Monday, February 15, 2016

વિરમગામ તાલુકાના કમીજળા ગામે શ્રી લોહાણા મહાપરિષદ આયોજીત આંતરરાષ્ટ્રીય રઘુવંશી સંમેલનમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ ................... શિક્ષિત-દિક્ષિત અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતી કન્યાઓ ધરાવતો સમાજ જ પ્રગત્તિ કરી શકે છે : મુખ્યમંત્રીશ્રી .................. સમાજની સમસ્યાઓ અને વાડાબંધી દૂર કરવા માટે સમાજ મોવડીઓ આગળ આવે : મુખ્યમંત્રીશ્રી .................. રાજ્ય સરકારના પ્રયત્નોથી કન્યા શિક્ષણ અને કન્યા જાતિ પ્રમાણમાં છેલ્લાં દસકામાં નોંધપાત્ર સુધારો થયો છે : મુખ્યમંત્રીશ્રી

વિરમગામ તાલુકાના કમીજળા ગામે શ્રી લોહાણા મહાપરિષદ આયોજીત આંતરરાષ્ટ્રીય રઘુવંશી સંમેલનમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

...................
શિક્ષિત-દિક્ષિત અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતી  કન્યાઓ
ધરાવતો સમાજ પ્રગત્તિ કરી શકે છે : મુખ્યમંત્રીશ્રી
..................
સમાજની સમસ્યાઓ અને વાડાબંધી દૂર કરવા માટે  સમાજ મોવડીઓ આગળ આવે  : મુખ્યમંત્રીશ્રી
..................
રાજ્ય સરકારના પ્રયત્નોથી કન્યા શિક્ષણ અને કન્યા જાતિ પ્રમાણમાં
છેલ્લાં દસકામાં નોંધપાત્ર સુધારો થયો છે  : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્યું છે કે, શિક્ષિત-દિક્ષિત અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતી કન્યાઓ ધરાવતો સમાજ પ્રગત્તિ કરી શકે છે અને તે સમાજ સંસ્કારી અને સુવાસિત બને છે. ઉદ્દાત વિચારધારાના પ્રવર્તક રવિભાણ સંપ્રદાયના સદગુરૂ શ્રી ભાણ સાહેબની ૩૧૮મી જન્મજયંતિના અવસરે જાણીતા રામાયણી શ્રી મોરારીબાપુના વ્યાસાસને વિરમગામ તાલુકાના કમીજળા ખાતે યોજાઈ રહેલી રામકથાના બીજા દિવસે શ્રી લોહાણા મહાપરિષદ આયોજીત આંતરરાષ્ટ્રીય રઘુવંશી સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે મારા તારાની વાડાબંધી તોડીને સમાજ એક અને નેક બની શકે છે અને રાજ્ય તથા રાષ્ટ્રના વિકાસમાં સંવાહક બને છે. સમાજ મોવડીઓ માટે આગળ આવે, ગરીબના ઘર સુધી રોટલો પહોંચે તે માટે સમાજ શ્રેષ્ઠીઓ કર્મશીલ બને તે માટે મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક અનુરોધ કર્યો હતો.

   
મુખ્યમંત્રીશ્રીએ કન્યા કેળવણી અને કન્યા તંદુરસ્તી માટે સમાજમાં જાગૃત્તિ ફેલાવવા અને સમાજને સંવર્ધિત કરવા માટે આહવાન કરતા જણાવ્યું હતુ કે, કન્યા કેળવણી અભિયાનના કારણે વર્ષ ૨૦૦૧માં કન્યા શિક્ષણનું પ્રમાણ ૫૮ ટકા હતુ તે વર્ષ ૨૦૧૧માં ૭૪ ટકા થયુ છે. કન્યા જાતિ પ્રમાણ કે જે વર્ષ ૨૦૦૧માં ૮૦૨ હતુ તે વધીને ૨૦૧૧માં ૯૦૪ થયુ છે. રાજ્યમાં ૫૬ લાખ બહેનોની આરોગ્ય તપાસણી થઈ છે અને તેમાં કેન્સરગ્રસ્ત જણાયેલ બહેનોને નજીકની સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે તેમ તેઓએ ઉમેર્યુ હતુ. રઘુવંશી સમાજ દ્વારા કન્યા કેળવણી માટે અપાયેલા રૂ. લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીએ સ્વીકાર્યો હતો. લોહાણા યુવા સમાજ દ્વારા ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં લોહીની જરૂરિયાત માટે રક્તદાતા ઉપલબ્ધ બને તે માટેની મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે તેની મુખ્યમંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. લોહાણા સમાજ દ્વારા આગામી સમયમાં અંબાજી ખાતે શરૂ કરવામાં આવનાર હોસ્પિટલના પ્રકલ્પ માટે તેઓએ અભિનંદન આપ્યા હતા. પ્રખર રામાયણી શ્રી મોરારી બાપુ તથા ભાણ સાહેબની ગુરૂ ગાદીના મહંત શ્રી જાનકીદાસ બાપુએ પ્રસંગે આર્શીવચન પાઠવ્યા હતા. લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ કોટકે સ્વાગત પ્રવચન કર્યું હતુ. રઘુવંશી સમાજનો ઈતિહાસ અને વિકાસ ગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. લોહાણા સમાજના વિદેશ વિભાગમાં નિયુક્ત ઉપપ્રમુખોને મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે નિમણૂંકપત્રો આપવામાં આવ્યા હતા પ્રસંગે ધારાસભ્યો, સર્વશ્રી નિમાબહેન આચાર્ય-મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ધારાસભ્યો કમાભાઈ રાઠોડ અને શ્રી પ્રાગજીભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, જીલ્લા કલેકટર શ્રી રાજકુમાર બેનિવાલ, પ્રાંત અધિકારી શ્રી કે.વી.ભાલોડિયા તથા સંતો મહંતો અને લોહાણા સમાજના દેશ-વિદેશથી પધારેલા આગેવાનો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Monday, February 8, 2016

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદે કાશ્‍મીરાબેન નથવાણીની સર્વાનુમતે વરણી-iinf. by AShok Hindocha Rajkot M-94262 54999

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદે
કાશ્‍મીરાબેન નથવાણીની સર્વાનુમતે વરણી

