તાતા, SBI, ઇન્ફોસિસ વિશ્વની ૫૦ સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓમાં
(એજન્સીઝ) વોશિંગ્ટન, તા. ૯
તાતા ગ્રૂપ, ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ) અને ઇન્ફોસિસ ટેક્નોલોજીસ સહિત કુલ ૧૭ ભારતીય કંપનીઓએ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ૨૦૦ કંપનીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેમાંથી પાંચ કંપનીઓ ટોપ ફિફ્ટીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે.
•૨૦૦ કંપનીઓની યાદીમાં કુલ ૧૭ ભારતીય કંપની•ઇટાલીની ચોકલેટ કંપની ફેરેરો મોખરે, આઇકી બીજા, જોન્સન એન્ડ જોન્સન ત્રીજા ક્રમે
અમેરિકાસ્થિત રેપ્યુટેશન ઇન્સ્ટિટયૂટે જાહેર કરેલી યાદીમાં તાતા ગ્રૂપને ૧૧મો ક્રમ અપાયો છે. શૂન્યથી ૧૦૦ સુધીના સ્કેલમાં ૮૦.૮૯ના સ્કોર સાથે તાતા ગ્રૂપે આ યાદીમાં ગૂગલ, માઇક્રોસોફ્ટ, જનરલ ઇલેક્ટ્રિક, ટોયોટા, કોકા-કોલા, ઇન્ટેલ અને યુનિલિવર જેવી અગ્રણી વૈશ્વિક કંપનીઓને પાછળ છોડી દીધી છે. હાલના તબક્કે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કંપની તરીકે બહુમાન ચોકલેટ બનાવતી ઇટાલીસ્થિત કંપની ફેરેરોએ ૮૩.૫૨ના સ્કોર સાથે મેળવ્યું છે. બીજો ક્રમ આઇકી કંપનીએ મેળવ્યો છે.
રેપ્યુટેશન ઇન્સ્ટિટયૂટે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ૨૦૦ કંપનીઓની આ યાદી તૈયાર કરવા જે-તે કંપનીને ઘરઆંગણે ઓછામાં ઓછા ૧૦૦ લોકોએે વિશ્વાસ, શાખ, ચાહના અને સારી લાગણી એમ કુલ ચાર બાબતો અંગે આપેલા અભિપ્રાય ધ્યાનમાં લીધા હતા.
ભારતની સૌથી મોટી બેન્ક એસબીઆઇ ૭૮.૧૧ના સ્કોર સાથે ૨૯મા અને દેશની બીજા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપની ઇન્ફોસિસ ૭૭.૪૫ના સ્કોર સાથે ૩૯મા ક્રમે રહી હતી. લાર્સન એન્ડ ટુબ્રો ૭૬.૫૮ના સ્કોર સાથે ૪૭મા ક્રમે હતી તો દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ ૭૬.૨૬ના સ્કોર સાથે ૪૯મો ક્રમ મેળવ્યો હતો.
યાદીમાં સામેલ અન્ય ભારતીય કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલિવર (૬૯મા ક્રમે), આઇટીસી લિ. (૯૫), કેનેરા બેન્ક (૧૦૨), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૧૧૧), ઇન્ડિયન ઓઇલ (૧૧૨), વિપ્રો (૧૧૬), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (૧૩૭), ભારતી એરટેલ (૧૬૩), બેન્ક ઓફ બરોડા (૧૭૪), ભારત પેટ્રોલિયમ (૧૭૫) અને પંજાબ નેશનલ બેન્ક (૧૭૭)નો સમાવેશ થાય છે.
અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓમાં ટોચના ક્રમે રહેલી જોન્સન એન્ડ જોન્સન વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે રહી હતી. ચોથો અને પાંચમો ક્રમ બ્રાઝિલની અનુક્રમે પેટ્રોબ્રાસ અને સાદિયા કંપનીઓને મળ્યો હતો.
પસંદગીના માપદંડ
અમેરિકાસ્થિત રેપ્યુટેશન ઇન્સ્ટિટયૂટે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ૨૦૦ કંપનીઓની આ યાદી તૈયાર કરવા જે-તે કંપનીને ઘરઆંગણે ઓછામાં ઓછા ૧૦૦ લોકોએે વિશ્વાસ, શાખ, ચાહના અને સારી લાગણી એમ કુલ ચાર બાબતો અંગે આપેલા અભિપ્રાય ધ્યાનમાં લીધા હતા. આ અભિપ્રાયને આધારે ઈન્સ્ટિટયૂટે ૨૦૦ કંપનીઓની યાદી તૈયાર કરી હતી.
More News From : Business News
■ સ્ટેટ બેંકના નફામાં ૪૬ ટકાનો વધારો : ૨૯૦ ટકા ડિવિડન્ડની જાહેરાત
■ મંબઇ બુલિયન બજાર ખાતે આજે બંને કિંમતી ધાતુમાં પીછેહઠ થવા પામી હતી.
■ ચૂંટણીનો અંતિમ તબક્કો અને ત્યાર બાદ પરિણામોની જાહેરાત થનાર હોઇ બજારમાં સાવચેતીનું માનસ
■ આર્થિક વૃદ્ધિદર ૭ થી ૭.૫ ટકા રહેવાની આયોજન પંચને આશા
More News
Comment
Write Here
Name : Location :
E-mail :
http://bsnlnewsbyashokhindocha.blogspot.com
Monday, May 11, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment