Sunday, June 19, 2016

કૈલાસ માનસરોવર યાત્રા વિશેની ઉપયોગી માહિતી -courtey- Atulbhai Chotai www.ashokhindocha.blogspot.com

કૈલાસ માનસરોવર યાત્રા વિશેની ઉપયોગી માહિતી -courtey- Atulbhai Chotai

www.ashokhindocha.blogspot.com

ભગવાન શિવનું નિવાસસ્થાન એટલે કૈલાસ પર્વત અને માનસરોવર એ હિન્દુઓ માટે એક અતિપવિત્ર યાત્રાધામ છે. ભારત સરકાર દ્વારા આ યાત્રા ૮ જૂનથી ૯ સપ્ટેમ્બર મહિના સુધી યોજવામાં આવે છે. કૈલાસ પર્વત: હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન ભોળાનાથ જે સ્થાન પર પરિવાર સહિત નિવાસ કરે છે, તે પર્વત કૈલાશ છે. કૈલાસની પરિક્રમામાં ધારચેનથી ડેરાકૂક પ્રથમ પડાવ ત્યારબાદ બીજા દિવસે ડેરાકૂકથી ઉપર ડોલમાઘાટ પસાર કરીને નીચે ઊતરતા ગૌરી કુંડનાં દર્શન થાય છે. કહેવાય છે કે મા પાર્વતી આ કુંડમાં સ્નાન કરે છે. ત્યાંથી ઊતરીને નીચે જોંગજેરબુ અથવા જુથુલપાર્ક ઊતરીને કૈલાસ પર્વતની પરિક્રમા પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે કૈલાસ પર્વતની આજુબાજુ આવેલી પર્વતની ગુફાઓમાં ઋષિમુનિઓ હજારો વર્ષથી તપશ્ચર્યા કરે છે. કૈલાશ માનસરોવરની યાત્રા બહુ જ કપરી હોય છે, પણ આપણા દેશમાં તેનું ધાર્મિક દ્રષ્ટિએ આગવુ લોકોમાં આગવુ મહત્વ છે. બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવીને કૈલાશની પરિક્રમા કરવા નીકળે છે. ત્યારે આ યાત્રા વિશે થોડી ઉપયોગી જાણકારી મેળવવી જરુરી છે. તાજેતરમાં જ આ યાત્રા ને લઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ચીનના રાષ્ટ્રપતિ પાસે વધારાના એક રૂટની માગણી કરી છે. જેથી યાત્રિકો સરળતાની માનસરોવર સુધી પહોંચી શકે. અત્યારે જે રૂટ છે તેના કરતા વધુ સરળ રૂટની સંભાવનાઓ રહેલી છે, જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ માંગણી કરવામાં આવી છે.  કૈલાશ પર્વત તિબેટની ટ્રાન્સહિમાલય રેન્જમાં સ્થિત છે, અથવા તો તેનો જ એક ભાગ છે. આ હિમાલય રેન્જ ૧૬૦૦  કિલોમીટરની છે, જે ચીનમાં છે. કૈલાસ - માનસરોવર યાત્રા વિષેની આ  ઉપયોગી માહિતી અકિલા દૈનિક તારીખ ૧૮ - ૦૬- ૨૦૧૬ ના રોજ પ્રસિદ્ધ થયેલ છે. જે નીચેની પી ડી એફ ફાઈલ દ્વારા ડાઉન લોડ કરી મેળવી શકાશે 


- અતુલ એન. ચોટાઈ  - (પત્રકાર અને લેખક)

Saturday, June 18, 2016

BSNL Student Plan Special Mobile Tariff Launched at 10ps call- inf. by - ASHOK HINDOCHA M-94262 54999

BSNL Student Plan Special Mobile Tariff Launched at 10ps call- inf. by ASHOK HINDOCHA M-94262 54999
Most eagerly waiting BSNL Student Plan SIM card released with best and cheapest voice call mobile tariff and Free 3G data never offered for student fraternity in Indian telecom market with any operator. With this happy news every student in entire India can have a chance to enjoy the exclusive BSNL Student Plan special mobile tariff under prepaid mobile services having longer validity. With this New Recharge Voucher, BSNL offers lowest mobile tariff at 10 paise per minute calling with out any special tariff voucher. In this New BSNL Student Plan SIM, Mobile users will get longer validity of One Year to avoid extension vouchers. BSNL Student Plan Sim card recharge plan now available only at Rupees.118 only by allowing Free 3G Data of 1GB with a special benefit of 10 Rupees full talk time, and every prepaid student customer who subscribes this plan shall automatically be allowed to enjoy the lowest call tariff of 10paise per minute calling to BSNL Network and 30ps per minute calling to other networks across India along with 15 Paisa per each 160 character SMS of Local / National(STD) numbers for first 60days there after on recharge with STV88. BSNL Student Plan Prepaid Mobile SIM Card In this new launch, Shri R.KMittal, Director (Consume Mobility) BSNL Board expressed that, the student segment is interested in cost effective BSNL 3G Data Plans and reduced voice call tariffs, therefore our PSU have designed this special plan exclusively for student customers to offer the best in Indian mobile market. This New BSNL Student Plan Sim Card will be provided for all New Mobile connections directly from BSNL or through Mobile Number Portability who joined BSNL from other networks on submission of relevant documents to avail the best mobile tariff as follows. BSNL Student Plan Special Prepaid Mobile Tariff Particulars Tariff SIM Cost BSNL Smart SIM Card = Rs.20, 256K = Rs.100 SIM Cost Plan Voucher Rs. 118 Main Account Validity One Year Free Data usage 1 GB 3G Data (to be consumed within 30 days from the date of activation) Special tariff Call rate in Home LSA for first 60 days 10 paise per minute for BSNL Network 30 paisa per minute for Other Network 15paise per SMS for Local / National SMS Special Benefit Free Top Up of Rs.10 along with New SIM Card having Full Talk Value All Other Terms As BSNL Per Minute Plan As we all know BSNL already extended the provision of Free National Roaming for all the mobile customers upto One Year from 15th June 2016, So with this New BSNL Student Plan Sim Card, every student will gets lowest mobile tariff at affordable price tag along with Free National Roaming for your Mobile for your stay at every where in India . So its now the time to hurry and grab the BSNL Student Plan SIM Card for your Mobile to enjoy the lowest mobile tariff for your needs which will be available for 90days only from 20th June 2016 on PAN India basis for new subscription as a promotional offer from BSNL. So students Join BSNL, Be with BSNL and enjoy your best mobile tairff on subscription with latest BSNL Student Plan. www.bsnlnewsbyashokhindocha.blogspot.com -94262 54999