રાજકોટ, તા. ૮ : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદે યુવા, શિક્ષીત, સેવાભાવી મહિલાશ્રેષ્‍ઠી શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સમગ્ર લોહાણા સમાજમાં હર્ષોલ્લાસ છવાયો છે. જુનાગઢ ખાતે સમગ્ર સૌરાષ્‍ટ્રના મહાજનોની હાજરીમાં શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. રાજકોટ લોહાણા મહાપરીષદના પ્રથમ મહિલા પ્રમુખ બનતા કાશ્‍મીરાબેનને શ્રી લોહાણા મહાપરીષદના તમામ સભ્‍યો તેમજ લોહાણા સમાજ દ્વારા શુભેચ્‍છાઓ પાઠવાઇ હતી. પદગ્રહણ કર્યા બાદ કાશ્‍મીરાબેને પૂ. હરીચરણદાસજી બાપુના પણ આશીર્વાદ લીધા હતા. મેડિકલ, શૈક્ષણિક, સામાજીક, સેવાકીય, ધાર્મિક સહિતના ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્‍ઠ યોગદાન આપવા અને સ્‍વ. જેન્‍તીભાઇ કુંડલીયા, સ્‍વ. ભગવાનજીભાઇ નથવાણી, ડો. હર્ષદભાઇ ખખ્‍ખર અને વીણાબેન પાંધીએ કરેલા યશસ્‍વી કાર્યોને આગળ વધારવા આહવાન કર્યુ હતું. જાહેરજીવનના વરીષ્‍ઠ અગ્રણી સ્‍વ. ચીમનભાઇ શુકલના દિકરી તેમજ પીઢ સ્‍વાતંત્રસેનાની સ્‍વ. વાલજીભાઇ નથવાણીના પુત્રવધુ તથા યુવા વેપારી બકુલભાઇ નથવાણીના ધર્મપત્‍ની શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી છે. તેઓની વરણીનો ઠરાવ શ્રી લોહાણા મહાપરીષદના વરીષ્‍ઠ ટ્રસ્‍ટી સુશ્રી વીણાબેન પાંધીએ મુકેલો હતો. જેઓને પૂર્વ મેયર જનકભાઇ કોટક અને કેળવણીકાર નવીનભાઇ ઠક્કરે સમર્થન આપતા તેમજ મહાજનની સમિતિએ સર્વાનુમતે કાશ્‍મીરાબેનની વરણી કરેલ હતી.

આ પ્રસંગે શ્રીમતિ નથવાણીએ જણાવ્‍યું હતું કે લોહાણા મહાજનના પ્રમુખ તરીકે મને જે સ્‍થાન અપાયુ છે, જવાબદારી સોંપી છે તે બદલ હું સમાજની આભારી છું. ડો. હર્ષદભાઇ ખખ્‍ખર સાથે મને ઘણા વર્ષો સુધી વિવિધ હોદા પર રહી કાર્ય કરવાની જે તક મળી છે તે બાબતે હું તેમની ખાસ ઋણી રહીશ. સ્‍વ. જયંતિભાઇ કુંડલીયાના કાર્યકાળ દરમિયાન માનદમંત્રી ડો. હર્ષદભાઇ ખખ્‍ખર સાથે વર્ષો સુધી કાર્ય કરતાં વહીવટી બાબતો વ્‍યવહારો, કુશળતાપૂર્વક પ્રશ્નો ઉકેલવાની કાર્યપધ્‍ધતી મને શીખવા મળી બાદ ડો. ખખ્‍ખરે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદ સંભાળ્‍યુ ત્‍યારે મને કારોબારી પ્રમુખ તરીકેની જવાબદારી આપી ત્‍યારે સૌથી વિશેષ સમય તેઓની સાથે કામ કરવાની તક મળી. સાંગણવા ચોક, કરણપરા, કાલાવડ રોડ તેમજ બે હોલ જંકશન પ્‍લોટ અને વાણીયાવાડી વિસ્‍તારના કુંડલીયા હોલ મહાજન સંલગ્ન એવી રઘુવંશી સમાજની સંસ્‍થાઓ સાથેનો સંપર્ક વ્‍યવહાર આ ઉપરાંત હરીદ્વાર, શ્રીનાથજી, દ્વારકાના અતિથિગૃહનું સંચાલન, સંકલન સંભાળવું. હાલ જે નવી જવાબદારી મને સોંપવામાં આવી છે તે શ્રધ્‍ધાપૂર્વક, વફાદારીથી નિભાવીશ તેમ અંતમાં જણાવ્‍યું હતું. શ્રીમતિ કાશ્‍મીરાબેન નથવાણી (મો. ૯૮૯૮૨ ૨૦૧૨૦) ને પ્રવિણભાઇ કોટક, ઉમંગભાઇ ઠક્કર, યોગેશભાઇ લાખાણી, પરેશભાઇ ભુપતાણી, હિમાંશુભાઇ ઠક્કર, પીયુષભાઇ ગડ્ડા, મીતલભાઇ ખેતાણી, નીતિનભાઇ રાયચુરા, સુરેશભાઇ ચંદારાણા, યોગેશભાઇ પૂજારા, શૈલેષભાઇ પૂજારા, હસુભાઇ ભગદેવ, ભરતભાઇ રેલીયા વિ. એ શુભેચ્‍છા પાઠવી હતી.


લોહાણા મહાપરીષદ દ્વારા કાશ્‍મીરાબેન નથવાણીનું અભિવાદન

રાજકોટઃ સમસ્‍ત વિશ્વના ૨૫ લાખ રઘુવંશીઓનું પ્રતિનિધીત્‍વ કરતી માતૃસંસ્‍થા શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા રાજકોટ લોહાણા મહાજનના નવનિયુક્‍ત, યુવા પ્રમુખ અને સમગ્ર વિશ્વના મહાજનના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા પ્રમુખ બનેલા અને સર્વાનુમતે નિમણુંક પામેલા શ્રી લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણીનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે પ્રવિણભાઇ કોટકે પૂર્વ પ્રમુખ ડો. હર્ષદભાઇ ખખ્‍ખર, સુશ્રી વિણાબેન પાંધીના સતત માર્ગદર્શન બદલ અંતરનો રાજીપો વ્‍યક્‍ત ર્ક્‍યો હતો તથા શ્રી લોહાણા મહાપરીષદની સમગ્ર વૈશ્વીક ટીમ વતી રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમને અભિનંદન આપ્‍યા હતાં. ડો. હર્ષદભાઇ ખખ્‍ખરે રઘુકૂળ ભામાશા પૂ. જયંતીભાઇ કુંડલીયાનું બહેનોને જાહેર જીવન તથા જ્ઞાતિમાં સક્રિય કરવાનું સ્‍વપ્‍ન આજે સાર્થક થયું તેમ જણાવ્‍યું હતું. આ તબક્કે શ્રી લોહાણા મહાપરીષદના યુવા મંત્રી શ્રી હિમાંશુભાઇ ઠક્કર, સંયુક્‍ત મંત્રી મિતલ ખેતાણી, રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ (સંગઠન) નિતીનભાઇ રાયચૂરા, ડો. રમેશભાઇ ભાયાણી, સૌરાષ્‍ટ્ર વિભાગના સુરેશભાઇ ચંદારાણા, યોગેશભાઇ પુજારા, શૈલેષભાઇ ગણાત્રા, હસુભાઇ ભગદે, અશોકભાઇ હિંડોચા, ભરતભાઇ રેલીયા, રમેશભાઇ ઠક્કર,  નિતીનભાઇ નથવાણી, ઉમેશભાઇ નંદાણી, ડાયાલાલભાઇ કેસરીયા, ડો. પરાગ દેવાણી, મિતેશ રૂપારેલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં. આ તબક્કે ઉલ્લેખનીય છે કે રાજકોટ લોહાણા મહાજનના નવનિયુક્‍ત પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી માતૃસંસ્‍થા લોહાણા મહાપરીષદમાં સંયુક્‍ત મંત્રી તરીકેની જવાબદારી પણ સફળતાપૂર્વક વહન કરી રહ્યાં છે. (Courtesy : Akila Daily)

Thursday, February 4, 2016

લોહાણા મહાજનના પ્રમુખપદેથી ડો. હર્ષદભાઇ ખખ્‍ખર સ્‍વૈચ્‍છીક સેવા નિવૃત્ત

લોહાણા મહાજનના પ્રમુખપદેથી
ડો. હર્ષદભાઇ ખખ્‍ખર સ્‍વૈચ્‍છીક સેવા નિવૃત્ત

સમગ્ર  ભારતમાં રાજકોટ લોહાણા મહાજનને પ્રજમ હરોળમાં સ્‍થાન અપાવનાર લોહાણા મહાજનના પ્રમુખ ડો. હર્ષદભાઇ ખખ્‍ખર સ્‍વૈચ્‍છીક સેવાનિવૃત્ત થઇ પ્રમુખપદનો ચાર્જ બંધારણીય ઉત્તરાધિકારીને સોંપ્‍યો છે. તેઓએ સહયોગ આપનાર સૌનો આભાર માન્‍યો હતો. ડો. હર્ષદભાઇ ખખ્‍ખરએ તેઓના સમગ્ર કાર્યકાળ દરમ્‍યાન લોહાણા મહાજનના મંત્રી, કારોબારી પ્રમુખ તથા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્‍યાન મહાજનના સાથી કાર્યકરો, સંલગ્ન સંસ્‍થાઓના પદાધિકારીઓ તથા મહાજનના કર્મચારી ગણે તેઓમાં વિશ્વાસ મૂકી જે સાથ અને સહકાર આપેલ છે. તેની ફળશ્રૃતિરૂપે રાજકોટ લોહાણા મહાજનને ભારતભરમાં પ્રથમ હરોળમાં સ્‍થાન મળ્‍યું એટલુ જ નહીં પણ વૈશ્વિક લોહાણા મહાપરિષદમાં આજે ટ્રસ્‍ટી તરીકે સમીતી ચેરમેન, સંયુકત મંત્રી, રાષ્‍ટ્રીય મંત્રી તરીકે રાજકોટના આપણા ભાઇઓની નિમણૂંક થયેલ છે તેનું આપણેને સૌવને ગોૈરવ છે.

આમ, સૌરાષ્‍ટ્રના જામનગર જીલ્લા જોડીયા ગામમાં તા. ર૦ એપ્રિલ-૧૯૪૦ના રોજ જન્‍મ થયો અને બચપણથી હાઇસ્‍કૂલ સુધી શિક્ષણ જોડીયા મુકામે લઇ જામનગરની મેડીકલ કોલેજમાંથી ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ.ની ડીગ્રી પ્રથમ નંબરે મેળવી સૌરાષ્‍ટ્ર યુનિ. મેડીકલ ફેકલ્‍ટીમાં એમ.એસ. સર્જનની ડીગ્રી સને-૧૯૬૮ની સાલમાં મેળવી ડો. તરીકેની વ્‍યવસાયીક કાર્યક્ષેત્ર શરૂ કરેલ તેઓ તેઓની કારકિર્દી દરમ્‍યાન જુદી જુદી વ્‍યવસાયીક, સામાજીક તથા જ્ઞાતિ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિઓ કરેલ છે. જેમાં ૧૯૬૮ થી ૬૯ સીવીલ સર્જન દ્વારકા ૧૯૭૪ સુધી સુપ્રીન્‍ટેન્‍ડન માધ્‍યીમક આરોગ્‍ય કેન્‍દ્ર, રાજુલા જયાં લોહાણા મહાજનમાં ૧૯૭૧થી ૧૯૭૪ સુધી નગરપાલિકાના ઉપપ્રમુખ -શિક્ષણ સમિતિના ચેરમેન. ૧૯૭પ થી ૧૯૮૧ કેશોદ મુકામે પ્રાઇવેટ સર્જીકલ હોસ્‍પિટલ તથા ટી.બી. હોસ્‍પિટલમાં માનદ સર્જન તરીકે તથા લોહાણા મહાજનમાં સક્રિય સદસ્‍ય તેમજ કેશોદમાં પ્રીમીયર ઇંગ્‍લીશ સ્‍કૂલમાં નવું બીલ્‍ડીંગ બાંધી ૧૯૮૦-૧૯૮૧માં લોહાણા બોર્ડીંગમાં પ્રમુખપદે કામગીરી કરી અને ૧૯૮૧માં કેશોદ મેડીકલ પ્રમુખ તરીકે ચૂંટાયેલ. ૧૯૮૧ થી ૧૯૯૯ દરમ્‍યાન રાજકોટ મુકામે બસ સ્‍ટેશન ઉપર સંજીવની હોસ્‍પિટલ શરૂ કરી કુશળ સર્જન તરીકે નામના મેળવેલ છે તેમજ ૧૯૮રની સાલમાં ઓલ ઇન્‍ડિયા મેડીકલ એસોસી. સૌરાષ્‍ટ્ર વિભાગીય ઉપપ્રમુખ તરીકે ચૂંટાઇ આવેલા અને ૧૯૯૧-૯ર રાજકોટ સર્જન એસોસીએશનના પ્રમુખ તરીકે વરણી પામેલ અને લોહાણા સેવા મંડળ સંચાલીત, કૃષ્‍ણ ચિકિત્‍સાલયમાં માનદ સર્જન તરીકે સેવા આપેલ.

૧૯૯૯ની સાલમાં લોહાણા મહાજન, રાજકોટના કારોબારી સભ્‍ય નિમાયા અને જ્ઞાતિ સેવા માટે રાજકોટ લોહાણા મહાજનના મહામંત્રી તરીકે કાર્યભાર સંભાળેલ અને તેઓ રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ તરીકે સેવા આપેલ અને હાલ છેલ્લે તેઓ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળેલ. સન ર૦૦૦ની સાલમાં મહાજન મંત્રી તરીકે તેઓએ ચાર્જ સંભાળ્‍યો ત્‍યારે રાજકોટમાં લોહાણા મહાજનની ૩ વાડીઓ હતી જેની જગ્‍યાએ આજે ૬ લોહાણા મહાજનની વાડી છે. તેમજ પૂજય જશવંતીબેન જયંતીલાલ કુંડલીયા અતિથિ ગૃહ, નાથદ્વારા, હરિદ્વારમાં તથા દ્વારીકામાં અતિથિ ગૃહોનો કુશળ કાર્યભાર તેઓએ ટ્રસ્‍ટી તરીકે સંભાળેલ તેમજ ર૦૦૦ની સાલમાં લોહાણા મહાજન દાતાશ્રીઓ પાસેથી ફંડ લઇ કાર્ય કરતી હતી જે આજે પણ ચાલુ છે, પરંતુ આજે લોહાણા મહાજન પાસે પોતાનું રૂપિયા ૬પ,૦૦,૦૦૦/- ફીકસ ડીપોઝીટ (એફ.ડી.)નું ભંડોળ એકત્રીત જમા થયેલ છે. આમ, તેઓના સમયકાળ દરમ્‍યાન લોહાણા મહાજને દિન પ્રતિદિન સફળ કાર્યવાહી કરેલ છે. સને-ર૦૦૭માં રામેશ્વરમાં લોહાણા મહાપરિષદના ટ્રસ્‍ટી તરીકે વરણી થયેલ અને ર૦૦પ થી ર૦૧૦ના સમય દરમ્‍યાન લોહાણા મહાપરિષદના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળેલ અને સફળ કામગીરી કરેલ તેમજ તેઓ આર.સી.સી. બેંક રાજકોટના ડાયરેકટર તરીકે પણ નિમણૂંક પામેલ છે. ઉપરોકત તમામ કાર્ય તેઓએ પૂરેપૂરી નિષ્‍ઠાથી અને પ્રમાણીકતાથી સફળતાપૂર્વક પાર પાડવાના ધ્‍યેયથી કાર્યશીલ રહી તન-મન-ધનથી જ્ઞાતિના હિત માટે સેવા કાર્યો કરેલ છે અને આજ સુધીના તેઓના તમામ કાર્યોમાં સફળતા મળી છે અને તેનો સઘળો જશ સમગ્ર રઘુવંશી સમાજનો છે.  સમયના વહેતા પ્રવાહ સાથે તેઓના વનપ્રસ્‍થાશ્રમ પૂર્ણ થવાની ઉંમરે (૭૬ વર્ષ) હવે શરીર થાક અનુભવે છે. ત્‍યારે આજ સુધી કરેલ કાર્યની સફળતાના સંપૂર્ણ આત્‍મ સંતોષ સાથે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ પદેથી તેઓનો ચાર્જ બંધારણીય ઉતરાધિકારીને સોંપી સ્‍વૈચ્‍છીક નિવૃત થયેલ છે.
ડો. હર્ષદભાઇ ખખ્‍ખર : મો : ૯૪૨૬૨ ૨૯૪૦૮ (Courtsy : akila daily)

Monday, February 1, 2016

MOST WEL COME- JAY Jalaram -Jay Lohana Mahaparishad-





www.ashokhindocha.blogspot.com
M-94262 01999
hindochaashok@gmail.com


www.lohanamahaparishad.org
Most Wel Come
Jay Jalaram

Sunday, January 10, 2016

દર વર્ષે પતંગની દોરીથી સેકડો નિર્દોષ પક્ષીઓના મોત થાયછે અને ઘણા વાહનધારકો પણ ઈજાગ્રસ્ત બને છે inf, by AShok Hindocha M-94262 54999

દર વર્ષે પતંગની દોરીથી સેકડો નિર્દોષ પક્ષીઓના
મોત થાયછે અને ઘણા વાહનધારકો પણ ઈજાગ્રસ્ત બને છે
inf, by AShok Hindocha M-94262 54999

::: લેખન - સંકલન  ::: અતુલ એન. ચોટાઈ  - રાજકોટ 
બ્લોગ : http://atulnchotai.wordpress.com


Inline image

ઉચી ઉડાન ભરવી, જીવનનો જલ્સો કરવો આ ખૂબ હકારાત્મક અભિગમ છે અને એટલે જ મકરસંક્રાતિ પર પતંગોત્સવ અતિ લોકપ્રિય છે. ઉત્સવ માણવો એ માનવ પ્રકૃતિની ઉન્નત મનોસ્થિતિ છે તો તેની ઉજવણી સભાનતાપૂર્વક બને તે પણ જોવાનું છે. નભ પર આપણુ સામ્રાજ્ય નથી તે પંખીઓનું વિશ્વ છે. આ અબોલ કુદરતી દેનની રક્ષા કરવી પણ આપણી નૈતિક ફરજ બને છે માટે પંખીઓના વિહરવાના સમયે જો આપણે પતગ ન ચગાવીએ તો તેની રક્ષા અને આપણી જવાબદારીનું સભાન ક્તૃત્વ થશે..

ઉતરાયણનો  તહેવાર આવી ગયો છે ત્યારે શહેરના આકાશમાં સવારથી સાંજ સુધી પતંગો જોવા મળે છે આપણને ખબર હશે જ  કે કપાયેલા પતંગની દોરીથી દર વર્ષે ઘણા નિર્દોષ પશુ - પંખીઓ અને માણસો પણ મોતને ભેટે છે. આ સંજોગોમાં પતંગ ઉડાડનાર લોકો જો થોડીક કાળજી રાખે તો નુકશાન અટકી શકે. ૧૪ મી જાન્યુઆરી મકરસંક્રાંતી એટલે પતંગ ઉત્સવ અને શીયાળાની ઠંડી આ બે વસ્તુ અને બાળકોની મસ્તીમાં કોઈના હાથ - પગ કે ગળું કપાય જાય નહીં અને અગાસીમાં પતંગ ઉડાડવાથી પડી ન જવાય તથા રાહદારીઓને નુકસાન કે અકસ્માત ન થાય તેની ખાસ તકેદારી આપણે સહુએ રાખવી જોઈએ. નિર્દોષ પશુ - પક્ષીઓનો જીવ ન લેવાય તે માટે પણ ધ્યાન રાખવું જરૂરી છે જેમાં પતંગ ઉડાડતી વખતે આજુબાજુમાં કોઈ સાથે ઝગડો ન થાય કે પડી ન જવાય તથા રાહદારીને નુકસાન ન થાય તે જોવું, બાળકોનું ધ્યાન દેવું, રજાનો દિવસ હોય દવાખાના તથા સારવાર કેન્દ્ર શરૃ રાખવા અને પક્ષીઓને ઈજા થાય તો સારવારની વ્યવસ્થા કરવી.

આપણા પરીવારના સભ્ય જેવા અબોલ પક્ષીઓની રક્ષા માટે સવારે ૧૦:૦૦ વાગ્યા પહેલા અને સાંજે ૫:૦૦ પછી પંતગ નહી ઉડાડવા સહુને વિનંતી છે. રાજકોટ સહીત લગભગ ગામોમાં એનિમલ હેલ્પલાઈન અને પાંજરાપોળ જેવી સંસ્થાઓ જ્ખ્મી થયેલા પક્ષીઓની સારવાર આપે છે તમે કોઈ નિર્દોષ પક્ષીઓ ને ઇજાગ્રસ્ત જોવો તો તાત્કાલીક તેને સારવાર મળે અને તેનો જીવ બચી જાય તેવો પુરતો પ્રયત્ન જરૂર કરવો.

ઉત્તરાયણના પતંગોત્સવ દરમિયાન જાનહાનિ / અકસ્માતના બનાવો ન બને તેની જાહેર જનતાને પૂરતી તકેદારી અને સાવચેતી રાખવા અંગે ગુજરાત રાજ્ય ના વહિવટીતંત્ર  દ્વારા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે તદઅનુસાર  (1) પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો (2) માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો (3) પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઇ પુરતી છે કે કેમ તેની ખાત્રી કરો (4) માથા ઉપરથી પસાર થતા વિજળીના તારથી દૂર રહો (5) ધાબાની આગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો (6) પતંગ ચગાવતાં બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે (7) ત્રણ "સ" યાદ રાખો... સમજદારી, સદભાવ અને સાવચેતી (8) સવારે ૬ - ૦૦ થી ૮ - ૦૦ અને સાંજે ૫ - ૦૦ થી ૭ - ૦૦ ના ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળીએ અને પક્ષીઓનું જીવન બચાવીએ..

