Tuesday, August 25, 2015

ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી બંધુઓ દ્વારા ભૂખ્યાઓને અપાતી ભોજનની સેવા -inf by www.ashokhndocha.blogspot.com M-94262 54999ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી

ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી બંધુઓ
દ્વારા ભૂખ્યાઓને અપાતી ભોજનની સેવા
www.ashokhndocha.blogspot.com M-94262 54999ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી બંધુઓ
દ્વારા ભૂખ્યાઓને અપાતી ભોજનની સેવા
Inline image

ધરમપુર: આજના છળ, કપટ અને સ્વાર્થી જમાનામાં છેલ્લા 33 વર્ષથી અવિરત દરીદ્ર નારાયણો તથા સરકારી હોસ્પિટલના દર્દીઓને નિ:સ્વાર્થ ભાવનાથી શહેરના જલારામ બાપાના ભકત મિરાણી બંધુઓ દ્વારા ભોજનની સેવા અપાઇ રહી છે. ધરમપુર શહેરના મનહઘાટ પાસે આવેલી ધરમશાળાની બાજુમાં ભંડારા ચલાવી દરીદ્ર નારાયણો તથા સરકારી હોસ્પિટલના દર્દીઓ મળી રોજના 200 જેટલાઓને શહેરના જલારામ બાપાના ભકત અને ઇલેકટ્રીક, ઇલેકટ્રોનિકસની દુકાન ચલાવતા મિરાણી બંધુઓ દ્વારા ભોજનની સેવા અપાઇ રહી છે. મિરાણી તરિવારના સર્વસર્વા સ્વ. ગોવિંદલાલ જે. મિરાણી હંમેશા પુત્રોને ભૂખ્યાઓ માટે ભોજનના આયોજનની ટકોર કરતા હતા. સને 1983 માં તેમના અવસાન બાદ પુત્રો દ્વારા ભૂખ્યાઓને ભોજનની સેવાની શરૂઆત થઇ હતી. આજે 33 વર્ષથી પ્રસિદ્ધિથી અળગા રહીને રોજ મોટી સંખ્યામાં મનહરઘાટ પાસે આવતા દરીદ્ર નારાયણો તથા હોસ્પિટલના દર્દીઓને ભોજનની સેવા આપે છે. ન્યાત જાત, ધર્મના ભેદભાવ વગર દરીદ્ર નારાયણો પેટ માટે ભોજન મેળવે છે. ઉનાળામાં શહેરમાં ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવે છે. પરિવારના નિવૃત્ત શિક્ષક દ્વારા શહેરમાં રખડતા, અસ્થિરોને ભોજનની સેવા અપાય છે તેમજ પશુનોને ઘાસચારો પૂરો પાડે છે. આજના યુગમાં પ્રસિદ્ધિથી અળગા રહી રોજ ભોજનની સેવા આપતા મિરાણી બંધુઓ અન્ય માટે પ્રેરણારૂપ છે. સ્વૈચ્છીક રીતે ભૂખ્યાઓને ભોજન પૂરૂ જલારામ બાપાની કૃપાથી પડાય છે. કયારેક દાતાઓ તરફથી અનાજનું દાન મળતા ભંડારામાં મૂકી દેવાય છે. એક રસોઇયો તથા બે બહેનો ભંડારામાં સેવા આપે છે. જોકે તેમને પગાર ચૂકવવામાં આવે છે. તેઓ પણ સેવાભાવી છે. મિરાણી બંધુઓએ જણાવ્યું કે, તેમણે પ્રસિદ્ધિનો શોખ નથી. પરોપકારના કામો જલારામ બાપાની કૃપાથી થઇ રહ્યા છે. આ સેવા યજ્ઞ અવિરત ચાલતો રહે એવી મનોકામના છે.(Courtesy : Divya Bhaskar)

લોહાણા સમાજના તારલાઓનું સન્‍માન શૈલેષભાઇ ગણાત્રાને મરણોત્તર એવોર્ડ -inf by www.ashokhindocha.blogspot.com M-94262 54999

લોહાણા સમાજના તારલાઓનું સન્‍માન
શૈલેષભાઇ ગણાત્રાને મરણોત્તર એવોર્ડ
www.ashokhindocha.blogspot.com M-94262 54999

Inline image

રાજકોટઃ શહેરમાં કેન્‍દ્ર-રાજય તથા અર્ધ સરકારી સંસ્‍થામાં ફરજ બજાવતા શ્રી રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા તેઓના કર્મચારીઓના સંતાનની શૈક્ષણિક તેજસ્‍વીતા સન્‍માનવા તાજેતરમાં પ્રતિભા સન્‍માન સમારંભ કેશરીયા લોહાણા મહાજન વાડી ખાતે રાજકોટ લોહાણા મહાજના પ્રમુખ, ટ્રસ્‍ટી ડો. હર્ષદભાઇ ખ્‍ખરના અધ્‍યક્ષસ્‍થાને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે દિલીપભાઇ સોમૈયા (અંકિત એસ્‍ટેટ), હસુભાઇ ભગદેવ (જલારામ ટ્રાન્‍સપોર્ટ), નયનભાઇ રાયઠઠા (વિનાયક ફુડઝ) અતિથિવિશેષ તરીકે ગૌરાંગભાઇ ઠકકર, જી.આર. રાચછ, મહેશભાઇ લાલસેતા, પરેશભાઇ દાવડા, જીતુભાઇ ગોટેચા, જીતેન્‍દ્રભાઇ નથવાણી, અશોકભાઇ રૂવાળા, બીપીનભાઇ પલાણ, દિલીપભાઇ ચંદારાણા, ધવલભાઇ ખખ્‍ખર, ડો મિહીરભાઇ તન્ના ઉપરાંત શિક્ષણ જગતના તજજ્ઞોશ્રી સી.એન. ચનાભટી સર, લલિતભાઇ ઠકરાર, વિરેન્‍દ્રભાઇકોટેચા, રમેશભાઇ પાંઉ, વિણાબેન પાંધી, ચંદ્રકાંતભાઇ તન્ના, કાશ્‍મીરાબેન નથવાણી, અશોકભાઇ કુંડલીયા, શૈલેષભાઇ ગણાત્રા, રીટાબેન કોટક, ડો. નીતિનભાઇ રાડીયા, રમેશભાઇ ચોલેરા ઉપસ્‍થિત રહ્યા હતાં. સંસ્‍થાના પ્રમુખ સુશ્રી રંજનબેન પોપટે જણાવેલ કે સમાજમાં એકતા, સંગઠન અને જાગૃતિને ઉજાગર કરવા સને ૧૯૮પની સાલમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રઘુવંશી કર્મચારીઓની આ સંસ્‍થાની સ્‍થાપના થયેલ છે અને આજે છેલ્લા ત્રણ દાયકાથી વિવિધ ખાતામાં ફરજ બજાવતા રઘુવંશી કર્મચારી ભાઇ-બહેનો તથા તેમના પરિવારના સંતાનોની રચનાત્‍મક/સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરી જ્ઞાતિ ઉત્‍કર્ષના કાર્યો કરી રહેલ છે. સંસ્‍થાના મંત્રી રોહિતભાઇ જોબનપુત્રાએ પ્રાસંગિક પ્રવચન કરેલ.  સમારંભના પ્રારંભે સંસ્‍થાને મંડળના ભૂતપૂર્વ મંત્રી શૈલેષભાઇ અમુભાઇ ગણાત્રાને શ્રદ્ધાંજલી આપી તેમની સમાજની સેવા માટે મરણોત્તર એવોર્ડ અર્પણ કરી સન્‍માનવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના સલાહકાર નવીનભાઇ ઠકકર, મનીષભાઇ સોનપાલ, રમેશભાઇ ચોલેરા, કૌશિકભાઇ કુંડલીયા, પ્રફુલભાઇ જોબનપુત્રા, હરેશભાઇ પુજારા, ભૂપેન્‍દ્ર કોટક, ભરતભાઇ પાવાગઢી, યોગેશભાઇ કોટેચા, સુનિલ શીંગાળા, કેતન કોટક, જગદીશભાઇ બલદેવ, વૃન્‍દાવન સોઢા, ભરતભાઇ રાયજાદા, મનીષભાઇ પલાણ, પ્રફુલભાઇ અભાણી, અશોકભાઇ દતાણી, જગદીશભાઇ કકકડ વિગેરએ જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમનું સંચાલન અને સંકલન પ્રોજેકટ ચેરમેન કિરીટભાઇ કુંડલીયા, પ્રોજેકટ ડાયરેકટર શૈલેષભાઇ સોનછત્રા તથા અલ્‍પેશભાઇ મીરાણીએ કરેલ હતું.