Thursday, June 9, 2016

Jay Jalaram


Wednesday, June 8, 2016

રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં: આજે કવાર્ટર ફાઇનલ જંગ કાલે સેમીફાઇનલ- શુક્રવારે ફાઇનલ મેચ સાથે રંગારંગ સમારોહ information by Ashok Hindocha M-94262 54999 courtesy www.akilanews.com

રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં: આજે કવાર્ટર ફાઇનલ જંગ
કાલે સેમીફાઇનલ- શુક્રવારે ફાઇનલ મેચ સાથે રંગારંગ સમારોહ
information by Ashok Hindocha M-94262 54999
courtesy  www.akilanews.com
રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં: આજે કવાર્ટર ફાઇનલ જંગ
   રાજકોટ,તા.૮: રાજકોટ લોહાણા મહાજન  તથા પોલિસ સુરક્ષા સેતુના ઉપક્રમે આયોજીત શાસ્ત્રી મેદાન ખાતેઓપન ગુજરાત- રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ગયેલ છે. આજે રાતે વિવિધ ટીમો વચ્ચે કવાર્ટર ફાઇનલો- જંગ જામશે જેમાં પ્રથમમેચ ભુજ ઇલેવન સામે હળવદ ઇલેવન,  દ્વિતીયમેચ- રઘુવીર ઇલેવન સામે સી.એ. ઇલેવન તથા ત્રીજો મેચ રાષ્ટ્રીય શાળા ઇલેવન સામે રઘુવંશી રોક ઇલેવન મોરબી તથા ચોથોમેચ શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ સામે રઘુવંશી સ્ટ્રાઇકર્સ ઇલેવન વચ્ચે ટક્કર થશે.
   ગઇકાલે સદ્દગુરૂ સનરાઇઝ રાજકોટ સામે રઘુવંશી સ્ટ્રાઇક- રાજકોટની ટીમ વિજેતા થયેલ, જ્યારે બીજામેચમાં સદ્દગુરૂ ગોંડલની સામે રઘુવંશી રોકસ્ટાર મોરબીની ટીમ વિજેતા થયેલ. રઘુવંશી લાયન્સ વેરાવળ સામે રાષ્ટ્રીય શાળા ઇલેવન- વિજેતા બનેલ. રાષ્ટ્રીય શાળા ઇલેવનના ૧૦૪ રન થતા એક હજારનું રોકડ ઇનામ દાતા પરિવાર દ્વારા આપવામાં આવેલ. વિરદાદા જશરાજ ઇલેવન દ્વારકા સામે- રઘુવીર ઇલેવન- રાજકોટ વિજેતા થયેલ. ગઇકાલે મહાજન 'ઉપપ્રમુખ' જનકભાઇ કોટકના જન્મદિવસ અનુસંધાને અભિનંદન પાઠવાયા હતાં.
   આવતીકાલે 'ગુરૂવારે' સેમીફાઇનલ મેચનો જંગ જામશે તથા તેજ દિવસે એક ફ્રેન્ડલીમેચ- પ્રેસ ઇલેવન, મીડીયા કમીટી મેમ્બર્સ તથા આયોજક કમીટી મેમ્બર્સ વચ્ચે યોજાશે. જ્યારે શુક્રવારે ફાઇનલ મેચનો જંગ જામશે. ફાઇનલ મેચના દિવસે આતસબાઝી રંગારગ કાર્યક્રમ તથા રાજ્ય તથા રાષ્ટ્રકક્ષાએ રમતગમતમાં જેઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે. તે તમામ રઘુવંશી રમતવીરોનું સન્માન કરવામાં આવશે. દરરોજ સાંજે ૭થી રાત્રીના ૧૨ સુધી યોજાતા રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં મિત્રો પરિવાર સાથે ઉપસ્થિત રહેવા રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન બકુલભાઇ નથવાણી, વીણાબેન પાંધી, જનકભાઇ કોટક, ચંદ્રકાંતભાઇ તન્ના, અશોકભાઇ કુંડલીયા, ડો.વી.એસ. ચંદારાણા, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, સંજયભાઇ કક્કડ, છબીલભાઇ નથવાણી, મીતલભાઇ ખેતાણી, યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હિન્ડોચા, ભુપેન્દ્રભાઇ કોટક, સુરેશભાઇ કાથરાણી, વિ.એ આમંત્રણ પાઠવ્યું છે.
   સમગ્ર આયોજન માટે રાજકોટ લોહાણા મહાજનની ર્સ્પોસ્ટ કમીટીના ચેરમેન પિયુષભાઇ કુંડલીયા, યુવા કમીટીના ચેરમેન કલ્પેશભાઇ બગડાઇ, કૌશિકભાઇ અઢીયા, ઇન્દ્રેશભાઇ ગોકાણી, મયંક પાઉ, મેહુલ નથવાણી, પરેશભાઇ તન્ના, ધવલભાઇ કક્કડ, જીમ્મીભાઇ દક્ષિણી, પ્રકાશભાઇ છત્રા, મોહીત રાજાણી, કૃણાલભાઇ છત્રા, મનીષાબેન કુંડલીયા, સ્મીતાબેન સેજપાલ, ધારાબેન પોપટ, જોલીભાઇ જોબનપુત્રા, નંદિતાબેન અઢીયા, જય ઘેલાણી, હિતેશભાઇ પોપટ કાર્યરત છે.
   ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રંજનબેન પોપટ, શ્રી નવીનભાઇ કક્કડ, મનુભાઇ કોટક, મનુભાઇ ઠક્કર, બકુલભાઇ નથવાણી, પરેશભાઇ ચગ, પ્રદિપભાઇ સચદે, રમણભાઇ કોટક, ડો. પ્રશાંતભાઇ તન્ના, કિરીટભાઇ કેશરીયા, વિનોદભાઇ પોપટ, મીતરાચ્છ, ધ્રુમિલ જસાણી, દિપકભાઇ ચાંદ્રાણી, અશ્વીનભાઇ બગડાઇ, સ્મીતાબેન ગણાત્રા, નીતીનભાઇ નથવાણી, અનિલભાઇ રાજદેવ, રમેશભાઇ ઠક્કર, હસુભાઇ ભગદેવ, નીતીનભાઇ રાયચુરા દ્વારા અભિનંદન પાઠવાયા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)
 (04:26 pm IST)
 