:: આટલુ ન કરો ::

(1) સિન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવાયેલી તીક્ષ્ણ દોરી કે જે ચાઇનીઝ દોરી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે અને લોકોને તેના ઘા ની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહે છે. (2) વિજળીના તારમાં ફસાયેલા અને સબ - સ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો (3)  લૂઝ કપડાં ન પહેરવા, માથે ટોપી પહેરવી (4)  મકાનોના ગીચ વિસ્તારોમાં પતંગ ચગાવવા નહિ (5) ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો (6) પતંગ કપાઇ જાય તો આવા મકાન ઉપરની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહિ (7) થાંભલા કે મકાનમાં ફસાયેલાં પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંકવા (8) આપતકાલિન સમયે ૧૦૮ નંબર ઉપર સંપર્ક સાધવા  જણાવાયું છે.         

ગુજરાત સરકાર દ્વારા અલગ - અલગ   જિલ્લા તથા તાલુકા લેવલે મકરસંકાંતિ અને તેની નજીકનાં દિવસોમાં બાળકો તેમજ મોટેરાઓ પતંગ અને દોરા લૂંટવા જાહેર માર્ગો ઉપર દોડાદોડી કરે છે. જેના કારણે અકસ્માતો સર્જાય છે અને ટ્રાફીકની અવર - જવરને અવરોધ થાય છે. કેટલીક વખત જીવલેણ અકસ્માતો પણ થતા હોય છે. જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ - અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ પ્રસિધ્ધ કરી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે. જેમાં  કોઇપણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગો ઉડાડવા, પતંગો કે દોરા લુંટવા, હાથમાં વાંસ કે ઝાંખરા કે તેવા પ્રકારનાં કોઇપણ સાધનો સાથે જાહેર માર્ગો ઉપર વાહનવ્યવહારને અવરોધ થાય, વીજળીના કે ટેલીફોનના તાર પર લંગર નાખવા અથવા અકસ્માત સર્જાય તેવી પ્રવૃતિ કરવા માટે મનાઇ ફરમાવેલ છે અને  આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર વ્યક્તી ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર પણ થઇ શકે  છે માટે આ બાબતની પણ સાવધાની રાખવી જરૂરી છે.  આપણો પતંગ ઉડાડવાનો અતિ આનંદ પોતાના અને બીજા માટે જીવલેણ ના બની જાય તેની કાળજી લઈએ....  આવો જવાબદારી નિભાવીએ...


સહુ વાંચક મીત્રો ને ઉતરાયણ ના પર્વ ની ખુબ - ખુબ શુભ કામનાઓ...

Tuesday, January 5, 2016

૨૨ મી જાન્‍યુઆરી નાં રોજ લોહાણા નાત જમણ - મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન આ વખતે શાસ્ત્રી મેદાન ખાતે કાર્યક્રમ યોજાશે થેલસીમીયા નાબુદી એ આ વખતના નાતજમણનું મુખ્‍ય ધ્‍યેય-inf.by Ashok Hindocha M-94262 54999

૨૨ મી જાન્‍યુઆરી નાં રોજ લોહાણા નાત જમણ - મહાપ્રસાદનું  ભવ્‍ય આયોજન 

આ વખતે શાસ્ત્રી મેદાન ખાતે કાર્યક્રમ યોજાશે




થેલસીમીયા નાબુદી એ આ વખતના નાતજમણનું મુખ્‍ય ધ્‍યેય

રાજકોટ : આગામી તા.૨૨ મી જાન્‍યુઆરી નાં રોજ લોહાણા જ્ઞાતિનાં સરતાજ - ગોૈ માતાની રક્ષા કાજે લગ્ન મંડપ પડતો મૂકીને શહીદી વહોરનાર - દેશપ્રેમી પરમ શ્રધ્‍ધેય, લોહર ક્ષત્રિય રાજ્‍યનાં અંતિમ શાસક,  મહારાજ વીર દાદા જશરાજ ની પુણ્‍યતિથિ, શહીદ  દિન નીમીતે  દર વર્ષૅની પરંપરા મુજબ, આ વર્ષે પણ ‘‘સમસ્‍ત  લોહાણા જ્ઞાતિ ભોજન મહાપ્રસાદ''નું ભવ્‍ય, દિવ્‍ય આયોજન રઘુવંશી પરિવારના નિમીત યજમાન પદે, રાજકોટ ખાતે થયું છે. નાતજમણના મધ્‍યસ્‍થ કાર્યાૅલયનું જાગનાથ મંદિર ચોકમાં રઘુવંશી પરીવારના કાયમી કાર્યૉલય ખાતે દબદબાભેર મંગલચારણ કરાયા હતા. રઘુવંશી પરિવારના અગ્રણીઓ હસુભાઇ ભગદે, પ્રતાપભાઇ કોટક આ મહત્‍વાકાંક્ષી આયોજન અને કાર્યાલયના મંગલાચરણની વિસ્‍તૃત માહિતી આપતા જણાવે છે કે રાજકોટનાં આંગણે પ્રખર ગોૈ ર્ઉપાસક, દેશભક્‍ત પૂજ્‍ય વીરદાદા જશરાજને શ્રધ્‍ધાંજલી સ્‍વરૂપ આ નાત જમણના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે જ્ઞાતિ એકતાનાં ર્હિમાયતીઓ, પ્રખર લોક સેવકો, દાતાઓ સંસ્‍થાઓ,  કાર્યૅકર્તાૅઓ, મહાજનો સહિત ૫૦૦ જેટલા શ્રેષ્‍ઠીઓએ ઉપસ્‍થિત રહી ઉપસ્‍થિત રહી રઘુવંશી પરિવારના આ આયોજનને ક્ષતિશૂન્‍ય બનાવવા સતત આર્શિવાદ, માર્ગદર્શન આપતા રહવાનું કોલ આપ્‍યો હતો. પૂ. વિરદાદા  જશરાજજી, પૂ. જલારામબાપા તેમજ રામ - દરબારની પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટય કરીને કાર્યૉલય ના ર્વિધિવત મંગલાચરણ રાજકોટ લોહાણા  મહાજનના પ્રમુખ ડો. હર્ષૅદભાઇ ખખ્‍ખરે કર્યુ હતું. પૂર્વૅમેયર જનકભાઇ કોટકના ધર્મૅપત્‍ની ર્નિર્મૅળાબેનનું તાજેતરમાં જ દુઃખદ ર્નિધન થયેલું હોય રઘુવંશી પરીવાર તેમજ  ઉપસ્‍થિત સૌએ બે મિનીટનું મોૈન પાળી સ્‍વર્ગૅસ્‍થને આદરાંજલિ અર્પી હતી તેમજ સ્‍વર્ગૅસ્‍થ સ્‍મૃતિૅમાં વધુ ને વધુ સત્‍કાર્યો હસમુખભાઇ ભગદેએ આ વખતે રાજકોટમાં ‘‘ હાફ મેરથોન'' ઇન્‍ટરનેશનલ ઇવેન્‍ટ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે યોજવાનો હોય, આ વખતનું નાતજમણ શાસ્ત્રીમેદાનમાં વિશાળ પરીસરમાં કરાશે તેવી જાહેરાત કરી હતી અને હવેથી સવાર થી લઇને મોડી રાત્રી સુધી ખુલ્લા  રહેનાર નાતજમણના કાર્યાલયે સૌને સેવા આપવા હાકલ કરી હતી.