હોસ્પિટલોમાં દરરોજ 200 ટિફીનપહોંચાડવાનો સેવા યજ્ઞ www.ashokhindocha.blogspot.com M-94262 54999

હોસ્પિટલોમાં દરરોજ 200 ટિફીનપહોંચાડવાનો સેવા યજ્ઞ 
www.ashokhindocha.blogspot.com M-94262 54999
Inline image

વલસાડ: વર્તમાન સમયે કોઇ આંસુ પાડે છે, કોઇ આસું પડાવે છે, તો કોઇ આસું લુછે છે. ત્યારે આસું લુછવાના ભગિરથ કાર્યમા સેવાકિય પ્રવૃતી દ્વારા સુવાસ ફેલાવી રહેલી વલસાડમાં રહેતી પ્રજ્ઞાબેન રાજા નામની સંવેદનશીલ મહિલા સરકારી સહાય વિના ધરમપુરની 8 હોસ્પિટલોમાં દાખલ ગરીબ દર્દીઓ માટે ભેદભાવ વિના તેમણે બનાવેલા અપના ઘરમાંથી  મફત ટિફિન સેવા ઉપલબ્ધ કરાવે છે. પ્રજ્ઞાબેનને મળતા પ્રથમતો તેઓ મોર્ડન ફેશનેબલ મહિલાજ લાગે પરતંુ તેમના કાર્યો  જાણ્યા બાદ તેમના માટે માનના લાગણી ઉદભવે છે. ટીફિન સેવાની સાથે  આદિવાસી સમાજમાં સમુહ લગ્ન, પાણીની સુવિધા, સોલાર લાઇટની સુવિધાઓ સહિતની સેવાકિય પ્રવૃતિઓ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે.મુળ સૌરાષ્ટના ભાયાવદર ગામના પ્રજ્ઞાબેનને આજે ધરમપુર-કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના લોકો બખુબી ઓળખે છે. લગ્ન બાદ તેઓ તેમના પતિ સાથે ધરમપુરમાં આવ્યા,અને ભાડે ઘર રાખીને તેમની જીવનને આગળ ધપાવ્યો. જોકે પરિસ્થિતી વિકટ થતા લગ્નના દાગીના વેચીને નાની દુકાન લીધી, જેમા આગળના ભાગમાં મેડિકલ સ્ટોર્સ શરૂ કર્યંુ અને પાછળ અમારૂ ધર વસાવ્યુ. તે  સમયે ધરમપુરની હોસ્પીટલોમાં દાખલ થતા ગામડાના દર્દીઓ માટે અને તેમની સાથેના પરિજનો માટે ભોજનની સુવિધા ન હોવા ઉપરાંત તેમની આર્થિક પરિસ્તથિ પણ સારી ન હોય,ભૂખ શું હોય, સમસાયાઓ શું હોય એ તેમણે અનુભવ્યંુ હતુ,તેથી તેઓ હોટેલમાથી પણ ભોજન લઇ ન શકે તેવી વાત તેમની પાસેથી જણ્યા બાદ મનોમન નકકી કર્યંુ કે બસ હવે આ લોકો માટે કઇક કરવુ છે.અને તે સમયે માત્ર એક હોસ્પીટલમા ટીફીન સેવા આપવાની શરૂઆત કરી હતી.

