Tuesday, January 10, 2012
Ten Impotant Things-which we have to ask Childrens---inf. by Ashok Hindocha M-09426254999
બાળકને કહેવા જેવી દસ વાતો ....મૂળ કૃતિ – માનલ ઘોસેંન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ...inf. By Ashok Hindocha-RAJKOT
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999
જીવન પ્રગતિ અને ઉત્ક્રાંતિના સિધ્ધાંતોને અનુસરે છે. નવી ઉગતી દરેક પેઢી સાથે માનવજાત જ્ઞાન અને જીવનની ગુણવતા સુધારતી આવી છે, સુધરી રહી છે. પ્રગતિની સૌથી ઉત્તમ તકોને સૌથી કપરો સમય કે સૌથી ભયાનક પડકારો તરીકે જોવામાં આવે છે. આપણામાંના દરેકે, આપણા જીવનમાં જે તકલીફો કે યાતનાઓ વેઠી છે, એ ન આવી હોત તો આજે જ્યાં છીએ ત્યાં પહોંચી શક્યા હોત ખરાં?
નવી પેઢી વિશે આપણું તારણ શું છે? શું આપણે એવું ઈચ્છીશું કે નવી પેઢીને આપણે ભોગવેલી તકલીફો અને કપરો સમય અનુભવવા દેવો જોઈએ? કે પછી આપણા સંગ્રહિત સારા-નરસા અનુભવોમાંથી તેઓ કાંઈક પદાર્થ પાઠ શીખે તેમ થવું જોઈએ?
હું ધારું છું કે બાળપણથી યુવાની સુધીનો સમય ખર્ચ્યા વગરનું ઘન છે, આપણે તેમનો અમૂલ્ય એવો થોડોક પણ સમય બચાવીએ અને તેમને આંગળી ચીંધણ આપીએ. કદાચ તેઓ આ અનુભવવાણી અનુસરે, કદાચ ન પણ અનુસરે. પણ આપણે કરેલી ભૂલોમાંથી શીખવાનો એક અવસર તેમને કેમ ન મળવો જોઈએ? તેઓ આના લીધે કદાચ આપણે જે ઊંમરે ઘડાયા હતા તેથી વહેલી ઘડાઈ શકે.
જો તમે કદાચ એકાદ મિનિટ પૂરતું પણ થોભો, અને તમારા જીવનના સારા-ખરાબ અનુભવો, જે પાઠ જીવને તમને અત્યાર સુધી ભણાવ્યા તે વિશે વિચારો તો તમે એ પરથી યુવાન પેઢીને શું કહેવા ધારો છો? એવી કઈ વાત છે જે તમે એમની ઊંમરે જાણતા નહોતા પણ જાણી હોત તો ઘણી ઉપયોગ થઈ પડી હોત એવું તમને લાગે છે?
જો મને બાળકો સાથે, વિશ્વના દરેક બાળક સાથે સંપર્ક કરવાની તક મળે તો હું દરેક ભાષામાં તેમને આ વાતો અવશ્ય કહેવા માગું,
૧) કોઈ સંપૂર્ણ હોતું નથી.
દરેક માણસો ભૂલો કરે છે. આપણા દરેક પાસે પોતાના વિશે ન ગમતું હોય એવું કાંઈક તો હશે જ પણ માણસ હોવાના એક અભિન્ન અંગ તરીકે તેને સ્વીકારવું જોઈએ. તમે સ્વયં તમારી કે કોઈ બીજાની ભૂલો શોધવાનો પ્રયત્ન ન કરો. તેના કરતાં તમે તમારી અને બીજાઓની સક્ષમતા અને આંતરિક સુંદરતાને માણો, તો જીવન સદા તમને કાંઈક નવું અને આનંદદાયક બતાવ્યા કરશે.
૨) આપવા અને મેળવવા માટેની સૌથી પ્રભાવશાળી વસ્તુ છે – પ્રેમ.
તમારા માતા-પિતા, તમારા જીવનસાથી, બાળકો અને મિત્રો પાસેથી જે પ્રેમ મળે છે, તેની તુલના વિશ્વના અન્ય કોઈ સંબંધ સાથે ન થઈ શકે. જ્યારે તમને બીજા લોકો સાથે સાંકળતો પ્રેમ તમે અનુભવી શકો ત્યારે તમે ખૂબ જીવંત બની જશો. પ્રેમ આપણો મૂળભૂત સ્વભાવ છે. પ્રેમ આપો અને મેળવો, એ તમારામાં ભંડારાયેલ પડ્યો છે.