Share This News
Facebook
Twitter
Share on Google+
Blogger
 
Follow Akilanews.com
Facebook
Twitter
YouTube
RSS
 

Tuesday, June 7, 2016

ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામતી રસાકસી : શુક્રવારે ફાઇનલ-inf. by Ashok Hindocha M-94262 54999

ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામતી રસાકસી : શુક્રવારે ફાઇનલ
information by Ashok Hindocha M-94262 54999- courtesy  AKILA PARIWAR
www.akilanews.com
ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામતી રસાકસી : શુક્રવારે ફાઇનલ
   રાજકોટ : લોહાણા મહાજન આયોજીત ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૩૨ ટીમોએ ઉત્સાહભેર ભાગ લઇ રહી છે. દરરોજ ચાર મેચો રમાડવામાં આવી રહ્યા છે. જેમાં વીનર ટીમને ઇનામ, મેન ઓફ ધી મેચ, વ્યકિતગત મીક્ષરના ઇનામો, હાઇએસ્ટ સ્કોરના ઇનામો અપાય રહ્યા છે. દરમિયાન રઘુવંશી સમાજના તમામ ખેલાડીઓ કે જેઓએ રાજય કક્ષાએ કે રાષ્ટ્ર કક્ષાએ રમત ગમતમાં પોતાનું યોગદાન આપેલ હોય અને ઇનામો મેળવેલ હોય તેઓનું રાજકોટ લોહાણા મહાજનવતી વિશિષ્ટ સન્માન કાર્યક્રમ તા. ૧૦ ના ફાઇનલ મેચના દિવસે યોજવામાં આવેલ છે. સંબંધિત ખેલાડી ભાઇ બહેનોએ એવોર્ડ કમીટીના મનુભાઇ ઠકકર (મો.૯૮૨૫૨ ૧૦૩૧૯ નો સંપર્ક કરવા જણાવાયુ છે. ક્રિકેટ મેચમાં ખેલાડીઓ જબરો ઉત્સાહ બતાવી રહ્યા છે. કચ્છની બાપા દયાળુની ક્રિકેટ ઇલેવને અત્યાર સુધીમાં શ્રેષ્ઠ દેખાવ કરી એક ઓવરમાં ૪૪ રન કરી સતત ૭ સીક્ષર જીકી ચિંતન ઠકકરે નવો કીર્તીમાન પ્રસ્થાપિત કરેલ. અત્યાર સુધીમાં ૧૨ ઓવરમાં ૧૩૯ રન કરી નવો રેકોર્ડ નોંધાવેલ. ચિંતન ઠકકર અને કચ્છની ટીમના કેપ્ટનનું વિશિષ્ટ અભિવાદન કરવામાં આવેલ. ગઇકાલના ચાર મેચોમાં બાબરા ઇલેવન (સૌરાષ્ટ્ર) એ પોરબંદર ઇલેવન સામે વિજેતા બનેલ. બીજા મેચમાં ક્રિષ્ના ઇલેવન ગોંડલ સામે રાજકોટ રઘુવીર ઇલેવને વિજય મેળવ્યો હતો. ત્રીજા મેચમાં ઓખા ઇલેવનને હરાવી સી.એ. ઇલેવન વિજેતા બનેલ. જયારે ચોથા મેચમાં સોરાષ્ટ્ર ઇલેવન (બાબરા)ને હરાવી સી.એ. ઇલેવન વિજેતા બનેલ. મેન ઓફ ધ મેચ અમીત કોટક બનેલ. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મહાનજ પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબને નથવાણી, વીણાબેન પાંધી, જનકભાઇ કોટક, ચંદ્રકાંતભાઇ તન્ના, અશોકભાઇ કુંડલીયા, ડો. વી. એસ. ચંદારાણા, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, સંજયભાઇ કકકડ, છબીલભાઇ નથવાણી, મીતલબેન ખેતાણી, યોગેશભાઇ જસાણી, અશોકભાઇ હિન્ડોચા, સુરેશભાઇ કાથરાણી, ભુપેન્દ્રભાઇ કોટક, પિયુષભાઇ કુંડલીયા, કલ્પેશભાઇ બગડાઇ, રંજનબેન પોપટ, કૌશિકભાઇ અઢીયા, નવીનભાઇ ઠકકર, મનુભાઇ ઠકકર, મનીષભાઇ સોનપાલ, મનુભાઇ કોટક, પ્રમોદભાઇ રૂપારેલીયા (બાબરા), બકુલભાઇ નથવાણી, પ્રદિપભાઇ સચદે, અશોકભાઇ નથવાણી, રમણભાઇ કોટક, મયંકભાઇ પાંઉ, મેહુલભાઇ નથવાણી, અશ્વિનભાઇ બગડાઇ, નીતીનભાઇ નથવાણી, મનોજભાઇ નથવાણી, દર્શિત કારીયા, સુધીર શીંગાળા, કલ્પેશભાઇ તન્ના, જય ઘેલાણી, ઇન્દ્રેશ ગોકાણી (કોમેન્ટ્રેટર), દિપલ ઠકકર, દિપ્તીબેન કકકડ, અંજનાબેન હિન્ડોચા, અલ્કાબેન ખગ્રામ, નિયતીબેન નથવાણી, પ્રિયાંશુ નથવાણી,  લીનાબેન મશરૂ, પરેશભાઇ મજીઠીયા, બિંદીયાબેન અમલાણી, હિતેશભાઇ પોપટ, ધવલભાઇ કકકડ, પરેશ તન્ના, પ્રમયભાઇ છત્રા, મનીષાબેન કુંડલીયા, મોહીત અજાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
 (04:00 pm IST)
 www.rajkotlohanamahajan.blogspot.com
Share This News
Facebook
Twitter
Share on Google+
Blogger
 

www.ashokhindocha.blogspot.com M-9426254999-INVITATION by LOHANA YUVAK PRAGATI MANDAL RAJKOT


www.ashokhindocha.blogspot.com M-9426254999-INVITATION  by LOHANA YUVAK PRAGATI MANDAL RAJKOT

Wednesday, June 1, 2016

કાલથી ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ આજે સાંજે ફ્રેન્ડલી મેચ રાજકોટ લોહાણા મહાજન દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે રઘુવંશીઓ માટે આયોજનઃ ૩૨ ટીમો વચ્ચે સટાસટીના જંગઃ દરરોજ ચાર ટીમો વચ્ચે મેચ રમાશે કાલથી ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ આજે સાંજે ફ્રેન્ડલી મેચ-inf. by Ashok Hindocha M-94262 54999


કાલથી ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ આજે સાંજે ફ્રેન્ડલી મેચ રાજકોટ લોહાણા મહાજન દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે રઘુવંશીઓ માટે આયોજનઃ ૩૨ ટીમો વચ્ચે સટાસટીના જંગઃ દરરોજ ચાર ટીમો વચ્ચે મેચ રમાશે કાલથી ઓપન ગુજરાત રઘુવંશી નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ આજે સાંજે ફ્રેન્ડલી મેચ રાજકોટ,તા.૧: રાજકોટ લોહાણા મહાજન 'રમત-ગમત કમીટી' - રઘુવંશીઓની તમામ અલગ સંસ્થાઓ તથા મહાજન વિવિધ કમીટીઓના સથવારે ઓપન ગુજરાત- રઘુવંશી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૧૬નું તા.૧થી૧૦ જુન દરમ્યાન શાસ્ત્રીમેદાન (અનિલ પેવેલીયન) ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૩૨ જેટલી ટીમો ભાગ લઇ રહેલ છે. ૧૨ ઓવરના મેચ દરરોજ સાંજે ૭થી રાત્રીના ૧૨ રદમ્યાન યોજાશે. દરરોજ ચાર ટીમો મેચો ખેલશે. ઓપન રઘુવંશી- ગુજરાત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટને આખરી ઓપ આપવા માટે અનિલ પેયેલીયન શાસ્ત્રી મેદાન ખાતે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીના માર્ગદર્શન હેઠળ તમામ હોદેદારો સર્વેશ્રી શૈલેષભાઇ ગણાત્રા- રીટાબેન કોટક સંજયભાઇ કક્કડ, યોગેશભાઇ જસાણી, ભુપેન્દ્રભાઇ કોટક, અશોકભાઇ હિન્ડોચા, રમતગમત સમિતિના ચેરમેન શ્રી પિયુષભાઇ કુંડલીયા 'યુવા સમિતીના ચેરમેન' શ્રી કલ્પેશ બગડાઇ તથા ટીમ મેમ્બર્સ શ્રી ઇન્દ્રેશભાઇ ગોકાણી (કોમેન્ટ્રેટર) ધવલભાઇ કક્કડ મયંકભાઇ પાઉ, જય ઘેલાણી, હેત તન્ના, મનીષાબેન કુંડલીયા, પ્રમેયભાઇ છત્રા, સ્મીતાબેન સેજપાલ, 'સાંસ્કૃતિ કમીટીના ચેરમેન' શ્રી યોગેશભાઇ પુજારા તથા રઘુવંશી અગ્રણીઓ સર્વશ્રી બકુલભાઇ નથવાણી, પરેશભાઇ ચગ, શ્રી મનુભાઇ ઠક્કર (રાજકોટ ગૌરવ પરિવાર), શ્રી પ્રદિપભાઇ સચદે, શ્રી કિરીટભાઇ કેશરીયા, શ્રી મેહુલભાઇ નથવાણી, હરેશભાઇ બોરીયા, મીત રાચ્છ, સુરેશભાઇ સાપાણી, અશોકભાઇ પોપટ, ભદ્રેશભાઇ રાયઠઠ્ઠા, ચંદુભા કાછેલા, જસ્મીન જોબનપુત્રા, કિરીટભાઇ રાજાણી, પ્રમોદભાઇ છત્રા પાર્થ હિન્ડોચા સહિતનાએ ઉપસ્થિત રહી ચર્ચા- વિચારણા કરી હતી. દરમિયાન આજે બુધવારે રાત્રે ૯ કલાકે અનિલ પેરેલીયન ખાતે પ્રથમ ફ્રેન્ડલી મેચ યોજાશે. જેમાં તમામ રઘુવંશીઓ- ભાઇઓ -બહેનોએ સહપરીવાર અમંત્રણ અપાયું છે. આવતીકાલ તા.૨ના ગુરૂવારથી દરરોજ સાંજે ૭થી રાત્રીના ૧૨ દરમ્યાન દરરોજના ૪ મેચો ડ્રો મુજબ યોજવામાં આવશે. તમામ ટીમના કેપ્ટનો તથા ખેલાડીઓએ તા.૨ના રોજ સાંજે ૬:૩૦ કલાકે ગ્રાઉન્ડ પર ખેલાડીઓના નામ આઇડી પ્રફુ સાથે નક્કી કરેલા 'ડ્રેસ કોડ' સાથે સમયસર ઉપસ્થિત રહેવા શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી દ્વારા જણાવાયું છે. વધુ વિગત માટે રમતગમત કમીટીના ચેરમેન પિયુષભાઇ કુંડલીયા તથા સભ્યોનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. (04:18 pm IST) Share This News Facebook Twitter Share on Google+ Blogger

LOHANA MAHAPARISHAD Scholarship Form 2016 -inf. by Ashok Hindocha M-94262 54999


LOHANA MAHAPARISHAD Scholarship Form 2016 -inf. by Ashok Hindocha M-94262 54999

Saturday, May 14, 2016

Thursday, May 12, 2016

ગુજરાત રાજ્યના માહિતીખાતા દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૬ નું મુખ્ય મંત્રીશ્રીના હસ્તે વિમોચન સંપન્ન-inf. by Ashok hindocha M-94262 54999

ગુજરાત રાજ્યના માહિતીખાતા દ્વારા પ્રકાશિત
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૬ નું મુખ્ય મંત્રીશ્રીના હસ્તે વિમોચન સંપન્ન

Inline image
મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૬નું વિમોચન કર્યુ હતું. ધોરણ-૧૦-૧૨ની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દીલક્ષી અનિવાર્ય માહિતી અને પસંદગી માટે રાહબર બનતા આ ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકમાં વિવિધ અભ્યાસલક્ષી બાવન ઉપરાંત વિષયો - અભ્યાસક્રમોની સુપેરે છણાવટ કરવામાં આવી છે. મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રકાશન યુવા વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના ક્ષેત્રની પસંદગીમાં ઉપકારક બનશે તેવો વિશ્વાસ વિમોચન વેળાએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માહિતી-પ્રસારણ સચિવ અને મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રી અજય ભાદૂઅધિક માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ પટેલનાયબ નિયામકો સર્વ શ્રી પ્રજ્ઞા પટેલરતિલાલ તૂરી અને સહકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કારકીર્દી માર્ગદર્શન વિશેષાંક આપણી નજીકના કોઈપણ જાણીતા બુકસ્ટોર અથવા પ્રાદેશિક માહિતી કચેરી ઉપરથી મેળવી શકાય છે

Friday, April 22, 2016

લોહાણા યુવક પ્રગતિમંડળ દ્વારા રવિવારે ઓપન સૌરાષ્ટ્ર રઘુવંશી ચેસ ટુર્નામેન્ટ-inf. by Ashok Hindocha M-94262 54999

લોહાણા યુવક પ્રગતિમંડળ દ્વારા રવિવારે ઓપન સૌરાષ્ટ્ર રઘુવંશી ચેસ ટુર્નામેન્ટ


રાજકોટ લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા સૌરાષ્ટ્રના તમામ રઘુવંશી ખેલાડીઓ માટે ઓપન સૌરાષ્ટ્ર રઘુવંશી ચેસ ટુર્નામેન્ટનું તા.૨૪ રવિવારે સવારે ૯ કલાકે કેશરીયા લોહાણા મહાજન વાડી, કરણપરા ચોક ખાતે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીના અધ્યક્ષસ્થાને આયોજન કરેલ છે. જેમાં ત્રણ વિભાગમાં ખેલાડીઓ ભાગ લઇ શકશે. બાળકો-વડીલો-બહેનો-યુવાનો માટે પણ સ્પર્ધા રાખવામાં આવેલ છે. ખેલાડીઓ માટે બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. વિજેતાઓને ઇનામો ચેમ્પીયન ટ્રોફી,  રનીંગ શિલ્ડ કેશ એવોર્ડઝ વગેરે દાતા પરિવાર શ્રી પી.પ્રભુદાસ એન્ડ કું. નર્મદાબેન પ્રભુદાસ દક્ષિણી મેમોરેલ ટ્રસ્ટ, જીમ્મીભાઇ દક્ષિણી પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમમાં વિણાબેન પાંધી, જનકભાઇ કોટક, અશોકભાઇ કુંડલીયા, ડો.વી.એસ.ચંદારાણા, ચંદ્રકાંતભાઇ તન્ના, રીટાબેન કોટક, શૈલેષભાઇ ગણાત્રા, મીતલ ખેતાણી, છબીલભાઇ નથવાણી તથા સુરેશભાઇ દક્ષિણી, મીનાક્ષીબેન દક્ષિણી, જીમ્મીભાઇ દક્ષિણી, કિરીટભાઇ દક્ષિણી, નરેશભાઇ ઠક્કર, સુરેશભાઇ કાથરાણી તથા અનેક રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તમામ રઘુવંશી ભાઇઓ-બહેનોએ સમયર ઉપસ્થિત રહેવા યોગેશ જસાણી, ડો.રાડીયા, અશોક હિન્ડોચા, ભુપેન્દ્ર કોટક, પરેશ તન્ના, સંજયભાઇ કક્કડ, પ્રકાશ સુચક, હિતેશ પોપટ, મનસુખ કોટેચા, પ્રકાશ ઠક્કર, શૈલેષભાઇ કક્કડ, વિનોદભાઇ બુધ્ધદેવએ યાદીમાં જણાવેલ છે.

