Friday, June 5, 2009
Congratulations to Swati Karia-Rajkot for getting 10 th Rank in SSC Board
Congratulations to Swati Karia-Rajkot by Ashok Hindocha(M-9426201999)
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
http://ashokhindocha.blogspot.com
બોર્ડમાં દસમા ક્રમે આવેલી સ્વાતી ડોકટર બનવા માગે છે
Bhaskar News, RajkotFriday, June 05, 2009 02:05 [IST]
ડે ટુ ડે વર્ક અને દરરોજનું સાત કલાકનું વાચન જરૂર સફળતા અપાવે છે
રાજકોટની બી. જે. મોદી હાઇસ્કૂલની સ્વાતી કારિયા સમગ્ર બોર્ડમાં દસમા ક્રમે ઝળકી છે ત્યારે તે પણ મોટાભાઇના પગલે પગલે ડોકટર બનવા માંગે છે. ૯પ.૦૮ ટકા સાથે ૬પ૦માંથી ૬૧૮ માર્કસ મેળવનાર સ્વાતીને સંસ્કતમાં ૯૯ માર્કસ આવ્યા છે.
ડિલક્ષ ટોકીઝ પાસે દુકાન સંભાળતા જીતેન્દ્રભાઇ કારિયાની પુત્રી સ્વાતીને બોર્ડમાં સ્થાન મેળવવાની ધારણા હતી. દરરોજનું સતત સાતેક કલાકનું વાચન અને ડે ટુ ડેનું વર્ક સફળતા પાછળ દોરી જાય છે તેમ સ્વાતીએ ઉમેર્યું હતું. અભ્યાસની આત્મવિશ્વાસ પણ જરૂરી છે.
રણછોડદાસજી આશ્રમે દરરોજ દર્શન કરી અભ્યાસમાં લાગી જતી સ્વાતીએ પરિણામના દિવસે ગુરૂદેવ આગળ પોતાનું શીશ ઝૂકાવ્યું હતું. ગુરૂદેવમાં અપાર શ્રઘ્ધા ધરાવતી સ્વાતીની માતા રાજકોટ કોર્પો.ની શાળા નં.૧પમાં શિક્ષિકા છે.
માતા-પિતા તેમજ મોદી સ્કૂલના રશ્મિકાંત મોદી, વિમલ સર અને શિક્ષકો ઉપરાંત દાદા-દાદીના આશીર્વાદ અને સહકારથી બોર્ડમાં ઝળકી હોવાનું તેણીએ જણાવ્યું હતું. જો કે સ્વાતીને ‘સોશિયલ સ્ટડીઝ’માં ઓછા માર્કસ આવ્યાનો અફસોસ હતો. પેપર ખોલાવાની ઇરછા વ્યકત કરી હતી. ધો.૯માં ૯૪ ટકા સાથે સ્વાતી ઉત્તીર્ણ થઇ હતી, અત્રે એ ઉલ્લેખનીય છે કે મોદી સ્કૂલનું ધો.૧૦નું છેલ્લા છ વર્ષનું પરિણામ સો ટકા આવ્યું છે તેનો શ્રેય સ્વાતીને મળ્યો છે.
http://ashokhindocha.blogspot.com
hindochaashok@gmail.com
Ashok Hindocha M-9426201999
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment