લોહાણા મહાજનના પ્રમુખપદેથી
ડો. હર્ષદભાઇ ખખ્ખર સ્વૈચ્છીક સેવા નિવૃત્ત
ડો. હર્ષદભાઇ ખખ્ખર સ્વૈચ્છીક સેવા નિવૃત્ત
સમગ્ર ભારતમાં રાજકોટ લોહાણા મહાજનને પ્રજમ હરોળમાં સ્થાન અપાવનાર લોહાણા મહાજનના પ્રમુખ ડો. હર્ષદભાઇ ખખ્ખર સ્વૈચ્છીક સેવાનિવૃત્ત થઇ પ્રમુખપદનો ચાર્જ બંધારણીય ઉત્તરાધિકારીને સોંપ્યો છે. તેઓએ સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો. ડો. હર્ષદભાઇ ખખ્ખરએ તેઓના સમગ્ર કાર્યકાળ દરમ્યાન લોહાણા મહાજનના મંત્રી, કારોબારી પ્રમુખ તથા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન મહાજનના સાથી કાર્યકરો, સંલગ્ન સંસ્થાઓના પદાધિકારીઓ તથા મહાજનના કર્મચારી ગણે તેઓમાં વિશ્વાસ મૂકી જે સાથ અને સહકાર આપેલ છે. તેની ફળશ્રૃતિરૂપે રાજકોટ લોહાણા મહાજનને ભારતભરમાં પ્રથમ હરોળમાં સ્થાન મળ્યું એટલુ જ નહીં પણ વૈશ્વિક લોહાણા મહાપરિષદમાં આજે ટ્રસ્ટી તરીકે સમીતી ચેરમેન, સંયુકત મંત્રી, રાષ્ટ્રીય મંત્રી તરીકે રાજકોટના આપણા ભાઇઓની નિમણૂંક થયેલ છે તેનું આપણેને સૌવને ગોૈરવ છે.
આમ, સૌરાષ્ટ્રના જામનગર જીલ્લા જોડીયા ગામમાં તા. ર૦ એપ્રિલ-૧૯૪૦ના રોજ જન્મ થયો અને બચપણથી હાઇસ્કૂલ સુધી શિક્ષણ જોડીયા મુકામે લઇ જામનગરની મેડીકલ કોલેજમાંથી ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ.ની ડીગ્રી પ્રથમ નંબરે મેળવી સૌરાષ્ટ્ર યુનિ. મેડીકલ ફેકલ્ટીમાં એમ.એસ. સર્જનની ડીગ્રી સને-૧૯૬૮ની સાલમાં મેળવી ડો. તરીકેની વ્યવસાયીક કાર્યક્ષેત્ર શરૂ કરેલ તેઓ તેઓની કારકિર્દી દરમ્યાન જુદી જુદી વ્યવસાયીક, સામાજીક તથા જ્ઞાતિ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિઓ કરેલ છે. જેમાં ૧૯૬૮ થી ૬૯ સીવીલ સર્જન દ્વારકા ૧૯૭૪ સુધી સુપ્રીન્ટેન્ડન માધ્યીમક આરોગ્ય કેન્દ્ર, રાજુલા જયાં લોહાણા મહાજનમાં ૧૯૭૧થી ૧૯૭૪ સુધી નગરપાલિકાના ઉપપ્રમુખ -શિક્ષણ સમિતિના ચેરમેન. ૧૯૭પ થી ૧૯૮૧ કેશોદ મુકામે પ્રાઇવેટ સર્જીકલ હોસ્પિટલ તથા ટી.બી. હોસ્પિટલમાં માનદ સર્જન તરીકે તથા લોહાણા મહાજનમાં સક્રિય સદસ્ય તેમજ કેશોદમાં પ્રીમીયર ઇંગ્લીશ સ્કૂલમાં નવું બીલ્ડીંગ બાંધી ૧૯૮૦-૧૯૮૧માં લોહાણા બોર્ડીંગમાં પ્રમુખપદે કામગીરી કરી અને ૧૯૮૧માં કેશોદ મેડીકલ પ્રમુખ તરીકે ચૂંટાયેલ. ૧૯૮૧ થી ૧૯૯૯ દરમ્યાન રાજકોટ મુકામે બસ સ્ટેશન ઉપર સંજીવની હોસ્પિટલ શરૂ કરી કુશળ સર્જન તરીકે નામના મેળવેલ છે તેમજ ૧૯૮રની સાલમાં ઓલ ઇન્ડિયા મેડીકલ એસોસી. સૌરાષ્ટ્ર વિભાગીય ઉપપ્રમુખ તરીકે ચૂંટાઇ આવેલા અને ૧૯૯૧-૯ર રાજકોટ સર્જન એસોસીએશનના પ્રમુખ તરીકે વરણી પામેલ અને લોહાણા સેવા મંડળ સંચાલીત, કૃષ્ણ ચિકિત્સાલયમાં માનદ સર્જન તરીકે સેવા આપેલ.