આ તબ્‍બકે હસુભાઇ ભગદેએ રઘુવંશી સમાજના  ગોૈરવ અને આર એન્‍ડ બી ડીપાર્ટમેન્‍ટના સુપ્રિર્ટેન્‍ડિીંગ એન્‍જીનિયર પરાગભાઇ ભગદેવ વિશેષ સહકાર બદલ આભારની લાગણી વ્‍યકત કરી હતી. વક્‍તા, ગાયત્રી ઉૅપાસક, ઘનશ્‍યામભાઇ ઠક્કર અને ઘનશ્‍યામભાઇ ઠક્કરે પૂ.વિરદાદા જશરાજજી અંગે તલસ્‍પર્શી માહિતી પોતાની રસથાળશૈલીમાં સૌને આપી સેવા આપી સૌમાં વિરરસનો તેમજ ગોૈભક્‍તિનો સંચાર કર્યો હતો. યુવા આગેવાન યોગેશભાઇ પુજારાએ ‘‘જય જલારામ, જય રઘુવીર, જય વિરદાદા જશરાજજી'' નો પ્રચંડ, સામુહિક મંત્રોચ્‍ચાર સૌને કરાવી વાતાવરણમાં અભૂતપૂર્વ ઉત્‍સાહનો સંચાર કરાવ્‍યો હતો. શ્રી લોહાણા મહાપરીષદના સંયુકત મંત્રી અને વૈશ્વીકકક્ષાએ થેલેસીમીયા નાબૂદી અંગે સતત કાર્યરત એવા મિતલ ખેતાણીએૅ ‘‘થેલીસીમીયા  ને રઘુવંશની મોટામાં મોટી ચેલેન્‍જ'' ગણાવી આ મહારોગ રઘુવંશીમાંથી નાબૂદ થાય તે દિશામાં સતત પ્રયત્‍નો કરતા રહેવા  બદલ રઘુવંશી પરિવાર સમગ્ર ટીમને ર્અભિનંદન  આપ્‍યા હતા. શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ પ્રવિણભાઇ કોટકે ૨૦૧૬ના વર્ષૅને ‘‘થેલેસેમીયા નાબૂદી વર્ષ'' તરીકે જાહેર કર્યુૅ છે ત્‍યારે મહાપરીષદના સહકારથી આ વખતે પણ નાતજમણમાં રઘુવંશી પરિવાર  દ્વારા રઘુવંશી અપરિણીત યુવક - યુવતિઓ માટે ‘ર્‘નિઃશુલ્‍ક, મેગા, થેલેસીમીયા ટેસ્‍ટ કેમ્‍પ' નું આયોજન  તેમજ થેલેસીમીયા પિડીત  બાળકોના લાભાર્થે નાતજમણમાં મેગા રક્‍તદાન ર્શિબીર યોજવાની  જાહેરાત મિતલ ખેતાણીએ કરી હતી. આ રઘુવંશી મહાકુંભમાં, સમસ્‍ત રઘુવંશીઓ ર્જ્ઞાતિ  જમણ-મહાપ્રસાદમાં પધારવાના છે ત્‍યારે,  સૌ આ પવિત્ર દિનને સફળ - સુફળ બનાવવા, અને જાતને જ ‘યજમાન' સમજી આ મહાયજ્ઞમાં જ્ઞાતિ ગંગામાં તરબોળ થવા રાજકોટ લોહાણા  મહાજનના પ્રમુખ ડો. હર્ષદભાઇ ખખ્‍ખરે હાકલ કરી હતી. રાજકોટ લોહાણા મહાજનના મંત્રી શેૈલેષભાઇ ગણાત્રાએ સમગ્ર મહાજનની ટીમના સતત સહકારની ખાત્રી આ તબ્‍બકે ર્ઉચ્‍ચારી હતી. શ્રી લોહાણા મહાપરિષદના સૌરાષ્‍ટ્ર વિભાગના ઉપપ્રમુખ સુરેશભાઇ ચંદરાણાએ પોતાના ધારદાર વકતવ્‍યમાં ‘‘થેલેસીમીયા નાબૂદી'' અંગે સૌને આક્રમક વલણ અપનાવી, જેમ ટીબી-પોલીયો નાબૂદ કરવામાં સફળતા મળી તેમ આ રોગ પણ ત્‍વરાએ નાબૂદ કરવામાં સૌને લાગી જવાની અપીલ સાથે, પોતાના તેમજ માર્કેટીંગ યાર્ડ પરિવારના સતત સહકારની ખાતરી રઘુવંશી પરિવારને આપી હતી. પ્રખર વક્‍તા પ્રવિણભાઇ કાનાબારે ર્જ્ઞાતિસંગઠન થકી સમગ્ર વિશ્વના કલ્‍યાણમાં લાગી જવા, તેમજ સમાજના છેવાડાના માનવી સુધી આ સંગઠનનો લાભ સૌને મળ઼ે તે જોવાની સૌને વિનંતી કરી હતી. આ  પ્રસંગે અશોકભાઇ હિંડોચાએ શ્રી લોહાણા મહાપરિષદના ભાવિ આયોજન અંગે માહિતી સૌને મળે તે જોવાની સૌને વિનંતી કરી હતી. આ  પ્રસંગે અશોકભાઇ હિંડોચાએ શ્રી લોહાણા મહાપરીષદના ભાવિ આયોજન અંગે માહિતી સૌને આપી હતી.

શ્રી જલારામ રઘૂકૂળ સાર્વૅજનીક હોસ્‍પિટલની અત્‍યંત રાહતદરની આરોગ્‍ય સેવાઓનો લાભ જરૂરત પડયે લેવા હોસ્‍પિટલના ટ્રસ્‍ટી કેતનભાઇ પાવાગઢી, શૈલેષભાઇ પાબારીએ અનુરોધ કર્યો હતો. ગોૈરક્ષા માટે લગ્નમંડપ પણ મૂકીને શહીદ થનારા પુ.વિરદાદા જશરાજજીને'' ગોૈ-સેવા ગોૈરક્ષા'' થકી જ સાચી શ્રધ્‍ધાંજલી આપવાનું સૂચન શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્‍ટના શ્રીમતિ  કુંદનબેન રાજાણીએ કર્યુ હતું. રોજબરોજનાં કાર્યોની દેખરેખ, વહીવટી સુગમતા તેમજ સમસ્‍ત આયોજનનનાં માઇક્રો  પ્‍લાનીંગ અંગેના, પૂજ્‍ય વીરદાદા જશરાજ ના શહીદ દિને યોજનાર ‘‘ સમગ્ર લોહાણા નાત જમણ - મહાપ્રસાદ ના મધ્‍યસ્‍થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે પોતાના રઘુવંશી પરિવારના પ્રણેતા પ્રતાપભાઇ કોટકે ગયાવખત ના નાતજમણને સફળ બનાવવા બદલ ફરીથી સૌનું ઋણ સ્‍વીકાર કરી, આ વખતે આ સોનેરી  પ્રસંગમાં વધુ સેવાની સુગંધ ભેળવવા તથા ખાસ કરીને બહેનો, દિકરીઓ, માતાઓ, વિકલાંગો, વડિલો સહિતનાઓનું વિશેષ આતીથ્‍ય - દેખરેખ આ વખતે  પણ સરસ રીતે થાય જેની ચિંતા કરવાની સૌને હાકલ કરી હતી, રક્‍તદાનૅ કેમ્‍પમાં થેલેસેમીયા પિડીત બાળકોના  લાભાર્થે રક્‍તદાનની ઝોળી છલકાવી દેવા રઘુવંશને હાકલ કરી હતી. સદગુરૂ સેવક નિતીનભાઇ રાયચૂરાએ ખાસ કરીને આરોગ્‍ય  તેમજ શૈક્ષણિક ક્ષેત્રે છેવાડાના વર્ગ સુધી જ્ઞાતિ  એકતાની ચેતના  પહોંચે તે સતત જોતા રહેવા હાકલ કરી હતી તથા પોતાના તન - મન-ધનના સહયોગની ખાતરી સૌને આપી હતી. કાર્યાૅલય માટે પોતાનો ઉમદા સહકાર આપનાર કોમલ હેન્‍ડીક્રાફટના નરેન્‍દ્રભાઇ પુજારા તથા શીલ્‍પાબેન પુજારાનું ર્અભિવાદન પ્રતાપભાઇ કોટકે કર્યુૅ હતું.

સમગ્ર આયોજનને ટ્રાન્‍સપોર્ટ એસો. દાણાપીઠ, માર્કેટિંગ યાર્ડૅ, પરાબજાર તેમજ વિવિધ  વ્‍યાપારી મંડળો,  વેપારી એશોસીએશન, પ્રિન્‍ટ અને ઇલેક્‍ટ્રોનિક મીડીયા, સરકારી તંત્રો, બિલ્‍ડર એસો. જ્ઞાતિ સંસ્‍થાઓ, મંડળો, મહાજનો વિ. નો  અવિરત સહયોગ મળવા બદલ પણ પ્રતાપભાઇ કોટકે સૌને આભાર માન્‍યો હતો. મંચ કાર્યક્રમનું સંચાલન લલીતભાઇ વડેરીયા (કાળુમામા) એ રસાળ શૈલીમાં કર્યુ હતું. મંચ કાર્યક્રમ ના અંતે સૌને ઋણ સ્‍વીકાર રઘુવંશી પરિવારના મયંકભાઇ પાંઉએ કર્યુ હતું.આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા સૌ રઘુવંશીઓએ સાથે અલ્‍પાહાર-પ્રસાદ લીધો હતો, જેની વ્‍યવસ્‍થાકિય જવાબદારી કિરીટભાઇ પાંધીએ કર્યુૅ હતું. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા સૌ રઘુવંશીઓએ સાથે અલ્‍પાહાર- પ્રસાદ લીધો હતો, જેની વ્‍યવસ્‍થાકિય જવાબદારી કિરીટભાઇ પાંધીએ સંભાળી હતી. આ પ્રસંગે કોર્પોરેટરશ્રીઓ કમલેશભાઇ મીરાણી, મનીષભાઇ રાડીયા,  રાકેશભાઇ પોપટ, જશુબેન વસાણી, નરેન્‍દ્રભાઇ પોપટ, (બાલાભાઇ) કિશોરભાઇ કોટક, મુકેશભાઇ પાબારી, દિનેશભાઇ કારીયા, અનિલભાઇ પારેખ, કલ્‍પેશ તન્ના, નટુભાઇ કોટક, મનુભાઇ મીરાણી, કે.ડી.કારીયા, ધર્મેન્‍દ્રભાઇ ચંદારાણા , મિતેશભાઇ રૂપારેલીયા, રમેશભાઇ ધામેચા, ર્વિજયભાઇ કારીયા, કૃણાલભાઇ ગણાત્રા, હરેશભાઇ લાખાણી, મયુરભાઇ અનડકટ, સમીરભાઇ રાજાણી, અશોકભાઇ મીરાણી, ર્કિરણભાઇ કેસરીયા, રત્‍નાબેન, સેજપાલ, શીતલબેન બુધ્‍ધદેવ, ઇશ્વરભાઇ ખખ્‍ખર,  હસુભાઇ ચંદરાણા,ચંદુભાઇ રાયચૂરા, વિક્રમભાઇ પુજારા, રોહિતભાઇ જોબનપુત્રા, લાલભાઇ પોપટ, દુર્લભજીભાઇ તન્ના, જયસુખભાઇ દક્ષિણી, પ્રદીપભાઇ ભગ્‍યોદય, બિપીનભાઇ વસાણી, વિનોદભાઇ પોપટ,અશોકભાઇ ચંદરાણા, અનીલભાઇ ખેતાણી, કિરીટભાઇ કેસરીયા, મનુભાઇ ઠક્કર, અશ્વિનભાઇ બુધ્‍ધદેવ,  પરેશભાઇ શિંગાળા, રાજશેભાઇ પોબારુ, અશ્વિનભાઇ બગડાઇ, ભરતભાઇ કોટક, જગદિશભાઇ ભોજાણી, જયસુખભાઇ દક્ષીણી, જનકભાઇ ઉનડકટ, ચેતનભાઇ માણેક , નિતીનભાઇ રાઇચૂરા,  અનિલભાઇ કારીયા, રાજુભાઇ ચતવાણી, સુરેશભાઇ કાથરાણી, મીનાબેન પારેખ, વર્ષાૅબેન ક્કકડ, કાશ્‍મિરા બેન નથવાણી, અતુલભાઇ રાજાણી, પરેશભાઇ પોપટ, ર્પિયુશભાઇ કુંડલિયા સહિતના અગ્રણીઓ ર્ઉપસ્‍થિત રહ્યા હતા.

સમગ્ર આયોજન અંગે રઘુવંશી પરીવારના હસુભાઇ ભગદે, પ્રતાપભાઇ કોટક, પરેશભાઇ વિઠલાણીના માર્ગદર્શૅન માં હરેશભાઇ દાવડા,  મેહુલભાઇ નથવાણી, જયેષ્‍ઠારામભાઇ ચતવાણી, રાજુભાઇ પોપટ, કલ્‍પેશભાઇ બગડાઇ, કમલેશલાલ લાલ, કૌશીકભાઇ માનસાતા, વિપુલભાઇ મણીયાર,  અનિલભાઇ ખેતાણી, ઉમેશભાઇ ઠકકર, સુધીરભાઇ સૌમેયા,  બગડાઇ, કમલેશભાઇ લાલ, કૌશીકભાઇ માનસાતા, વિપુલભાઇ મણીયાર, અનિલભાઇ ખેતાણી,  ઉમેશભાઇ ઠક્કર, સુધીરભાઇ સૌમેયા, ર્વિમલભાઇ વડેરા, ધવલભાઇ પાબારી, નિરવભાઇ પુજારા, પુનમભાઇ સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યાૅલયના ઉદધાટન બાદ દરરોજ સવારથી લઇને મોડી રાત્રી સુધી દરરોજ મીટીંગનો ધમધમાટ, કાર્યોની  વહેંચણી, માઇક્રો પ્‍લાનીંગ, પ્રચાર - પ્રસાર સહિતનાં વિભાગો કાર્યરત બન્‍યા છે. ‘‘ સમસ્‍ત લોહાણા જ્ઞાતિ ભોજન મહાપ્રસાદ નાં ભવ્‍ય, દિવ્‍ય આયોજનને સફળ બનાવવાં રઘુવંશી પરિવારના સંકડોૅ કાર્યકતાઅની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. વિશેષ  ર્માહિતી માટે રઘુવંશી પરીવાર (જાગનાથ મંદિર ચોક, યાજ્ઞીક રોડ, રાજકોટ મો. ૦૨૮૧ - ૬૮૮૮૦૮૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (Courtesy : akila daily)

