Saturday, May 14, 2016
Thursday, May 12, 2016
ગુજરાત રાજ્યના માહિતીખાતા દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૬ નું મુખ્ય મંત્રીશ્રીના હસ્તે વિમોચન સંપન્ન-inf. by Ashok hindocha M-94262 54999
ગુજરાત રાજ્યના માહિતીખાતા દ્વારા પ્રકાશિત
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૬ નું મુખ્ય મંત્રીશ્રીના હસ્તે વિમોચન સંપન્ન
મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૬નું વિમોચન કર્યુ હતું. ધોરણ-૧૦-૧૨ની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દીલક્ષી અનિવાર્ય માહિતી અને પસંદગી માટે રાહબર બનતા આ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકમાં વિવિધ અભ્યાસલક્ષી બાવન ઉપરાંત વિષયો - અભ્યાસક્રમોની સુપેરે છણાવટ કરવામાં આવી છે. મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રકાશન યુવા વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના ક્ષેત્રની પસંદગીમાં ઉપકારક બનશે તેવો વિશ્વાસ વિમોચન વેળાએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માહિતી-પ્રસારણ સચિવ અને મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રી અજય ભાદૂ, અધિક માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ પટેલ, નાયબ નિયામકો સર્વ શ્રી પ્રજ્ઞા પટેલ, રતિલાલ તૂરી અને સહકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કારકીર્દી માર્ગદર્શન વિશેષાંક આપણી નજીકના કોઈપણ જાણીતા બુકસ્ટોર અથવા પ્રાદેશિક માહિતી કચેરી ઉપરથી મેળવી શકાય છે
Subscribe to:
Posts (Atom)