સ્થાપેલા જલારામ માનવ ઉત્ક્રષ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ હાલે ધરમપુરની તમામ હોસ્પીટલોમા દાખલ થતા  દર્દીઓ માટે  બંને ટાઇમ 300થી વધુ વ્યકિતઓ જમી શકે તે માટે 200 જેટલા ટિફિન મોકલવામાં આવે છે.માત્ર ટિફિન સેવા જ નહી પરતંુ, અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો પોતાના દિકરા-દિકરીના લગ્ન પૈસા વગર કરી શકતા ન હોય તેની જાણકારી મેળવ્યા બાદ તેમણે સમૂહ લગ્નની શરૂઆત કરી અને 2005થી શરૂ કરેલી સમુહલગ્ન કાર્યક્રમમા અત્યારસુધી 550થી વધુ યુવક-યુવતિના લગ્નો તેઓ કરાવી ચૂકયા છે. સમુહ લગ્નમાં આવતા દરેક દંપતિને દાગીના, મંગળસુત્ર, રાચરચીલુ પણ આપવામા આવે છે. સાથે તેમના દ્વારા એક આંચલ પ્લેગૃપ પણ ચલાવવામાં આવે છે. જેમા 88 જેટલા જરૂરિયાતમંદ બાળકો આશરો લઇ રહ્યા છે. આ સેવાના કારણે અંતરીયાળ વિસ્તારમાંથી આવતા દર્દીઓે રાહત થઇ રહી છે. વિવિધ સંસ્થાઅો, સામાજીક કાર્યકરો તથા રાજકીય કાર્યકરો આ કામગીરીે બિરદાવી રહ્યા છે. પ્રજ્ઞાબેન રાજાએ વાતચિતમાં જણાવ્યંુ કે ગરીબો અને જરૂરિયામંદોની સેવામાં મળતુ સુખ જીંદગીમાં સતત મને સેવાકિય કાર્યો કરવા પ્રેરે છે. જલારામ ટ્રસ્ટિ અને દેવેન ટ્રસ્ટનાં નેજા હેઠળ કરાતા કાર્યોની સુવાંસ ફેલાતા દાનવીરો દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે મારી અંતિમ ઇચ્છા છે કે સેવાકિય પ્રવૃતિ કરતા કરતા મારી આંખો મિચાઇ.(Courtesy : Divya Bhaskar)

Wednesday, August 19, 2015

પોરબંદરમાં ઇતિહાસવિદ્‌ નરોતમ પલાણના જીવન કવન વિશેના અભિનંદન ગ્રંથનું પૂ. મોરારીબાપુના હસ્‍તે વિમોચન www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com


પોરબંદરમાં ઇતિહાસવિદ્‌ નરોતમ પલાણના જીવન કવન વિશેના અભિનંદન ગ્રંથનું પૂ. મોરારીબાપુના હસ્‍તે વિમોચન
www.ashokhindocha.blogspot.com
M-94262 54999
hindochaashok@gmail.com

પોરબંદર :  ઇતિહાસવિદ્‌ નરોતમ પલાણના જીવન-કવન વિશેના અભિનંદન ગ્રંથ ‘શ્વેકેશી મિત્તર'નું વિમોચન પૂ. મોરારીબાપુએ કરીને જણાવેલ કે, નરોતમ પલાણ મારા માટે શ્વેતકેશી મિતર (મિત્ર) નથી પરંતુ શ્વેત કેશી પિતર (પિતા) સમાન છે. આ પુસ્‍તક ચચક પૃષ્‍ઠોનો એક દળદાર ગ્રંથ છે જેનું પ્રકાશન રાજકોટના પ્રવિણ પ્રકાશન દ્વારા સુઘડ અને સુંદર મુદ્રણકાર્ય દ્વારા થયું છે. આ ગ્રંથમાં બે વિભાગો છે. પુર્વાધ અને ઉતરાર્ધ. પુવાર્ધમાં લગભગ ત્રીસેક જેટલા લેખક મિત્ર?એ પલાણના જીવનન અને કવન વિશે લખી તેમના ઉમદા વ્‍યકિતત્‍વને વ્‍યકત કર્યુ છે. જેમાં પોરબંદરના ડો. સુરેખા શાહ, ડો. જયેન્‍દ્ર કારીઆ, પુષ્‍પાબેન જોશી, સુનીલ મોઢા, વજુભાઇ પુનાણી, ડો. બાલકૃષ્‍ણ જોશી વગેરે મિત્રોએ પલાણ સાહેબ સાથેના પોતાના અનુભવો અને લખાણો વિશે લખ્‍યું છે. આ વિભાગ ખાસ તો શૈક્ષણીક જગત માટે ખુબ જ ઉપયોગી છે. ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓમાં પલાણ સાહેબના કોઇને કોઇ પુસ્‍તકો અભ્‍યાસક્રમ સ્‍વરૂપે તેમજ ધો.૧૧ અને ધો.૧રના પાઠય પુસ્‍તકોમાં પલાણ સાહેબે લખેલા પ્રકરણો ભણાવવામાં આવે છે. ત્‍યારે શિક્ષકો અને અધ્‍યાપકોને પ્રસ્‍તૃત ગ્રંથ સંદર્ભગ્રંથ બની રહે તેવો છે.તેમની નવલકથા અને વિવેચનગ્રંથો વિશે રઘુવીર ચૌધરી, રાધેશ્‍યામ શર્મા, હરીકૃષ્‍ણ પાઠક, દક્ષા વ્‍યાસ, પ્રવિણ દરજી, નિતીન વડગામા જેવા ગુજરાતના પ્રથમ હરોળના સાહિત્‍ય સર્જકોએ પોતાના અમુલ્‍ય મંતવ્‍યો લખ્‍યા છે. આમ પ્રથમ ભાગ (પુવાર્ધ) સાહિત્‍ય રસિકો, શિક્ષકો અને અધ્‍યાપકો માટે એક મુલ્‍યવાન સંદર્ભગ્રંથ બની રહે તેવો છે. આ પુસ્‍તકના ઉતરાર્ધમાં શ્રી પલાણના પોતાના લેખો લખાણા છે. કલમ ઇતિહાસ, પુરાતત્‍વ, લોકસાહિત્‍ય, સંતસાહિત્‍ય એમ જુદા-જુદા અનેક વિષયો પર ચાલેલી છે. એમાં નવલકા, નિબંધ અને ચરિત્ર લેખોનો સમાવેશ પણ થાય છે. આ દરેક વિષયમાંથી પસંદગીના શ્રેષ્‍ઠ લેખો અહી મુકવામાં આવ્‍યા છે. જેમ કે આપણા સ્‍થાનીક અને પ્રચલીત દૈનિકપત્રો આજકાલ, ફુલછાબ, નોબત વગેરેમાં પલાણ સાહેબે સંખ્‍યાબંધ લેખો લખ્‍યા છે.

અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા ‘રઘુવંશી રમતોત્‍સવ-૨૦૧૫'નું આયોજન-inf.by Ashok Hindocha M-94262 54999

અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા ‘રઘુવંશી રમતોત્‍સવ-૨૦૧૫'નું આયોજન

inf.by Ashok Hindocha M-94262 54999
રાજકોટ : અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખશ્રી ઉમંગભાઇ ઠક્કર, વરિષ્‍ઠ ઉપપ્રમુખશ્રી ધનવાનભાઇ કોટક, દિવ્‍યેશભાઇ રાજદેવ તેમજ મહામંત્રીઓ ભગવાનભાઇ ઠક્કર બંધુ, મુકેશભાઇ ઠક્કર અને તમામ સાથી હોદેદારો દ્વારા અખિલ ગુજરાત લોહાણા સમાજના સંગઠનને મજબૂત કરવાના ધ્‍યેય સાથે સમયાંતરે વિવિધ રચનાત્‍મક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. જેના માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. રમત- ગમત સમિતિના અધ્‍યક્ષશ્રી અશોકભાઇ ગઢીયા તથા મંત્રીશ્રી અતુલભાઇ પાવાગઢીના માર્ગદર્શન હેઠળ દિવાળી વેકેશન-૨૦૧૫ દરમ્‍યાન રાજ્‍યકક્ષાના રમોત્‍સવનું આયોજન કરવામાં આવનાર છે. (સંભવિત તા.૨૨-૧૧-૨૦૧૫ તથા તા.૨૯-૧૧-૨૦૧૫) જેમાં યુવા સમિતી, શિક્ષણ સમિતી તથા છાત્રાલય સમિતિના સંયુક્‍ત ઉપક્રમે આ રમતોત્‍સવ-૨૦૧૫નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ દરમ્‍યાન વ્‍યક્‍તિગત ઇન્‍ડોર સ્‍પર્ધાઓમાં ચેસ, કેરમ, ટેબલ ટેનીસ, તથા બેડમીન્‍ટનનુ આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત ક્રિકેટ, બાસ્‍કેટ બોલ, વોલીબોલ, કબડી જેવી આઉટડોર સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. આઉટડોર સ્‍પર્ધામાં સ્‍થાનીક કક્ષાએ ટીમ બનાવવા જરૂરી છે.