Sunday, February 21, 2016

સ્થળ - સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ, લાઇફ બિલ્ડીંગ, રેસકોર્સ રીંગરોડ, રાજકોટ, ગુજરાત-360001. 25 ફેબ્રુઆરી, 2016. સમય- સવારે 9 થી 4. WORKSHOP APPLICATION LINK: Click here to apply for the workshop -inf. by Ashok Hindocha M-94262 54999

અમે  ગાઇડ સ્ટાર ઇન્ડિયા, તમારી ઓનલાઇન ઉપસ્થિતિ  સુધારવા અને ફંડ ઊભું કરવાની ક્ષમતા વધારવા માટેની વર્કશોપનું આમંત્રણ  આપતા  આનંદ  અનુભવીએ છીએ. હાલમાં થયેલા  FCRA માં થયેલા ફેરફારો પર  વિશેષ બેઠક પણ  હશેઅમે ભારત ભર માં  લગભગ 1500 NGOની ક્ષમતા વધારવા 20 વર્કશોપ નું આયોજન કરી રહ્યા છીએ. આમાં ભાગ લેવો નિઃશુલ્ક  છે. જેને માટે અમે ટાટા ટ્રસ્ટ ના આભારી છીએ. આ વર્કશોપ  25  ફેબ્રુઆરીએ  યોજાશે. જેમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ હશે.

સ્થળ - સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ, લાઇફ બિલ્ડીંગ, રેસકોર્સ રીંગરોડ, રાજકોટગુજરાત-360001.
25 ફેબ્રુઆરી, 2016.
સમય- સવારે  9 થી 4.
WORKSHOP APPLICATION LINK: Click here to apply for the workshop  http://www.guidestarindia.org/GuideStar_India_Workshop_Registration.aspx.

અમે  આ વર્કશોપ ના આયોજનના સહયોગ માટે ઉપરોકત  ટ્રસ્ટ ના  આભારી છીએ. આ વર્કશોપ માં અમે બે વિમોચન પણ કરીશું.    
1.       ગાઇડ સ્ટાર  ઇન્ડિયા પારદર્શિતા એવોર્ડ GuideStar India NGO Transparency Awards 2016
2.       મિ. જે.કે. ચટ્ટોપાધ્યાયપૂર્વ નાયબ અધિકારી( FCRA) લિખિત  પુસ્તક ની નવી આવૄત્તિ, જે GSN સાથે ના NGO ને આકર્ષક  કિંમતે પ્રાપ્ત  થશે.
સ્થળ ના નિયમ પ્રમાણે  બેઠકવ્યવસ્થા વહેલા તે પહેલાના રણે  રહેશે. ભાગ લેવા માટે  ગાઇડ સ્ટાર ઇન્ડિયા ની પૂર્વ  મંજૂરી  જરૂરી છે.       

                                   ..     
વર્કશોપ નો હેતુઃ     
આપણો લગભગ  20 લાખ  નાગરિક  સમૂહ સંસ્થાઓનો દેશ છે છતાંય  દાતાઓ  અને કોર્પોરેટ ની ફરિયાદ રહે છે કે તેમના પસંદગીના વિસ્તાર માં કામ કરતા NGO ને શોધવા મુશ્કેલ  છેસંસ્થાનું નામ જાણતા  હોવા છતાસંસ્થામાં સાચી વ્યક્તિનો સંપર્ક કરવો અઘરો હોય છે. જોકેગૂગલના જમાનામાં વિશ્વાસુ NGO  શોધવા અને સંપર્ક  કરવા  સહેલું નથીએ ફંડ  ઊભુ કરવાની તમારી  આવડતને સ્પર્શે છે. વિશેષતઃ ભારત માં દરેક વર્ષે  ઓનલાઈન રુ. 250 કરોડ ઊભા કરવા નો અંદાજ હોય અને વિશ્વ માં આપવા માટે ઓનલાઇન આપવું એ ઝડપથી વિકસતું સ્વરુપ છે. 

ગાઇડ સ્ટાર ઇન્ડિયા -
ગાઇડ સ્ટાર ઇન્ડિયા  એ ભારત નીસૌથી મોટી NGO માહિતી  આપતી સંસ્થા છેઅમારુ  પોર્ટ લ www. guidestarindia.org એ ભારત નુ 5800  થી વધારે NGO ની માહિતી  આપે છે. અમારા  ઓફલાઇન ડેટાબેઝ ના બીજા   1 લાખ+ NGO ને લીધે અને ઉદ્યમશીલ NGO ને લીધે અમે NGO સાથે સંકળાવાનો સમય અને કિંમત ઘટાડી છે. ગાઇડ સ્ટાર ઇન્ડિયા  એ કેવી રીતે  ભારતીય NGO માહિતી  અને  અહેવાલ આપે છે  અને કેવી રીતે લોકો ને સમજવા , વાતચીત  કરવી તથા NGO સાથે  જોડવા  તે બાબતે સર્વાંગી  પરિવર્તન  લાવ્યું છે.
અમારી  ઊર્જા સભર શોધ  ઊપયોગકર્તાને  પળવારમાં NGO શોધી અને સંપર્ક  કરાવી આપે છે. ગાઇડ સ્ટાર ઇન્ડિયા માં જોડાઇને એક NGO,  પારદર્શી  અને જવાબદાર સંસ્થા  તરીકેનું વચન દર્શાવે છે. ગાઇડ સ્ટાર ઇન્ડિયા માં નોંધણી  NGO માટે  નિઃશુલ્ક  છે. ગાઇડ સ્ટાર ઇન્ડિયા  NGO ના વિશાળ સમુદાયનું સર્જન કર્યુ છે  જે સહેલાઈથી  વ્યક્તિઓને  અને સંસ્થાઓ ને સાધનો અને તકો પૂરા પાડે છે.
આ વર્કશોપ નું ધ્યેય તમારી ઇન્ટરનેટ  ઉપસ્થિતિ  સુધારવા નો અને ફંડ ઊભું કરવાની  ક્ષમતા વધારવા નો છે . 
દરેક NGO માંથી  એક વ્યક્તિ ભાગ લઇ શકશે.વહેલા તે પહેલા ના ધોરણે  નોંધણી  માટે  ફોર્મ  ભરવુ જરુરીછે.   ફોર્મ ભર્યાના બે દિવસ માં આપને નોંધણી ના સમર્થન નો ઈ- મેઇલ મળી જશે.

મુદ્દા ની યાદીઃ
1) નોંધણી  અને પરિચય
2)  અમારા  સ્થાનિક વર્કશોપ પાર્ટનર દ્વારા સ્વાગત 
3)  તમારી  ઓનલાઇન  ઉપસ્થિતિ ને કેવી રીતે  શા માટે  નિયંત્રણ  કરવું
4)  ચા માટેનો વિરામ
5)  www guidestarindia.org ને તમારા ફાયદા માટે  અસરકારક રીતે  ઉપયોગ કરવો 
6) નોંધણી કરાવી તમારી પ્રોફાઈલ ચકાસી જુઓ
7) એવોર્ડ અને પુસ્તક  વિમોચન 
8) લંચ
9) ગાઇડ સ્ટાર ઇન્ડિયા પારદર્શિતા એવોર્ડ ને કેવી રીતે  લાગુ  કરવો અને સ્વયં પ્રમાણિત થવું
10)  આ સર્ટિફિકેટ ને ફંડ ઊભુ કરવાની  ક્ષમતા વધારવા કેવી રીતે  ઉપયોગ માં લેવું
11) ગાઇડ સ્ટાર ઇન્ડિયા   એ પ્રમાણિત કરેલા NGO નું અભિવાદન. 
12) FCRA માં થયેલા ફેરફારો નુ અમલીકરણ 
13)  તમારી ફંડની પ્રપોઝલને કેવી રીતે  સુધારશો
14) છેલ્લે  થોડી ટિપ્પણી  અને હવેના પગલાંની ચર્ચા 
ગાઇડ સ્ટાર ઇન્ડિયા નાCEO  પુષ્પા અમન સિંઘ વર્કશોપ નું સંચાલન ગુજરાતી અને અંગ્રેજીમાં  કરશે.સ્થળ પરની નોંધણી સંગીતા મુખરજી સંભાળશે.

નોંધણી ની શરતોઃ
1) સંસ્થા ટ્રસ્ટસોસાયટી  અથવા કંપની એક્ટ ના sec 8/ 25 પ્રમાણે નોંધાયેલી  હોવી જોઈએ. 
કોઈCBO કે NGO શરુ કરવા માગતા  હોય તેમને પ્રવેશ નથી 
2)  સંસ્થા નો IT  PAN NO. ફરજીયાત
3) દરેક સંસ્થા માથી માત્ર એક વ્યક્તિ ને પ્રવેશ. 
4) સંસ્થા ના ટ્રસ્ટી / સ્ટાફ, CFO, અને નાણા વિભાગ ના ઉપરી ભાગ લઇ શકશે.
5)  આખો દિવસ  વર્કશોપ મા હાજર રહેવુ જરુરી.
6) કોઈ કારણ થી NGO માટે કામ કરતી વ્યક્તિ  
7)   ઓનલાઇન  ફોર્મ  ભર્યા બાદ  સંમતિ  મળી હોય તે મેઇલ ધરાવનાર વ્યક્તિ. 

વર્કશોપ  ના  ફાયદાઃ
1) ઓનલાઇન  દાતાઓ નેમેળવવા તમારી વેબસાઈટ ને સુધારવી
2)   પોર્ટલ માં તમારી ઓનલાઇન ઉપસ્થિતિ નુ સર્જન 
3) www. Guidestarindia.org  પર તમારી હાજરીનો ફાયદો.
4)  એક સફળ ગ્રાન્ટ  પ્રપોઝલ કેવી રીતે  લખવી અને દાતાઓ શુ જુએ છે?
5) FCRA અને આવકવેરા સાથે નુ કામ
6)  ગાઇડ સ્ટાર ઇન્ડિયા  વાર્ષિક  અહેવાલ ને ભરવો અને ઉપયોગમા લેવો. 
7) ગાઇડ સ્ટાર ઇન્ડિયા પારદર્શિતા એવોર્ડ માટેની અરજી 
WORKSHOP APPLICATION LINK: Click here to apply for the workshop http://www.guidestarindia.org/GuideStar_India_Workshop_Registration.aspx.

If you would like to know more about us or have other questions, write to us at   register@guidestarindia.orgor call on 022-26856900/ 99.

Please feel free to invite other NGOs in your network .  

Best regards,
PushpaAman Singh
Founder & CEO
GuideStar India
An initiative of Civil Society Information Services India

108, D-Definity | Jay Prakash Nagar Road | Goregaon (E) | Mumbai 400063. India. Call +91-22-26856900/ 98/ 99
Also, visit our portal on giving to India: http://www.indiagivingnetwork.org


Monday, February 15, 2016

ચાણક્ય ના નિતી સુત્રો www.ashokhindocha.blogspot.com M-94262 54999


ચાણક્ય ના નિતી સુત્રો 
www.ashokhindocha.blogspot.com M-94262 54999

સોનામાં કદી સુવાસ હોતી નથી, શેરડી ઉપર કદી કોઇએ ચંદનનાં ફૂલો ઊગતા જોયા નથી શું સર્વ શક્તિમાન ઇશ્વર આવું કરી શકતો ન હતો..? ઇશ્વરને આવું કરવાં કોઇ બુધ્ધિશાળીએ સલાહ નહિ આપી હોય..? આવું વિચારતા તમે જરૂર આશ્ચર્ય પામશો..!! પરંતુ.. એ ભૂલશો નહિ કે બધુ નિયમોને આધિન રહીને જ થઇ રહ્યું હોય છે. આ જ નિયમોનું પાલન ખુદ સર્જનહારે પણ કરવું પડે છે. આ નિયમો પ્રમાણે જ પ્રકૃતિ ચાલી રહી છે.

સંતાન અને પાણીમાં કોઇ અંતર નથી. એને જે પાત્રમાં નાખો તેવો જ આકાર લઇ લેશે. એ તો મા-બાપનાં વ્યવહાર પર નિર્ભર છે કે તેઓ એમને કેવી કેળવણી આપે છે.

પ્રમાણિક અને બુધ્ધિશાળી સંતાન સેંકડો બુધ્ધિહીન સંતાનો કરતા પણ શ્રેયકર છે.

પોતાની સીમા બહાર જનારા, મર્યાદા તોડનારા હંમેશા છેતરાય છે.

કોઇનું તપ, દાન, વિજ્ઞાન, સુશીલતા, નીતિ વગેરે જેવા ગુણો જોઇને આશ્ચ્રર્યમાં પડી જવું ન જોઇએ, કારણ કે દુનિયામાં એક કરતાં એક ચડિયાતા માણસો મળી આવે છે.

બુરાઓ સાથે હંમેશા બુરો જ વર્તાવ કરવો જોઇએ.

વગર બોલાવ્યે કોઇને ઘરે જવું, બે વ્યક્તિઓની વાતચીતમાં વચ્ચે બોલવું અને હકીકત જાણ્યા વગર દાન આપવું – આ બધા કામો બુરા છે.

સુંદર કન્યા, રૂપવતી વિધવા, ઘરડો વિધુર, સાંઢ, ઢોંગી, સન્યાસી અને તાંત્રિક આ બધાથી હંમેશા બચીને રહેવું જોઇએ.

હાથીને અંકુશથી, ઘોડાને ચાબુકથી, શિંગડાવાળા પશુને દંડાથી શિક્ષા કરવી જોઇએ. પ્રત્યેક સાથે એનાં સ્વભાવ પ્રમાણે અને અનુસાર સજા કરવી જોઇએ. બધાને એક જ દંડાથી ક્યારેય હાંકી શકાતા નથી.

પાણીનું ટીપુ ગરમ તવા પડ્યું ને વરાળ બની ઊડી ગયું, કમળ પર પડ્યું ને મોતીને જેમ ચમક્યું, માછલીનાં પેટમાં ગયું ને મોતી બની ગયું. જે જેવા સ્થાન પર રહે છે તેવું જ તે સ્વરૂપ ધારણ કરે છે.

જે લોકો મળેલી વસ્તુને છોડીને એવી વસ્તુ પાછળ દોડે છે જે મળવાની આશા જ ન હોય, એવા લોકો મળેલી વસ્તુ પણ ખોઇ બેસે છે.

ધનનો નાશ, મનની શાંતિનો ભંગ, પત્નીની ચારિત્રની શંકા, તુચ્છ વ્યક્તિએ કરેલ અપમાન – આ બધુ ક્યારેય બુધ્ધિશાળી મનુષ્ય બીજાને કહેતો નથી.

પાપ અને અત્યાચારથી કમાયેલુ ધન વધારેમાં વધારે ૧૦ વર્ષ સુધી પાસે રહે છે.

રાજા, બાળક, અજાણ્યો કૂતરો, મૂર્ખ વ્યક્તિ, સાપ, સિંહ અને સૂવર. આ સાતને ક્યારેય પણ સૂતા હોય ત્યારે જગાડવા ન જોઇએ.

જે વ્યક્તિ નિસ્તેજ કે પ્રભાવહીન છે તેનાં પ્રસન્ન હોવા ઉપર નથી કોઇને લાભ થતો કે તેની નારાજગી ઉપર કોઇને નુકશાન થતું.

આજનાં યુગમાં આડંબરનું પણ એક અલગ મહત્વ છે. એ જુઠાણું હોય તો પણ તેને કારણે વ્યક્તિને ઘણીવાર કાંઇને કાંઇ લાભ તો મળી જ જાય છે.