નાબૂદ જો અહીંથી ભ્રષ્ટાચાર થઇ જશે.
સરકારી સાહેબોય લાંચ લઇ નહીં શકે,
ને તોય કામ કરવું... એ પડકાર થઇ જશે.
આણી તો દીધી આંગણે મોંઘેરી એક કાર,
ઇંધણ વિના એ કેટલી ભંગાર થઇ જશે!
‘હું શું કરી શકું?’–ની આ છોડી દો મૂંઝવણ,
બસ એક ડગલું માંડો... એ લલકાર થઇ જશે.
સળગી છે એક જયોત જો અંધારું બાળવા,
ઉમેરો ખુદનું તેજ તો ઉદ્ધાર થઇ જશે.
– કિરણસિંહ ચૌહાણ
મોહન નહિ ઘર નો નહી ઘાટ નો- જયકાંત જાની (અમેરીકા)
મન મોહન સિંગ ની જેમ ઘરના નિર્ણયો લઉ છુ મેડમને પુછી પુછી,
ઘરમા રહુ છુ સદા હસતા ચહેરે, મારી ભીની આંખૉ લુછી લુછી.
પહેલા શો મા પહેલા દિવસે નવા પિકચર જોવાનો મને શોખ નથી
મેડમ માટે ટિકીટ લઇ લઉ છુ મોટી લાઇન વચ્ચે ઘુસી ઘુસી.
બાળક હતો, ગળુ સુકાતુ તો મા ધવરાવતી છાતીએ લગાડી ને
હવે મેડમની ફીગર જાળવા ચલાવી લઉ છુ અંગુઠો ચુસી ચુસી.
પહેલી તારીખે પુરો પગાર ધરી દ ઉ છુ મેડમ ના હાથમા
પોકેટ મની આપે તે ચલાવી લ ઉ છુ તાણી તુસી તુસી ને.
મન મોહન સિંગ ની જેમ સળગતો સંસાર ચલાવુ છુ ,
દુધનો દાઝયો જેમ બિયર ઢીચે રોજ ફુકી ફુકીને.

No comments:
Post a Comment