૩) જ્યારે તમે બીજાને ઠેસ પહોંચાડો છો, તમે તમારી જાતને પણ ઘાયલ કરો છો.
તમે કોઈકને જાણી જોઈને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકશો તો તે વાત વિશે તમને પછીથી પસ્તાવો થશે. કોઈકને શારિરીક ઈજા પહોંચાડીને તમને પણ દુઃખ થશે. બીજાને દુઃખ પહોંચાડવું એ કોઈ વાતનો ઉપાય કદી પણ ન હોય શકે. જ્યારે કોઈ ઉગ્ર પરિસ્થિતિમાં આવી પડો ત્યારે તેને ખાળવાનો શાંત રસ્તો શોધવા પ્રયત્ન કરો. ભલા બનો અને બીજાઓની ભલાઈ જુઓ.
૪) તમે અનોખા છો.
તમે જેવા છો, બરાબર છો, તમે અનોખા છો. ખુશ થવા માટે જે પણ વસ્તુઓની જરૂર છે તે તમારી અંદર જ ભંડારાયેલી છે. બીજા કોઈ પર પ્રભાવ પાડવાની અથવા તમારી જાતને તેમને સમજવવાની કોઈ જરૂર નથી. અને એ જ રીતે બીજાઓ પણ તેમની વિશે તમને સમજાવે તેવી આશા રાખવી નહીં. બીજાઓના કાટલામાં બંધ બેસતા થવાનો કોઈકને તમારા દ્રષ્ટીકોણથી મૂલવવાનો પ્રયત્ન ન કરશો. પોતાની જાતને ‘સ્વ’ ના અંતરમાં જોવાની, મૂલવવાની તક આપો. બીજાઓ વિશે ધારીને તેમને તમારા માપથી મૂલવવા જતાં તમે જીવનના આનંદને અને એમ તમારી જાતને જ ખોઈ બેસશો. યાદ રાખો, જે તમને સમજે છે, તેમની પાસે તમારી જાતને સાબિત કરવાની જરૂરત નથી.
૫) તમારી અંતરની લાગણીને સાંભળો.
આનંદનો અનુભવ કરાવતી, ઉર્જા અને ઉત્સાહ આપતી પ્રવૃતિઓ અવશ્ય કરો. પણ તમારા મનને ખટકતું હોય કે એ કરતાં તમને અંદરથી કાંઈક સહેજપણ રોકતું હોય તો તે કદી ન કરો. તમારા મનની વાત સાંભળો. અત્યારે તમે જે કરવાની ટેવ પાડશો તે જ પુખ્ત વયે તમારી મૂળભૂત ટેવો હશે.
૬) ગુમાવવું એ જીવનનું એક અંગ છે.
જીવન અને પ્રેમની હારોહાર આપણે જેને ખૂબ પ્રેમ કરીએ છીએ તેમને ગુમાવવા, કે આપણે જે પ્રવૃતિ કે વસ્તુ ગમે છે. તેને ગુમાવવાનો અવસર પણ આવશે. પણ વાંધો નહીં, આવા દુઃખદ અનુભવોમાંથી પણ પસાર થાઓ. તમને મદદ કરવા આસપાસ મિત્રો, તમારા પોતાનાં હશે જ. આ જ લોકો તમને આગળ વધવાની પ્રેરણા અને શક્તિ પૂરા પાડશે. એમની મદદની, ખરાબ સમયમાં તેમણે આપેલા ટેકાની કદર કરો.
૭) તમારી પાસે કાયમ વિકલ્પો હશે.
તમારે કરવું પડે છે તેથી કાંઈ ન કરશો, તમને કરવાની ઈચ્છા હોય એવી જ વસ્તુઓ કરો. એક બાળક તરીકે તમને કદાચ તમારા માટે શ્રેષ્ઠ શું એ વિશે પૂરી જાણકારી કે દ્રષ્ટી ના પણ હોય, તો તમે મોટેરાઓની સૂચનાઓ અનુસરો. પણ જ્યારે મોટા થઈ જાઓ, ત્યારે તમારી પાસે તમારી ઈચ્છઓને અનુસરવાની આવડત અને સ્વતંત્રતા હશે. બીજાઓને પ્રતિકૂળ સલાહો આપવાનો અવસર ન આપો.
૮) જીવનની દરેક ક્ષણનો મહત્તમ સદુપયોગ કરો.
એક સમયે એકજ પ્રવૃત્તિ કરો અને તે પૂરેપૂરા સમર્પણ સાથે ધ્યાનથી કરો. યાદ કરો કે બાળપણમાં તમારી મનગમતી પ્રવૃતિઓ કરતાં કે રમતો રમતા તમને કેવી લાગણી થયેલી? કેવી મજા આવતી? એવીજ મજા કામમાંથી પણ લેતાં શીખો. જે પણ કરો તેમાં તમારું શ્રેષ્ઠ આપો.
૯) ક્ષમા કરો અને ભૂલી જાઓ.
તમે જ્યારે ભૂલ કરો છો, ત્યારે એ ભૂલ ન સ્વીકારી શકો એટલા ગર્વિષ્ઠ ના બનશો. બની શકે તો બીજાઓની ક્ષમા માંગી લો. તમારી જાતને માફ કરી દો અને વાત ભૂલી જાઓ. યાદ રાખો કે આપણે બધા માણસો જ છીએ અને આખીય પૃથ્વી પર એવો એકેય માનવી નથી કે જેણે કદી કાંઈ ભૂલ ન કરી હોય.
બીજુ કોઈ તમને દુ:ખ પહોંચાડે, ત્યારે પણ એ જ યાદ રાખો, તેઓ પણ મનુષ્યો જ છે. જેમા બીજા પાસેથી માફીની અપેક્ષા રાખો છો તેમજ તેમને પણ ક્ષમા કરી દો. તમે કોઇક પ્રયત્ના કર્યો અને તે સફળ ન થયો હોય તો તેમાંથી શીખો અને આગળ વધો. જીવનમાં નિષ્ફળતા હોતી જ નથી. આવા કામમાંથી પણા તેને કરવાનો જે આનંદ તમને મળ્યો કે જે શીખવા મળ્યું તે માટે આભારી બનો.
૧૦) પૂરેપૂરા હદયથી સમર્પણ કરો.
જ્યારે તમે પરિવાર કે મિત્રો સાથે હોવા ત્યારે તેમનામાં પૂરેપૂરું ધ્યાન આપો. બીજાઓને મદદ કરતી વખતે તમારાથી બનતું શ્રેષ્ઠ કરી છૂટો, તમારાથી થઈ શકે તેટલું આપો. તમે કોઈક જરૂરતમંદને પૈસા આપી શકો, બીજાઓ સાથે સમય વિતાવી શકો અથવા પોતાની વ્યથા ઠાલવવા કોઈક મદદગારને શોધતી વ્યક્તિને પૂરી સહાનુભૂતિથી સાંભળી શકો, પણ સૌથી કિંમતી ભેટ તો એક જ છે. – પ્રેમ.
આસપાસના બધાંને પ્રેમ કરો. પ્રેમ એ ચેપી રોગ છે. જેટલો વધુ પ્રેમ તમે ખર્ચશો, વિશ્વ એનાથીય વધુ તમને વળતર રૂપે પ્રેમ કરશે.
ભાષાનું શક્ય તેટલું સાદું અને સીધું સ્વરૂપ વાપરવાનો મે પ્રયત્ન કર્યો છે અને તે પણ એવું ધારીને કે હું એક છ વર્ષના બાળક સાથે વાત કરી રહ્યો છું. જો કે આપણા બધામાં ઊઁડે ઊઁડે એક બાળક બેઠું જ છે, તમારી અંદરમાંના બાળકને આમાંથી સલાહ પહોંચે તેની જ અસર આપણા જીવન પર સૌથી વધુ થતી હશેને? તમારામાંના બાળક સાથેના તમારા અનુભવો વિશે જાણો અને જણાવજો. આમ જ આપણે કદાચ વિશ્વને બદલી શકીએ – શરૂઆત આપણાથી જ કરીએ.
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-09426254999
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment