લોહાણા
યુવક પ્રગતિ મંડળ દ્વારા આવતીકાલે યોજાયેલ પ્રતિભા સન્માન સમારોહની વિગતો
'અકિલા' ખાતે વર્ણવતા સર્વશ્રી પ્રમુખ યોગેશભાઇ જસાણી, મંત્રી અશોકભાઇ
હિન્ડોચા, મંત્રી ભુપેન્દ્રભાઇ કોટક, હિતેષભાઇ પોપટ, પી. એન. સુચક,
મનસુખભાઇ કોટેચા, પ્રકાશભાઇ ઠકકર, પરેશભાઇ તન્ના, અજયભાઇ ઠકરાર, જગદીશભાઇ
ગણાત્રા નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૭)
રાજકોટ
તા. ૨૩ : લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા રઘુવંશી સમાજના ધો. ૧૦ અને ૧૨
માં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવનાર વિશેષ વિદ્યાર્થી પ્રતિભાઓને બિરદાવવા કાલે
તા. ૨૪ ના રવિવારે સન્માન સમારોહ યોજવામાં આવેલ છે.
આ
અંગેની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા મંડળના આગેવાનોએ જણાવેલ કે અરવિંદભાઇ
મણીયાર હોલ ખાતે કાલે રવિવારે સવારે ૯.૩૦ થી કાર્યક્રમનો પ્રારંભ કરાશે.
ધો.૧૦, ૧૨ ગુજરાત બોર્ડ તથા અન્ય બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તથા
જ્ઞાતિક્ષેત્રે પ્રથમ, દ્વીતીય સ્થાન મેળવનાર વિશિષ્ટ રઘુવંશી રત્નોનું પ
ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ અને રૂ.૧૧૦૦૦ નું કેશ એવોર્ડ આપી બહુમાન કરાશે.
૧૪ વિશેષ મળી ૩૦૦ થી વધુ પ્રતિભાઓને સન્માનીત કરાશે. લોહાણા મહાજનના પ્રમુખ
શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સમારોહના અતિથિ
વિશેષ તરીકે ડે. મ્યુ. કમિશ્નર ચેતનભાઇ નંદાણી, પોરબંદરના ઇન્ચાજ એડીશ્નલ
કલેકટર ચેતનભાઇ ગણાત્રા, ગાંધીનગર ડી.વાય.એસ.પી. ગૌરવભાઇ જસાણી, લોહાણા
સેવા મંડળ ટ્રસ્ટના ચેરમેન નટુભાઇ કોટક, તનિષ્ક જવેલર્સવાળા મનુભાઇ મહેતા
ઉપસ્થિત રહેશે.
આ
પ્રસંગે ગોલ્ડ મેડલના દાતા તથા કેશ એવોર્ડસના દાતા જયંતિભાઇ મહેતા (ગુજરાત
ફર્નીચર), ડો. મિલાપભાઇ ઠકરાર (એમ.ડી. સદભાવના હોસ્પિટલ), શ્રીમતી
કાશ્મીરાબેન નીતીનભાઇ રાડીયા (રાડીયા હોસ્પિટલ), કુમુદભાઇ મીરાણી
(સુરેશચંદ્ર જમનાદાસ રાજાણી), પ્રિતેશભાઇ કોટેચા (પોર્ટુગલ દાતા પરિવાર),
ભરતભાઇ દ્રોણ (સ્વ. હરીશ ટી.આર. ઠકરાર પબ્લીક ચેરી. ટ્રસ્ટ), લોહાણા
મહાજનના હોદેદારો વીણાબેન પાંધી, જનકભાઇ કોટક, ચંદ્રકાંતભાઇ તન્ના, રીટાબેન
કોટક, શૈલેષભાઇ ગણાત્રા, અશોકભાઇ કુંડલીયા, ડો. વી.એલ. ચંદારાણા, સંજયભાઇ
કકકડ, છબીલભાઇ નથવાણી, યોગેશભાઇ જસાણી, અશોક હિન્ડોચા, ભુપેન્દ્રભાઇ કોટક,
સુરેશભાઇ કાથરાણી તેમજ વિવિધ સંસ્થાના અગ્રણીઓ જગદીશભાઇ ગણાત્રા, દાતા
પરિવારજનો કે. ડી. કારીયા, ઇશ્વરભાઇ
ખખ્ખર પરિવાર, પ્રવિણચંદ્ર સંઘાણી પરિવાર, મિતલભાઇ ખેતાણી પરિવાર, ઉપેનભાઇ
માનસાતા પરિવાર, રંજનબેન પોપટ, રમણભાઇ કોટક, ઇન્દીરાબેન શીંગાળા, મીનાબેન
જસાણી, કુંદનબેન રાજાણી, વિજયભાઇ કારીયા, હસુભાઇ ભગદેવ, યોગેશભાઇ પુજારા,
જી. આર. રાચ્છ, મહેન્દ્રભાઇ નથવાણી, લોહાણા મહાપરિષદના હોદેદારો અને
રઘુવંશી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહી રઘુવંશી રત્નોને પ્રોત્સાહીત કરશે.
લોહાણા
યુવક પ્રગતિ મંડળના પ્રમુખ યોગેશભાઇ જસાણી (મો.૯૪૨૬૨ ૧૬૭૯૪), ઉપપ્રમુખ ડો.
નીતીનભાઇ રાડીયા, માનદમંત્રીઓ અશોકભાઇ હિન્ડોચા (મો.૯૪૨૬૨ ૦૧૯૯૯),
ભુપેન્દ્રભાઇ કોટક (મો.૯૮૨૪૮ ૪૫૨૦૭), કન્વીનરો અજયભાઇ ઠકરાર (મો.૯૮૨૪૨
૫૮૨૫૮), રાજેશભાઇ અઢીયા (મો.૯૮૯૮૧ ૬૧૬૨૬), સંજયભાઇ કકકડ, પ્રકાશભાઇ સુચક,
હિતેશભાઇ પોપટ, મનસુખભાઇ કોટેચા, પ્રકાશભાઇ ઠકકર, પરેશભાઇ તન્ના, કારોબારી
સભ્યો તથા કાર્યાલય મંત્રી વિનોદભાઇ બુધ્ધદેવ દ્વારા તમામ જ્ઞાતિજનોને
વિદ્યાર્થીઓ પ્રતિભાઓને પ્રોત્સાહીત કરવા ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
(૧૬.૭)