લોહાણા સમાજના તારલાઓનું સન્માન
શૈલેષભાઇ ગણાત્રાને મરણોત્તર એવોર્ડ
www.ashokhindocha.blogspot.com M-94262 54999
રાજકોટઃ શહેરમાં કેન્દ્ર-રાજય તથા અર્ધ સરકારી સંસ્થામાં ફરજ બજાવતા શ્રી રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા તેઓના કર્મચારીઓના સંતાનની શૈક્ષણિક તેજસ્વીતા સન્માનવા તાજેતરમાં પ્રતિભા સન્માન સમારંભ કેશરીયા લોહાણા મહાજન વાડી ખાતે રાજકોટ લોહાણા મહાજના પ્રમુખ, ટ્રસ્ટી ડો. હર્ષદભાઇ ખ્ખરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે દિલીપભાઇ સોમૈયા (અંકિત એસ્ટેટ), હસુભાઇ ભગદેવ (જલારામ ટ્રાન્સપોર્ટ), નયનભાઇ રાયઠઠા (વિનાયક ફુડઝ) અતિથિવિશેષ તરીકે ગૌરાંગભાઇ ઠકકર, જી.આર. રાચછ, મહેશભાઇ લાલસેતા, પરેશભાઇ દાવડા, જીતુભાઇ ગોટેચા, જીતેન્દ્રભાઇ નથવાણી, અશોકભાઇ રૂવાળા, બીપીનભાઇ પલાણ, દિલીપભાઇ ચંદારાણા, ધવલભાઇ ખખ્ખર, ડો મિહીરભાઇ તન્ના ઉપરાંત શિક્ષણ જગતના તજજ્ઞોશ્રી સી.એન. ચનાભટી સર, લલિતભાઇ ઠકરાર, વિરેન્દ્રભાઇકોટેચા, રમેશભાઇ પાંઉ, વિણાબેન પાંધી, ચંદ્રકાંતભાઇ તન્ના, કાશ્મીરાબેન નથવાણી, અશોકભાઇ કુંડલીયા, શૈલેષભાઇ ગણાત્રા, રીટાબેન કોટક, ડો. નીતિનભાઇ રાડીયા, રમેશભાઇ ચોલેરા ઉપસ્થિત રહ્યા હતાં. સંસ્થાના પ્રમુખ સુશ્રી રંજનબેન પોપટે જણાવેલ કે સમાજમાં એકતા, સંગઠન અને જાગૃતિને ઉજાગર કરવા સને ૧૯૮પની સાલમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રઘુવંશી કર્મચારીઓની આ સંસ્થાની સ્થાપના થયેલ છે અને આજે છેલ્લા ત્રણ દાયકાથી વિવિધ ખાતામાં ફરજ બજાવતા રઘુવંશી કર્મચારી ભાઇ-બહેનો તથા તેમના પરિવારના સંતાનોની રચનાત્મક/સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી જ્ઞાતિ ઉત્કર્ષના કાર્યો કરી રહેલ છે. સંસ્થાના મંત્રી રોહિતભાઇ જોબનપુત્રાએ પ્રાસંગિક પ્રવચન કરેલ. સમારંભના પ્રારંભે સંસ્થાને મંડળના ભૂતપૂર્વ મંત્રી શૈલેષભાઇ અમુભાઇ ગણાત્રાને શ્રદ્ધાંજલી આપી તેમની સમાજની સેવા માટે મરણોત્તર એવોર્ડ અર્પણ કરી સન્માનવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના સલાહકાર નવીનભાઇ ઠકકર, મનીષભાઇ સોનપાલ, રમેશભાઇ ચોલેરા, કૌશિકભાઇ કુંડલીયા, પ્રફુલભાઇ જોબનપુત્રા, હરેશભાઇ પુજારા, ભૂપેન્દ્ર કોટક, ભરતભાઇ પાવાગઢી, યોગેશભાઇ કોટેચા, સુનિલ શીંગાળા, કેતન કોટક, જગદીશભાઇ બલદેવ, વૃન્દાવન સોઢા, ભરતભાઇ રાયજાદા, મનીષભાઇ પલાણ, પ્રફુલભાઇ અભાણી, અશોકભાઇ દતાણી, જગદીશભાઇ કકકડ વિગેરએ જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમનું સંચાલન અને સંકલન પ્રોજેકટ ચેરમેન કિરીટભાઇ કુંડલીયા, પ્રોજેકટ ડાયરેકટર શૈલેષભાઇ સોનછત્રા તથા અલ્પેશભાઇ મીરાણીએ કરેલ હતું.
No comments:
Post a Comment