કોઇપણ રમતમાં ભાગ લેવા ઇચ્‍છા ધરાવતા જ્ઞાતિબંધુઓએ એક રમત દીઠ રજીસ્‍ટ્રેશન ફી રૂ. ૧૦૦ જમા કરાવવાના રહેશે. સૌ પ્રથમ આ સ્‍પર્ધાઓ સ્‍થાનિક કક્ષાએ, ત્‍યારબાદ ઝોન કક્ષાએ અને અંતમાં વિદ્યાનગર/અમદાવાદ ખાતે ફાઇનલ રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધા રાખવામાં આવશે. સ્‍થાનીક કક્ષાએ વિજેતા જ્ઞાતિબંધુ/ જ્ઞાતિટીમને ઝોન કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવાનો રહેશે અને ઝોન કક્ષાએ જ્ઞાતિબંધુઓએ/ટીમને રાજ્‍ય કક્ષાની ‘ગ્રાન્‍ડ ફિનાલે'મા ભાગ લેવાનો રહેશે. રાજ્‍યકક્ષાએ વિજેતા સ્‍પર્ધકો તથા ટીમને સમગ્ર ગુજરાતના જ્ઞાતિશ્રેષ્‍ઠીઓ તથા જ્ઞાતિબંધુઓની ઉપસ્‍થીતીમાં પુરસ્‍કાર અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવશે. આ તમામ સ્‍પર્ધાઓમાં ઉમંરના બાધ વગર આપણા સમાજના ભાઇઓ તથા બહેનો ભાગ લઇ શકે છે. ભાઇઓ તથા બહેનોને અલગ અલગ સ્‍પર્ધાઓ રમાડવામાં આવશે. સંસ્‍થા દ્વારા સ્‍થાનીક કક્ષાએ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે તે પહેલા કાર્યાલયનો સંપર્ક કરવાથી, બેનરથી ડિઝાઇન-ઇ-મેઇલથી મોકલી આપવામાં આવશે. જે બેનર ડિઝાઇન મુજબ દરેક સંસ્‍થાઓએ સ્‍પર્ધા દરમ્‍યાન સ્‍થળે લગાડવાનું રહેશે. દરેક રમતના પ્રથમ વિજેતાને ટ્રોફી/એવોર્ડ અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવશે. કોઇપણ જ્ઞાતિશ્રેષ્‍ઠી પોતાના પરીવારજનોની સ્‍મૃતીમાં ટ્રોફી માટે સ્‍પોન્‍સરશીપ આપી શકે, જેના માટે કાર્યાલયનો સંપર્ક કરવો. આ રમતોત્‍સવને પારદર્શક બનાવવા માટે દરેક ઝોનમાં કન્‍વીનરશ્રીની નિમણુંક કરવામાં આવશે. જેના માટે આ સમગ્ર આયોજન દરમ્‍યાન સક્રિય રસ લઇ શકે તેવા યુવાનો, તેમજ રમતના જાણકાર હોય તેવા સ્‍પોટસમેન, કોચની પણ અમૂલ્‍ય સેવાનો લાભ લેવાનો હોવાથી કાર્યાલયનો સંપક કરવો. કોઇપણ સ્‍પર્ધક વધારેમાં વધારે એક ઇન્‍ડોર તથા એક આઉટડોર સ્‍પર્ધામાં ભાગ લઇ શકશે. જેની નોંધ લેવી. લોહાણા સમાજના કોઇપણ રમતવીરે રાજ્‍યકક્ષા કે રાષ્‍ટ્રીય કક્ષાએ વિશેષ સિધ્‍ધી પ્રાપ્ત કરી હોય તો ફોર્મમાં તેઓ અવશ્‍ય ઉલ્લેખ કરવો. ફોર્મ સ્‍પર્ધક પાસે ભરાવીને સ્‍થાનીક મહાજનના પ્રમુખ/મંત્રીના સહી સિક્કા કરાવી અખિલ ગુજરાત સમાજના કાર્યાલય ઉપર મોકલી આપવાનું રહેશે. સંપૂર્ણ ભરેલા તથા મહાજનના સહી સિક્કા સાથેના ફોર્મ તા.૩૧-૮ પહેલા કાર્યાલય ઉપર મળી જાય તે જરૂરી છે. ત્‍યારબાદ મળેલા ફોર્મ ધ્‍યાનમાં લેવામાં આવશે ની તેમ અખિલ ગુજરાત લોહાણા સમાજના શ્રી રમેશભાઇ ગઢીયા (પ્રમુખ રમત ગમત સમિતી), શ્રી અતુલભાઇ પાવાગઢી (મંત્રીશ્રી રમત ગમત સમિતી)ની યાદીમાં જણાવાયું છે.