Saturday, March 31, 2012

Lohanamahaparishad/Raghuvanshisamajnews: Wish you all the Best On RAM NAVMI...Inf. By Ashok...

Lohanamahaparishad/Raghuvanshisamajnews: Wish you all the Best On RAM NAVMI...Inf. By Ashok...: http://ashokhindocha.blogspot.com M-09426254999 આપણા શાસ્ત્રકારોએ પ્રભાતના પાંચથી સાતના સમયને રામપ્રહર તરીકે ઓળખાવ્યો શાથી? કારણ કે રામ ક...


http://ashokhindocha.blogspot.com M-09426254999
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj5hpc-CgZCyt-kLGZdsv9iu4qa7uq1L84d3xjUXPpyhA-obaf5ioku8kYTj6mYieBiw0JjvCrYw7Ky2BVnrXnT7sMs8Idq8wgAJwLXPBIpnrvpGJFeG_2sEIlzOPmhPdAabHLIT1cg2_c/s1600/537023_211702565601092_100002840492601_320247_523991759_n.jpg" imageanchor="1" style="clear:right; float:right; margin-left:1em; margin-bottom:1em"><img border="0" height="240" width="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj5hpc-CgZCyt-kLGZdsv9iu4qa7uq1L84d3xjUXPpyhA-obaf5ioku8kYTj6mYieBiw0JjvCrYw7Ky2BVnrXnT7sMs8Idq8wgAJwLXPBIpnrvpGJFeG_2sEIlzOPmhPdAabHLIT1cg2_c/s320/537023_211702565601092_100002840492601_320247_523991759_n.jpg" /></a></div>


આપણા શાસ્ત્રકારોએ પ્રભાતના પાંચથી સાતના સમયને રામપ્રહર તરીકે ઓળખાવ્યો શાથી? કારણ કે રામ કોઇપણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહેતા તેવી જ રીતે આ રામપ્રહર સમયમાં રામનામ સ્મરણ કરી આપણે પ્રસન્નચિત્ત રહીએ તે માટે રામપ્રહર સમય કહ્યો.રામ-સુગ્રીવની મૈત્રી પણ આદર્શ હતી. તેવી જ રીતે મારીચ સાથેની શત્રુતા પણ અનેરી હતી. રાવણના મૃત્યુ પછી વિભીષણ રાવણનો અગ્નિસંસ્કાર કરવાની ના પાડે છે ત્યારે પ્રભુ શ્રીરામ તેને કહે છે, ‘મરણની સાથે વેર પૂરું થાય છે તેથી ભાઇને શોભે તેવો તેનો અગ્નિસંસ્કાર કર. તું નહીં કરે તો હું કરીશ કારણ કે જેવો તારો ભાઇ છે તેવો જ મારો ભાઇ છે.’ આવા શબ્દો અને આવી ઉચ્ચ વિચારધારા પ્રભુ શ્રીરામ જ આપણને આપી શકે.  ભારતીય સંસ્કૃતિમાં ઘણા ઘણા મહાપુરુષોનાં જીવનચરિત્રો આલેખાયાં પરંતુ મહર્ષિ વાલ્મીકજિીએ ખુદ પોતે પ્રભુ શ્રીરામનું ચરિત્ર શા માટે આલેખ્યું? પ્રભુ શ્રીરામે વિકારોમાં, વિચારોમાં તથા તમામ કાર્યોમાં માનવીય મર્યાદા છોડી નથી તેથી જ તે મર્યાદાપુરુષોત્તમ કહેવાયા અને વિશેષમાં માનવજાત પોતે રામ બનવાનું ધ્યેય અને તેના જેવા આદર્શો રાખી રામરાજ્યની દિશા તરફ આગેકૂચ કરે એવા ઉદ્દેશથી મહર્ષિ વાલ્મીકજિીએ રામચરિત આલેખ્યું.  પાંડુરંગ આઠવલેના વિચાર પ્રમાણે પ્રભુ શ્રીરામ આપણા જીવનમાં ઓતપ્રોત થઇ ગયા છે. ગામડાની બે વ્યક્તિ સામસામી મળે એટલે હાથ જોડીને રામ-રામ કહે છે. ‘રામ રાખે તેને કોણ ચાખે’ તેવી કહેવતો દ્વારા માનવનો પ્રભુની રક્ષણશક્તિમાં અતૂટ વિશ્વાસ બતાવ્યો છે. પ્રભુના વિશ્વાસથી ચાલનાર માનવ માટે ‘રામ-ભરોસે’ શબ્દપ્રયોગ કરીએ છીએ. ‘ઘટ ઘટમાં રામ વસે છે’ એ શબ્દપ્રયોગથી ઇશ્વરની સર્વ વ્યાપકતાનું દર્શન થાય છે. કોઇપણ સુવ્યવસ્થિત અને સંપન્ન રાજ્ય વ્યવસ્થા માટે ‘રામ-રાજ્ય’ શબ્દપ્રયોગ અતિ પ્રચલિત છે. સત્યનિષ્ઠ ને એવા રામનો બુરખો ઓઢી કોઇ દાંભિક વ્યક્તિ અસત્ય કે અપ્રમાણિકતા આચરે ત્યારે તેના માટે આપણું હૃદય તુરત જ બોલી ઊઠે ‘મુખ મેં રામ બગલ મેં છુરી.’  આ ઉપરાંત સ્વાર્થી વ્યક્તિ રામનામને સાધન બનાવે ત્યારે તેના માટે વ્યંગ કરીએ છીએ કે ‘રામનામ જપના ઔર પરાયા માલ અપના’ અજ્ઞાત ભાવિ તરફ અસહાય બનીને જોતો રહેલો માનવ બોલી ઊઠે છે. ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?’ માનવ જ્યારે જીવની બાજી હારી બેસે ત્યારે તેના ‘રામ રમી ગયા’ એવું કહેવાય છે. આ રીતે પ્રભુ શ્રીરામ આપણા જીવનમાં, વ્યવહારમાં સંપૂર્ણપણે ગુંથાઇ ગયા છે.  જ્યોતિન્દ્ર અજવાળિયા   Related Articles:  હનુમાન ચાલીસાનો બીજો દોહો, પૂરી કરશે આ 4 ઈચ્છાઓ રામાયણનું વિસ્મૃત પાત્ર રામની બહેન શાન્તા બધી મુશ્કેલીઓ પટકશે, આ ચમત્કારી હનુમાન મંત્ર ! હનુમાન ચાલીસામાં છે લાઈફ મેનેજમેન્ટના સૂત્રો દરેક સંકટમાં રામનામ લેતા જ, હનુમાન સંકટ મુક્ત કરશે રામનવમી 1 એપ્રિલે, દરેક સંકટ દૂર કરશે આ રામસ્તુતિ હનુમાન-શિવ સપનામાં જોયા તો, જિંદગી બદલાઈ સમજો! ચુંવાળ પંથકના અદભૂત છે, ત્રિભેટે પંચમુખી હનુમાન સુંદરકાંડની આ હનુમાન સ્તુતિથી, શનિદેવ પણ થશે મહેરબાન જ્યાં ભગવાન રામ પણ ભૂલ્યાતા ભાન ભક્તની ભક્તિમાં www.ashokhindocha.blogspot.com M-094262 54999