www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999
સૌ તો ખાલી હાથે જાય છે તમે શું લઇ જશો,
હાયહાયનો પૈસો શું તમે, કબર માં લઇ જશો?
રૂપિયા તો બહુ કમાય છે પણ તે ક્યા વપરાય છે,
ઘરનાં પ્રસંગો માટે પણ હવે રજા ક્યા લેવાય છે,
વ્યવહારમાં ક્યાં રહેવાય છે?તહેવાર ક્યાં ઉજવાય છે?
તહેવાર અને વ્યવહારમાં હવે તો બસ રૂપિયાજ દેખાય છે
રવિવાર પણ હવે તો દોસ્ત ધંધામાં જ જાય છે
દોસ્ત સાથે હવે ક્યા રવિવાર ઉજવાય છે?
મિત્રોતો છે ઘણા,પણ તેમને ક્યા મળાય છે,
મિત્રોના ઘરે પણ હવે કારણ વગર ક્યા જવાય છે?
સમય નથી તમારી પાસે,સમય નથી પોતાને માટે,
સમય જ્યારે મળશે,સમય ત્યારે ઉપર જવાનો થશે,
માન હવે ઓ દિલ, જીવીલે તું જીદગી,ક્યારેક પોતાને માટે,
માનવ જન્મ મળ્યો છે,તો આંનદ પણ ક્યારેક કરી લઇએ
http://ashokhindocha.blogspot.com M-09426254999
No comments:
Post a Comment