Sunday, July 14, 2013

INVITATION for 47 th Pratibha Sanman Samaroh on 28 th July-2013 at Rajkot-inf. by Ashok Hindocha M-94262 54999

રઘુવંશી તેજસ્‍વીતાને ફુલડે વધાવાશે બે આઇએએસ છાત્રાઓ સહીત ૨૫૦ વિદ્યાર્થીઓના શાનદાર સન્‍માન થશે *૪ ગોલ્‍ડ મેડલ, ૪ સિલ્‍વર ઉપરાંત ઢગલાબંધ પારીતોષીક એનાયત થશે * આઇએએસ ચાર્મી પારેખ અને કોમલ ગણાત્રાના વિશેષ સન્‍માન * સમાજની હસ્‍તીઓની ઉપસ્‍થિતીમાં સમારોહ ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અગ્રણીઓ યોગેશભાઇ જસાણી, ડો. નીતીન રાડીયા, અશોકભાઇ હિન્‍ડોચા, પ્રકાશભાઇ ઠક્કર, હિતેશભાઇ પોપટ, અજયભાઇ ઠકરાર, જગદીશભાઇ ગણાત્રા વગેરે નજરે પડે છે. (ત.સં.બ.) રાજકોટ,તા.૧૧: લોહાણા યુવક પ્રગતિમંડળ- રાજકોટ દ્વારા તા.૨૮/૭ રવિવારે ‘૪૭મા પ્રતિભા સન્‍માન સમારોહ'નું વિશાળ આયોજન ધો.૧૦ તથા ધો.૧૨માં ‘જ્ઞાતિ પ્રથમ' ભાઇઓ બહેનોને ‘ગોલ્‍ડ મેડલ' ‘સિલ્‍વર મેડલ'થી સન્‍માનીત કરાશે. રાજકોટ લોહાણા મહાજન ‘પ્રમુખ' ભગવાનજીભાઇ નથવાણીના ‘અધ્‍યક્ષ સ્‍થાને' સમારોહ યોજાશે. જ્ઞાતિના ઉચ્‍ચ અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષણ જગતના તજજ્ઞો દાતા પરીવારજનો શુભેચ્‍છકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહીત કરશે આ વર્ષે આઇએએસ પરીક્ષામાં જળહળતી સિધ્‍ધી પ્રાપ્ત કરનાર બે પ્રતિભાઓનું વિશેષ બહુમાન કરવામાં આવશે. રઘુવંશીસમાજના ૬૫ટકાથી વધુ ગુણાંક પ્રાપ્ત કરનાર તમામ તેજસ્‍વી તાલાઓનું બહુમાન- શિલ્‍ડ- સર્ટીફીકેટસ તથા સ્‍પે. પારીતોષિક દ્વારા સન્‍માન કરાશે. તા. ૧૫મી સુધીમાં સંસ્‍થાના કાર્યાલયેથી ફોર્મ મેળવી સંસ્‍થાએ મોકલી આપવા વિનંતી. ‘સતાવનવર્ષ' તથા સતત કાર્યરત સંસ્‍થા શ્રી લોહાણા યુવક પ્રગીતમંડળ- રાજકોટ દ્વારા- દરવર્ષની જેમ આ વર્ષે પણ ૪૭માં પ્રતિભા સન્‍માન સમારોહનું તા. ૨૮/૭ રવિવારે સવારે ૯:૩૦ કલાકે રાજકોટના અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રી ભગવાનજીભાઇ નથવાણીના અધ્‍યક્ષ સ્‍થાને- વિશાળ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ધો. ૧૦ તથા ધો.૧૨માં ૬૫ટકાથી વધુ ગુણાંક પ્રાપ્ત કરનાર તમામ રઘુવંશી વિદ્યાર્થી ભાઇઓ બહેનોનું- શિલ્‍ડ- સર્ટીફીકેટસ તથા વિશેષ પારીતોષીક દ્વારા સન્‍માનીત કરવામાં આવશે. ધો.૧૦માં ગુજરાત સેકેન્‍ડરી બોર્ડમાં જ્ઞાતિ પ્રથમ ભાઇને ગોલ્‍ડ મેડલ આપવામાં આવશે. ઉપરાંત ધો.૧૨ સાયન્‍સમાં પણ જ્ઞાતિ પ્રથમ ભાઇને ગોલ્‍ડ મેડલથી નવાજવામાં આવશે. ઉપરાંત ધો૧૨ સાયન્‍સ ગુજરાત સેકેન્‍ડરી એજ્‍યુ. બોર્ડમાં જ્ઞાતિ પ્રથમ બહેનને પણ ‘ગોલ્‍ડ મેડલ'થી સન્‍માનીત કરાશે ઉપરાંત ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહ, તથા સામાન્‍ય પ્રવાહમાં સેકેન્‍ડ હાઇએસ્‍ટ રેન્‍ક મેળવવા ભાઇ તથા બહેનને પણ સિલ્‍વર મેડલથી સન્‍માનીત કરાશે. ઉપરોક્‍ત તમામ મેડલ્‍સ માટે શ્રી ત્રિકમભાઇ એ. મતવાણીએ ટ્રસ્‍ટ મુંબઇ, જીહોયકુમાર જયંતિલાલ મહેતા (ગુજરાત ફર્નીચર) સ્‍વ. ચંદ્રકાંતભાઇ ન્‍યાલચંદભાઇ જસાણી (નાયરોબી) રેખાબેન વિનોદરાય ચગ તથા ઓસ્‍ટ્રેલીયાના લીલાબેન એન. ચોટાઇ, નો સહયોગ પ્રાપ્ત થયેલ છે. સિલ્‍વર મેડલ શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ શ્રી સદગુરુ પરીવાર ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા પ્રાપ્ત થયેલ છે. ઉપરાંત સંસ્‍થાના ૧૩૫- દાતાપરીવારના જનો પાસેથી પણ વિવિધ પારીતોષીકો પ્રાપ્ત થયેલા છે વિવિધ ફેકલ્‍ટીમાં પ્રથમ ક્રમાંક મેળવનારને દાતાપરીવારનું પારીતોષીક આપવામાં આવશે આવર્ષે આઇ.એ.એસ. ‘આઇ.એ.એસ.' પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર રઘુવંશી રત્‍નો- જામનગરના ચાર્મી કમલેશભાઇ પારેખ તથા જેસર મહુવાના કોમલ પ્રવિણભાઇ ગણાત્રાનું વિશેષ બહુમાન કરવામાં આવશે. ૪૭મા પ્રતિભા સન્‍માન સમારોહમાં ભગવાનજીભાઇ નથવાણી ‘પ્રમુખ' રાજકોટ લોહાણા મહાજન, ડો. હર્ષદભાઇ ખાખર (કારોબારી પ્રમુખ) વીણાબેન પાંધી (ઉપપ્રમુખ તથા આઇ.એ.એસ. અધિકારી, એમ.એમ. કોટવાલ સાહેબ, આઇ.એ.એસ.) (ડે. કમીશ્નર રાજકોટ મ્‍યુ કોર્પોરેશન) કેતનભાઇ ઠક્કર (ડેપ્‍યુટી ઇલેકશન ઓફીસર કલેકટર ઓફીસ રાજકોટ) પી.જે. ભાગદેવ (સુપ્રી. એન્‍જીનીયર આર. એન્‍ડ બી. સર્કલ રાજકોટ) નીતાબેન એલ. તન્ના (૯૦ નેશનલ ચાઇલ્‍ડ ડેવલોપમેન્‍ટ સેન્‍ટર) પ્રો. ભાવેશભાઇ કાનાબાર (મારવાડી કોલેજ રાજકોટ) કલ્‍પેશભાઇ રાચ્‍છ (કંપની સેક્રેટરી) ડો. સમીરભાઇ ઠકરાર (બાળરોગ નિષ્‍ણાંત) શ્રી દિલીપભાઇ હિન્‍ડોચા (એકઝીક્‍યુટીવ એન્‍જીનીયર પી.જી.વી.સી.એસ.) ઉપરાંત કાશ્‍મીરાબેન નથવાણી, ચંદ્રકાંતભાઇ તન્ના, રીટાબેન જોબનપુત્રા, અશોકભાઇ ભુપેન્‍દ્રભાઇ શ્રી ધીરેનભાઇ ઠક્કર (દાતાપરીવાર)- રાજકોટની રઘુવંશી સંસ્‍થાના હોદેદારો- દાતાપરીવારજનો શુભેચ્‍છકો સહીત બહોળી સંખ્‍યામાં અગ્રણીઓ ઉપસ્‍થિત રહી રઘુવંશીરત્‍નોનું શિલ્‍ડ સર્ટફીકેટ તથા વિશેષ પારીતોષીક દ્વારા સન્‍માન કરાશે. રઘુવંશી સમાજના તમામ વિદ્યાર્થીઓએ કે જેઓએ ૬૫ ટકાથી વધુ માર્કસ મેળવેલ હોય તે તમામે સંસ્‍થાના કાર્યાલય શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ સાંગણવા ચોક રાજકોટ ફોન નં. ૨૨૩૪૭૧૪ સાંજે ૭વાગ્‍યાથી ૯ દરમ્‍યાન ફોર્મ મેળવી તા. ૧૫/૭ સુધીમાં માર્કશીટની ખરી નકલ સાથે જમા કરાવી આપવા સંસ્‍થાના સર્વે હોદેદારો યોગેશ જસાણી (પ્રમુખ) ડો. નીતીન રાડીયા (ઉપપ્રમુખ) અશોકભાઇ હિન્‍ડોચા ભુપેન્‍દર કોટક (માનદમંત્રીઓ) અજયભાઇ ઠકરાર રાજેશભાઇ અઢીયા (કન્‍વીનરો પ્રતિભા સન્‍માન સમારોહ) સંજયભાઇ કક્કડ (ખજાનચી) પ્રકાશભાઇ સુચક (સહમંત્રી) મનસુખભાઇ કોટેચા (ઇ. ઓડીટર) પ્રકાશભાઇ ઠક્કર (સાહીત્‍યકાર) તથા સર્વે કારોબારી સભ્‍યો દ્વારા જણાવાયું છે. ગ્રેજ્‍યુએટ પોસ્‍ટ ગ્રેજ્‍યુએટનો પ્રતિભા સન્‍માન સમારોહ સપ્‍ટેમ્‍બર માસમાં યોજાશે જેના ફોર્મ કાર્યાલયેથી મળી શકશે. રઘુવંશી હીર શોધ સ્‍પર્ધા ૧૫ મી ઓગસ્‍ટે આવી જજો મેદાનમાં રાજકોટ તા.૧૧: શ્રી લોહાણા મહાપરિષદ પ્રોફેશનલ કમીટી દ્વારા રાષ્ટ્રના મહાપર્વ સ્‍વાંતંય દિવસ ૧૫ મી ઓગસ્‍ટના રોજ રાષ્ટ્રીય રઘુવંશી હીર શોધ પ્રતિયોગીતા નુ વિશાળ આયોજન ભારત ભરના શહેરમાં ત્રણ કેટેગરીમાં સ્‍પર્ધા યોજાશે. પ્રથમ ત્રણ વિજેતાઓને ટ્રોફી તથા બ્રાન્‍ડેડ કંપનીનું ટેબલેટ કિંમત (રૂા.૧૦,૦૦૦) ઇનામ તરીકે અપાશે. ૧૫ વર્ષની ઉપરના કોઇપણ રઘુવંશી વિના મુલ્‍યે પરીક્ષા આપી શકશે. પ્રશ્નપત્ર બેંક પરીક્ષા જેવુ ઓબ્‍ઝેકટીવ ટાઇપ રહેશે. મેરીટમાં નંબર મેળવનારને સન્‍માનીત કરાશે. ૬ ધાર્મીક પુસ્‍તકોમાંથી પેપર સેટ કરવામાં આવશે. રાજકોટમાં પણ મહાજન યુવક મંડળ,પ્રોફેશનલ કમીટી તથા વિવિધ સંસ્‍થાઓના સંયુકત ઉપક્રમે ૧૫ મી ઓગષ્ટના રોજ બપોરે ૨ થી ૪ દરમ્‍યાન હેતુ લક્ષી પરીક્ષા યોજાશે. ફોર્મ વિતરણ માટે યુવક મંડળ તથા વિવિધ કમીટી મેમ્‍બરો પાસેથી વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. વેબસાઇટ પરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે WWW. LOHANAMAHAPARISAD. ORG. રધુવંશી હીર શોધ સ્‍પર્ધા પ્રતિયોગીતા ૩ કેટેગરીમાં યોજાશે જેમાં ૧૮ વર્ષ સુધીના,૧૯ થી ૪૦ વર્ષ તથા ૪૦ વર્ષથી ઉમરના કોઇપણ રધુવંશી વિના મુલ્‍યે ભાગ લઇ શકશે. જેમાં મહિલા વિભાગ તથા પુરૂષ વિભાગ અલગ અલગ રહેશે દરેક કેટેગરીમાં ત્રણ ઇનામો લેખે કુલ ૧૮ ઇનામો એનાયત કરવામાં આવશે. તથા તમામ ઉમેદવારોને શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પ્રમાણપત્ર તથા દરેકની ઉંમરની કેટેગરીમાં પ્રથમ ત્રણ તેજસ્‍વી તારલાઓને ટ્રોફી તથા અંદાજીત રૂા.૧૦,૦૦૦ ની કીંમતનું બ્રાન્‍ડેડ કંપનીનુ ટેબલેટ પણ આપવામાં આવશે. પરીક્ષા નિઃશુલ્‍ક છે. પરીક્ષા સમગ્ર દેશમાં નિર્ધારીત સ્‍થળોએ એકજ દિવસે એકજ સમયે જ્ઞાતી અગ્રણીઓ લોહાણા મહાપરિષદના પ્રતિનીધીઓની દેખરેખ નીચે આયોજન કરવામાં આવ્‍યું છે. વિદ્યાર્થીઓને ઉતરવાહી MCQ હેતુલક્ષી Response Sheet શ્રી લોહાણા મહાપરીષદના મધ્‍યસ્‍થ કાર્યાલય અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવશે. જેનું મુલ્‍યાંકન બેંક પરીક્ષા પધ્‍ધતીથી કરી મેરીટલીસ્‍ટ તૈયાર કરવામાં આવશે. દરેક પ્રશ્નોના ચાર વિકલ્‍પો આપવામાં આવશે. યોગ્‍ય વિકાસ પસંદગીકરી જવાબ આપવાનો રહેશે. પરીક્ષા લોહાણા મહાપરીષદ વૈશ્વીક રધુવંશી મહાપરીષદ,ધ્‍યાન સ્‍મરણીકા ગ્રંથ ના ૬ પુસ્‍તકો પ્રકાશીત થયા છે. તેમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે જે તમામ પુસ્‍તકો સંસ્‍થાની વેબ સાઇટ WWW. LOHANAMAHAPARISAD. ORG પર મળી શકશે પરીક્ષાનું ફોર્મ સાહીત્‍ય તથા તમામ માર્ગદર્શન વેબસાઇટ પર રાખવામાં આવેલ છે. રાજકોટના તમામ રધુવંશીઓ ૧૫ વર્ષથી ઉપરના આ પરીક્ષામાં ભાગ લઇ શકશે ફેમીલી મેમ્‍બરોઆ પરીક્ષા આપી શકશે ફોર્મ મેળવવા માટે શ્રી રાજકોટ લોહાણા મહાજન સાંગણવાચોક રાજકોટ, શ્રી લોહાણા યુવક પ્રગતી મંડળ ઓફીસ સાંગણવા ચોક રાજકોટ સાંજે ૭ થી ૯ તથા પ્રોફેશનલ કમીટી લોહાણા મહાપરીષદના શ્રી ભરતભાઇ ગણાત્રા(ચાર્ટ એકાઉન્‍ટ),ભરત કુંજ જનતા સોસાયટી,મહીલા કોલેજ અન્‍ડરબ્રીજ પાસે રાજકોટ,(ફોન ૯૪૨૭૨ ૨૦૦૮૫), અશોકભાઇ હીંડોચા મો. ૯૪૨૬૨ 0૧૯૯૯, ભુપેન્‍દ્રભાઇ કોટક, યોગેશ જસાણી, ડો.નીતીન રાડીયા, પ્રકાશભાઇ ઠક્કર, ગીરીશભાઇ ભોજાણી, તથા શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી, રીટાબેન જોબનપુત્રા, રંજનબેન પોપટ, રધુવંશીની વિવિધ સંસ્‍થાઓ તથા અમદાવાદની પ્રોફેશ્‍નલ કમીટી ચેરમેન હીંમાશુભાઇ ઠક્કર મો. ૯૮૭૯૩ ૦૧૦૦૪,હેલ્‍પ લાઇન ૦૮૪૦૧૭૩૫૮૯૯ નો સંપર્ક કરવા જણાવાયું છે,શ્રી ભગવાનજીભાઇ નથવાણી, ડો.હર્ષદભાઇ ઠક્કર,વીણાબેન પાંધી, ચંદ્રકાંતભાઇ તથા અશોકભાઇ સર્વે મહાનુભાવો સ્‍પર્ધકને પ્રોત્‍સાહીત કરશે

Thursday, July 11, 2013

UPSC EXAM- Raghuvanshi Gaurav- Komal Ganatra- Congratulations.....

www.ashokhindocha.blogspot.com M-94262-54999 Congratulations to Komal Ganatra- Raghuvanshi Gaurav- From Loahan Yuavak Pragati mandal rajkot