દ્વારકામાં માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જથી લગ્ન કરાવી અનોખી સમાજ સેવા કરાય છે
દ્વારકામાં
રઘુવંશી સોશિયલ ગ્રૂપ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા હરહંમેશ કરાતી સમાજ
ઉપયોગી રચનાત્મક પ્રવૃત્તિઓમાં આશરે પાંચેક વર્ષ પહેલા કાળઝાળ મોંઘવારીમાં
માતા પિતાને દિકરી બોજ ન લાગે તે હેતુથી સંસ્થા દ્વારા શરૂ કરાયેલી માતુ
વિરબાઇમાં આદર્શ લગ્નવિધિ જેમાં માત્ર એક જ રૂપિયામાં લગ્ન
કરવામાં આવે છે. જે ખૂબ જ પ્રશંસનીય સેવાકાર્ય છે. જેમાં કન્યાની અનુકુળ
તારીખે લગ્ન કરી આપે છે અને સાથે ગોર મહારાજ, મંડપ ખર્ચ, દીકરીને ચૌદ હજાર
રુપીયા જેટલો કરિયાવર તેમજ બંને પક્ષોના થઇ કુલ ૭૦ માણસોને બે મિષ્ટાન અને
ભોજન ખર્ચ સંસ્થા દ્વારા આપે છે. જ્યારે કન્યા પક્ષ પાસેથી રજિસ્ટ્રેશન ફી
પેટે માત્ર એક રૂપિયો ટોકન લેવાય છે. (ભાસ્કર ન્યુઝ)
No comments:
Post a Comment