દર વર્ષે પતંગની દોરીથી સેકડો નિર્દોષ પક્ષીઓના
મોત થાયછે અને ઘણા વાહનધારકો પણ ઈજાગ્રસ્ત બને છે
inf, by AShok Hindocha M-94262 54999મોત થાયછે અને ઘણા વાહનધારકો પણ ઈજાગ્રસ્ત બને છે
ઉચી ઉડાન ભરવી, જીવનનો જલ્સો કરવો આ ખૂબ હકારાત્મક અભિગમ છે અને એટલે જ મકરસંક્રાતિ પર પતંગોત્સવ અતિ લોકપ્રિય છે. ઉત્સવ માણવો એ માનવ પ્રકૃતિની ઉન્નત મનોસ્થિતિ છે તો તેની ઉજવણી સભાનતાપૂર્વક બને તે પણ જોવાનું છે. નભ પર આપણુ સામ્રાજ્ય નથી તે પંખીઓનું વિશ્વ છે. આ અબોલ કુદરતી દેનની રક્ષા કરવી પણ આપણી નૈતિક ફરજ બને છે માટે પંખીઓના વિહરવાના સમયે જો આપણે પતગ ન ચગાવીએ તો તેની રક્ષા અને આપણી જવાબદારીનું સભાન ક્તૃત્વ થશે..
ઉતરાયણનો તહેવાર આવી ગયો છે ત્યારે શહેરના આકાશમાં સવારથી સાંજ સુધી પતંગો જોવા મળે છે આપણને ખબર હશે જ કે કપાયેલા પતંગની દોરીથી દર વર્ષે ઘણા નિર્દોષ પશુ - પંખીઓ અને માણસો પણ મોતને ભેટે છે. આ સંજોગોમાં પતંગ ઉડાડનાર લોકો જો થોડીક કાળજી રાખે તો નુકશાન અટકી શકે. ૧૪ મી જાન્યુઆરી મકરસંક્રાંતી એટલે પતંગ ઉત્સવ અને શીયાળાની ઠંડી આ બે વસ્તુ અને બાળકોની મસ્તીમાં કોઈના હાથ - પગ કે ગળું કપાય જાય નહીં અને અગાસીમાં પતંગ ઉડાડવાથી પડી ન જવાય તથા રાહદારીઓને નુકસાન કે અકસ્માત ન થાય તેની ખાસ તકેદારી આપણે સહુએ રાખવી જોઈએ. નિર્દોષ પશુ - પક્ષીઓનો જીવ ન લેવાય તે માટે પણ ધ્યાન રાખવું જરૂરી છે જેમાં પતંગ ઉડાડતી વખતે આજુબાજુમાં કોઈ સાથે ઝગડો ન થાય કે પડી ન જવાય તથા રાહદારીને નુકસાન ન થાય તે જોવું, બાળકોનું ધ્યાન દેવું, રજાનો દિવસ હોય દવાખાના તથા સારવાર કેન્દ્ર શરૃ રાખવા અને પક્ષીઓને ઈજા થાય તો સારવારની વ્યવસ્થા કરવી.
આપણા પરીવારના સભ્ય જેવા અબોલ પક્ષીઓની રક્ષા માટે સવારે ૧૦:૦૦ વાગ્યા પહેલા અને સાંજે ૫:૦૦ પછી પંતગ નહી ઉડાડવા સહુને વિનંતી છે. રાજકોટ સહીત લગભગ ગામોમાં એનિમલ હેલ્પલાઈન અને પાંજરાપોળ જેવી સંસ્થાઓ જ્ખ્મી થયેલા પક્ષીઓની સારવાર આપે છે તમે કોઈ નિર્દોષ પક્ષીઓ ને ઇજાગ્રસ્ત જોવો તો તાત્કાલીક તેને સારવાર મળે અને તેનો જીવ બચી જાય તેવો પુરતો પ્રયત્ન જરૂર કરવો.
ઉત્તરાયણના પતંગોત્સવ દરમિયાન જાનહાનિ / અકસ્માતના બનાવો ન બને તેની જાહેર જનતાને પૂરતી તકેદારી અને સાવચેતી રાખવા અંગે ગુજરાત રાજ્ય ના વહિવટીતંત્ર દ્વારા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે તદઅનુસાર (1) પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો (2) માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો (3) પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઇ પુરતી છે કે કેમ તેની ખાત્રી કરો (4) માથા ઉપરથી પસાર થતા વિજળીના તારથી દૂર રહો (5) ધાબાની આગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો (6) પતંગ ચગાવતાં બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે (7) ત્રણ "સ" યાદ રાખો... સમજદારી, સદભાવ અને સાવચેતી (8) સવારે ૬ - ૦૦ થી ૮ - ૦૦ અને સાંજે ૫ - ૦૦ થી ૭ - ૦૦ ના ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળીએ અને પક્ષીઓનું જીવન બચાવીએ..
:: આટલુ ન કરો ::
(1) સિન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવાયેલી તીક્ષ્ણ દોરી કે જે ચાઇનીઝ દોરી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે અને લોકોને તેના ઘા ની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહે છે. (2) વિજળીના તારમાં ફસાયેલા અને સબ - સ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો (3) લૂઝ કપડાં ન પહેરવા, માથે ટોપી પહેરવી (4) મકાનોના ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવવા નહિ (5) ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો (6) પતંગ કપાઇ જાય તો આવા મકાન ઉપરની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહિ (7) થાંભલા કે મકાનમાં ફસાયેલાં પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંકવા (8) આપતકાલિન સમયે ૧૦૮ નંબર ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.
ગુજરાત સરકાર દ્વારા અલગ - અલગ જિલ્લા તથા તાલુકા લેવલે મકરસંકાંતિ અને તેની નજીકનાં દિવસોમાં બાળકો તેમજ મોટેરાઓ પતંગ અને દોરા લૂંટવા જાહેર માર્ગો ઉપર દોડાદોડી કરે છે. જેના કારણે અકસ્માતો સર્જાય છે અને ટ્રાફીકની અવર - જવરને અવરોધ થાય છે. કેટલીક વખત જીવલેણ અકસ્માતો પણ થતા હોય છે. જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ - અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ પ્રસિધ્ધ કરી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે. જેમાં કોઇપણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગો ઉડાડવા, પતંગો કે દોરા લુંટવા, હાથમાં વાંસ કે ઝાંખરા કે તેવા પ્રકારનાં કોઇપણ સાધનો સાથે જાહેર માર્ગો ઉપર વાહનવ્યવહારને અવરોધ થાય, વીજળીના કે ટેલીફોનના તાર પર લંગર નાખવા અથવા અકસ્માત સર્જાય તેવી પ્રવૃતિ કરવા માટે મનાઇ ફરમાવેલ છે અને આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર વ્યક્તી ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર પણ થઇ શકે છે માટે આ બાબતની પણ સાવધાની રાખવી જરૂરી છે. આપણો પતંગ ઉડાડવાનો અતિ આનંદ પોતાના અને બીજા માટે જીવલેણ ના બની જાય તેની કાળજી લઈએ.... આવો જવાબદારી નિભાવીએ...
સહુ વાંચક મીત્રો ને ઉતરાયણ ના પર્વ ની ખુબ - ખુબ શુભ કામનાઓ...
No comments:
Post a Comment