૧૯૯૯ની સાલમાં લોહાણા મહાજન, રાજકોટના કારોબારી સભ્ય નિમાયા અને જ્ઞાતિ સેવા માટે રાજકોટ લોહાણા મહાજનના મહામંત્રી તરીકે કાર્યભાર સંભાળેલ અને તેઓ રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ તરીકે સેવા આપેલ અને હાલ છેલ્લે તેઓ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળેલ. સન ર૦૦૦ની સાલમાં મહાજન મંત્રી તરીકે તેઓએ ચાર્જ સંભાળ્યો ત્યારે રાજકોટમાં લોહાણા મહાજનની ૩ વાડીઓ હતી જેની જગ્યાએ આજે ૬ લોહાણા મહાજનની વાડી છે. તેમજ પૂજય જશવંતીબેન જયંતીલાલ કુંડલીયા અતિથિ ગૃહ, નાથદ્વારા, હરિદ્વારમાં તથા દ્વારીકામાં અતિથિ ગૃહોનો કુશળ કાર્યભાર તેઓએ ટ્રસ્ટી તરીકે સંભાળેલ તેમજ ર૦૦૦ની સાલમાં લોહાણા મહાજન દાતાશ્રીઓ પાસેથી ફંડ લઇ કાર્ય કરતી હતી જે આજે પણ ચાલુ છે, પરંતુ આજે લોહાણા મહાજન પાસે પોતાનું રૂપિયા ૬પ,૦૦,૦૦૦/- ફીકસ ડીપોઝીટ (એફ.ડી.)નું ભંડોળ એકત્રીત જમા થયેલ છે. આમ, તેઓના સમયકાળ દરમ્યાન લોહાણા મહાજને દિન પ્રતિદિન સફળ કાર્યવાહી કરેલ છે. સને-ર૦૦૭માં રામેશ્વરમાં લોહાણા મહાપરિષદના ટ્રસ્ટી તરીકે વરણી થયેલ અને ર૦૦પ થી ર૦૧૦ના સમય દરમ્યાન લોહાણા મહાપરિષદના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળેલ અને સફળ કામગીરી કરેલ તેમજ તેઓ આર.સી.સી. બેંક રાજકોટના ડાયરેકટર તરીકે પણ નિમણૂંક પામેલ છે. ઉપરોકત તમામ કાર્ય તેઓએ પૂરેપૂરી નિષ્ઠાથી અને પ્રમાણીકતાથી સફળતાપૂર્વક પાર પાડવાના ધ્યેયથી કાર્યશીલ રહી તન-મન-ધનથી જ્ઞાતિના હિત માટે સેવા કાર્યો કરેલ છે અને આજ સુધીના તેઓના તમામ કાર્યોમાં સફળતા મળી છે અને તેનો સઘળો જશ સમગ્ર રઘુવંશી સમાજનો છે. સમયના વહેતા પ્રવાહ સાથે તેઓના વનપ્રસ્થાશ્રમ પૂર્ણ થવાની ઉંમરે (૭૬ વર્ષ) હવે શરીર થાક અનુભવે છે. ત્યારે આજ સુધી કરેલ કાર્યની સફળતાના સંપૂર્ણ આત્મ સંતોષ સાથે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ પદેથી તેઓનો ચાર્જ બંધારણીય ઉતરાધિકારીને સોંપી સ્વૈચ્છીક નિવૃત થયેલ છે.
ડો. હર્ષદભાઇ ખખ્ખર : મો : ૯૪૨૬૨ ૨૯૪૦૮ (Courtsy : akila daily)
No comments:
Post a Comment