોહાણા મૈત્રી મહિલા મંડળના સહયોગથી તાજેતરમાં વીરબાઇમાં મહિલા કોલેજ
ઓડીટોરીયમમાં ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠ નારી રત્નોના જીવન કવન પર પ્રકાશ
પાડતી નૃત્ય નાટીકા 'મોહે ભુલ ગયે સાવરીયા' નો કાર્યક્રમ યોજવામાં આવ્યો
હતો. જેનું લેખન દિગ્દર્શન સંસ્થાના પ્રમુખ ઇન્દીરાબેન શીંગાળાએ કર્યુ હતુ. કલાકારો તરીકે સંસ્થાના જ સભ્યોએ ભાગ લઇ
નૃત્ય નાટીકાને જીવંત બનાવી હતી. આ પ્રયોગને ધીંગી સફળતા મળી હોય તેમ
પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ. ઉલ્લેખનીય છે કે આ પુર્વે ેધૈયની
પરાકાષ્ઠારૂપ 'શબરીની નવધા ભકિત' તેમજ 'એક રાધા એક મીરા'ની પ્રસ્તુતી થયેલ
તેને પણ એટલો જ પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે વધુ એક પ્રયોગના ભાગરૂપે
શ્રેષ્ઠ નારી રત્નોને ઉજાગર કરતા 'મોહે ભુલ ગયે સાવરીયા' નાટીકા રજુ થતા
પ્રેક્ષકોએ વધાવી લીધેલ. કાર્યક્રમની શરૂઆતમાં દિપપ્રાગટય પૂર્વ પોલીસ
કમિશ્નર અને હાલ ગાંધીનગર શ્રી મોહન ઝા તેમજ વર્તમાન પોલીસ કમિશ્નર શ્રી
અનુપમસિંહ ગેહલોત, લોહાણા મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી,
ઉપપ્રમુખ વીણાબેન પાંધી, ચંદ્રકાંતભાઇ તન્ના, જગદીશભાઇ ગણાત્રાના હસતે
કરવામાં આવેલ. આ પ્રસંગે મહાનુભાવો સર્વશ્રી જનકભાઇ કોટક, ડો. વી. એસ.
ચંદારાણા, અશોકભાઇ કુંડલીયા, શૈલેષભાઇ ગણાત્રા, રીટાબેન કોટક, સંજયભાઇ
કકકડ, છબીલભાઇ નથવાણી, મિતલભાઇ ખેતાણી, યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હિન્ડોચા,
ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી, અતુલભાઇ રાજાણી, જયેશભાઇ ઉપાધ્યાય,
કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, શ્રી રાચ્છ, મહેન્દ્રભાઇ નથવાણી, રંજનબેન પોપટ,
મીતાબેન જસાણી, રમણભાઇ કોટક, જશુબેન વસાણી, દમયંતિબેન તન્ના, કુંદનબેન
રાણાણી, ડો. હર્ષિલ કોટેચા, રવિ કોટેચા, માધવભાઇ જશાપરા તેમજ રઘુવંશી
સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વામિત્ર તથા અપ્સરા મેનકાની
પુત્રી શકુંતલાના જન્મ, દુષ્યંતરાજા સાથેના ગાંધર્વલગ્ન, દુર્વાસામુનીના
શ્રાપ, દુષ્યંત દ્વારા શકુંતલાનો ત્યાગ અને મનોવ્યથાની પ્રસ્તુતી આ નૃત્ય
નાટીકાના માધ્યમથી આબેહુબ થઇ હતી. કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના પ્રમુખ
ઇન્દીરાબેન શીંગાળાના માર્ગદર્શન હેઠળ અંજનાબેન હિન્ડોચા, ભાવનાબેન
શીંગાળા, નયનાબેન ગાંધી, સ્મિતાબેન, દીપ્તીબેન કકકડ, કમલાબેન ભાગ્યોદય,
શિલ્પબેન પુજાા, હેતલબેન કારીયા, જાગૃતિબેન, નેહાબેન હિન્ડોચા, પુર્વીબેન
ભાગયોદય, પલ્વીબેન વ્યાસ, પુજાબેન, પ્રિયાબેન, કિરણબેન, ભાવનાબેન, શીતલબેન
વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સંચાલન ભાવનાબેન શીંગાળા, અંજનાબેન
હિન્ડોચાએ અને અંતમાં આભારવિધિ નયનાબેન પાંધીએ કરી હતી. અંતમાં રાષ્ટ્રગીત
સાથે કાર્યક્રમનું સમાપન કરાયુ હતુ.
(04:20 pm IST)
www.akilanews.com

Share This News
No comments:
Post a Comment