રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવક - યુવતીઓ માટે રવિવારે વાલી સંમેલન : ઓન ધી સ્પોટ એન્ટ્રી
(04:15 pm IST)
રાજકોટ લોહાણા મહાજન અને મેરેજ બ્યુરો સમિતિ દ્વારાઃ કોઇપણ ઉંમરના ઉમેદવારો ભાગ લઇ શકશે : નિઃશુલ્ક થેલેસેમીયા ટેસ્ટ : ૭૦૦ થી યુવક - યુવતીઓ હાજર રહેશે : કેશરીયા વાડી ખાતે કાર્યક્રમ
રાજકોટ,તા. ૨૩ : શ્રી રાજકોટ લોહાણા મહાજન તથા મેરેજ બ્યુરો સમિતિ ના સર્વ હોદેદારો - પ્રમુખ - શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણી, ઉપપ્રમુખ વીણાબેન પાંધી, જનકભાઇ કોટક, કારોબારી પ્રમુખ, ચંદ્રકાન્તભાઇ તન્ના, કારોબારી ઉપપ્રમુખ અશોકભાઇ કુંડલીયા, ડો.વી. એસ. ચંદારાણા, માનદમંત્રી ઓ શ્રીમતિ રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, ખજાનચી, સંજયભાઇ કકકડ, ઇન્ટરનલ ઓડીટર, છબીલભાઇ નથવાણી, સંગઠન મંત્રી, મીતલ ભાઇ ખેતાલી, યોગેશભાઇ જસાણી, અશોકભાઇ ર્હિન્ડોચા, કાર્યાલય મંત્રીઓ ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી તથા મેરેજ બ્યુરો, કમીટીના જીતેન્દ્રભાઇ નથવાણી, કીરીટભાઇ કેશરાણી, વિનોદભાઇ પોપટ, પ્રકાશભાઇ સુચક, હિતેશભાઇ પોપટ, દિલીપભાઇ સુચક, જયંતભાઇ બુધ્ધદેવ,ની સંયુકત યાદી મુજબ આગામી તા.૨૬ રવિવારે બપોરે ૨:૩૦ થી સાંજના ૭ સુધી કાલાવડ રોડ કેશરીયા લોહાણા મહાજન વાડી(વાતાનુકુલિત) ખાતે રઘુવંશી સમાજના લગ્નોત્સક ગ્રેજ્યુએટ - નોનગ્રેજ્યુએટ કોઇપણ યુવક-યુવતીઓ નિઃશુલ્ક વાલી સંમેલન યોજાયેલ છે. જેમાં ઓન ધી સ્પોટ એન્ટ્રી સાથે જોડાઇ શકશે.
તમામે બાયોડેટા સાથે લાવવાનો રહેશે. વાલીઓનો વ્યકિતગત સંપર્ક કરાવી અપાશે. ચા પાણી તથા લાઇટ રીફ્રેશમેન્ટ ની વ્યવસ્થા રાખેલ છે. સ્થળ ઉપર જન્માક્ષર સંબંધી માર્ગદર્શન અપાશે.
શ્રી લોહાણા મહાપરીષદ તથા રાજકોટ લોહાણા મહાજનના સથવારે તમામ ભાઇ બહેનો વિદ્યાર્થી ઓ માટે નિઃશુલ્ક થેલેસીમીયા ટેસ્ટનું પણ રવિવારે બપોરે કાલાવડ રોડ કેશરીયાવાડી ખાતે રાખેલ છે. થેલેસેમીયા સમિતિ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અપાશે.
આ અંગે નામ નોંધાવવા તેમજ વિસ્તૃત માહિતી માટે વોટસઅપ નંબર ૯૮૨૪૨૨૪૨૭૦ શ્રી કીરીટભાઇ કેશરીયા તથા વોટ્સઅપ નંબર ૯૪૨૬૨ ૦૧૯૯૯ શ્રી અશોક હિન્ડોચા નો સંપર્ક કરવા જણાવ્યું છે.
ઉપરોકત તસ્વીરમાં લોહાણા અગ્રણીઓ સર્વશ્રી હિતેષભાઇ પોપટ, અશોક ર્હિન્ડોચા, કિરીટભાઇ કેશરીયા, યોગેશભાઇ જસાણી, સંજયભાઇ ક્ક્કડ અને સુરેશભાઇ કાથરાણી નજરે પડે છે.(તસ્વીર : વિક્રમ ડાભી)(૪૦.૪)
Share This News
Follow Akilanews.com