Tuesday, September 22, 2015

How to reduce computer eye strain www.ashokhndocha.blogspot.com M-94262 54999


How to reduce computer eye strain


www.ashokhndocha.blogspot.com M-94262 54999
Strain in the eye is the most common problem a person suffering from computer vision syndrome faces. It is often caused by excessive bright light, either from the sunlight coming in through a window or from harsh interior lighting.
Sudhir Pratap is a web designer. He spends hours daily on a computer. For some weeks, he has been having trouble focusing on the screen. He is being forced to take frequent breaks to rest his eyes.
Life today is incomplete without electronic gadgets like computers, laptops, smart phones and tablets. But, prolonged use of gadgets can harm the eyes.
Most corporate executives experience eye discomfort and complex vision problems when viewing a computer screen for extended periods.
This condition is called "computer vision syndrome". It can result in headaches, blurred or double vision, burning or tired eyes, dry eyes, strain in the eye, loss of focus and neck and shoulder pain.
These symptoms are caused by poor lighting conditions, glare on the computer screen, improper viewing distance, poor seating posture, and often a combination of all these factors.
Strain in the eye is the most common problem a person suffering from computer vision syndrome faces. It is often caused by excessive bright light, either from the sunlight coming in through a window or from harsh interior lighting.
Glare on walls and finished surfaces and reflections on your computer screen can also cause the strain. It is best to remove the offending source of light.
Replace your old tube-style monitor with a flat-panel liquid crystal display or an anti-reflection screen.
Quick Tips
  • Adjust the display settings of your computer to reduce eye strain and fatigue. Keep your computer at a distance of 20-26 inches from your eyes. Ensure the centre of your monitor is 4-9 inches below the eye level. Adjust the brightness and contrast of the display, so that it is approximately the same as the brightness of your surrounding workstation. Adjust the text size and contrast for comfort, especially when reading or composing long documents. Usually, black print on a white background is the best combination. Reducing the colour temperature of your display can also be of great help, as it lowers the amount of blue light emitted by a colour display for better long-term viewing comfort.
  • While working on a desktop, make sure the keyboard and the mouse are below elbow level. One may also used keyboard extension board for a more comfortable typing experience. The wrist should not bend while typing.
  • While sitting on the chair, your feet should be firmly planted to the ground and your knees should be at a right angle or more. Keep your back and shoulders straight. Your arms should be parallel to the floor while typing.
  • Look away from your computer at least every 20 minutes and gaze at a distant object (at least 20 ft away) for a minimum of 20 seconds. This is called the 20-20-20 rule. You can also look at a distant object for 10-15 seconds, then gaze at something up close for 10-15 seconds and then again look at the distant object. Do this 10 times.
  • You can opt for customised computer glasses, also known as anti-reflective coating screen or glasses that help reduce the impact of glare on the eyes. This is especially helpful if you normally wear contact lenses, which may become dry and uncomfortable during sustained work. Computer glasses are also a good choice if you wear bifocals or progressive lenses.
  • Blink your eyes frequently to avoid the problem of dry eyes. You may also use lubricating eye drops suggested by your doctor. If the problem persists, consult an ophthalmologist.
Dr Sanjiv Gupta is additional director, ophthalmology, Jaypee Hospital, Noida.
Photograph: Yannig Van de Wouwer/Creative Commons
Dr Sanjiv Gupta
Source: 

www.bsnlnewsbyashokhndocha.blogspot.com M-94262 54999

Tuesday, August 25, 2015

ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી બંધુઓ દ્વારા ભૂખ્યાઓને અપાતી ભોજનની સેવા -inf by www.ashokhndocha.blogspot.com M-94262 54999ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી

ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી બંધુઓ
દ્વારા ભૂખ્યાઓને અપાતી ભોજનની સેવા
www.ashokhndocha.blogspot.com M-94262 54999ધરમપુરમાં 33 વર્ષથી મિરાણી બંધુઓ
દ્વારા ભૂખ્યાઓને અપાતી ભોજનની સેવા
Inline image

ધરમપુર: આજના છળ, કપટ અને સ્વાર્થી જમાનામાં છેલ્લા 33 વર્ષથી અવિરત દરીદ્ર નારાયણો તથા સરકારી હોસ્પિટલના દર્દીઓને નિ:સ્વાર્થ ભાવનાથી શહેરના જલારામ બાપાના ભકત મિરાણી બંધુઓ દ્વારા ભોજનની સેવા અપાઇ રહી છે. ધરમપુર શહેરના મનહઘાટ પાસે આવેલી ધરમશાળાની બાજુમાં ભંડારા ચલાવી દરીદ્ર નારાયણો તથા સરકારી હોસ્પિટલના દર્દીઓ મળી રોજના 200 જેટલાઓને શહેરના જલારામ બાપાના ભકત અને ઇલેકટ્રીક, ઇલેકટ્રોનિકસની દુકાન ચલાવતા મિરાણી બંધુઓ દ્વારા ભોજનની સેવા અપાઇ રહી છે. મિરાણી તરિવારના સર્વસર્વા સ્વ. ગોવિંદલાલ જે. મિરાણી હંમેશા પુત્રોને ભૂખ્યાઓ માટે ભોજનના આયોજનની ટકોર કરતા હતા. સને 1983 માં તેમના અવસાન બાદ પુત્રો દ્વારા ભૂખ્યાઓને ભોજનની સેવાની શરૂઆત થઇ હતી. આજે 33 વર્ષથી પ્રસિદ્ધિથી અળગા રહીને રોજ મોટી સંખ્યામાં મનહરઘાટ પાસે આવતા દરીદ્ર નારાયણો તથા હોસ્પિટલના દર્દીઓને ભોજનની સેવા આપે છે. ન્યાત જાત, ધર્મના ભેદભાવ વગર દરીદ્ર નારાયણો પેટ માટે ભોજન મેળવે છે. ઉનાળામાં શહેરમાં ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવે છે. પરિવારના નિવૃત્ત શિક્ષક દ્વારા શહેરમાં રખડતા, અસ્થિરોને ભોજનની સેવા અપાય છે તેમજ પશુનોને ઘાસચારો પૂરો પાડે છે. આજના યુગમાં પ્રસિદ્ધિથી અળગા રહી રોજ ભોજનની સેવા આપતા મિરાણી બંધુઓ અન્ય માટે પ્રેરણારૂપ છે. સ્વૈચ્છીક રીતે ભૂખ્યાઓને ભોજન પૂરૂ જલારામ બાપાની કૃપાથી પડાય છે. કયારેક દાતાઓ તરફથી અનાજનું દાન મળતા ભંડારામાં મૂકી દેવાય છે. એક રસોઇયો તથા બે બહેનો ભંડારામાં સેવા આપે છે. જોકે તેમને પગાર ચૂકવવામાં આવે છે. તેઓ પણ સેવાભાવી છે. મિરાણી બંધુઓએ જણાવ્યું કે, તેમણે પ્રસિદ્ધિનો શોખ નથી. પરોપકારના કામો જલારામ બાપાની કૃપાથી થઇ રહ્યા છે. આ સેવા યજ્ઞ અવિરત ચાલતો રહે એવી મનોકામના છે.(Courtesy : Divya Bhaskar)

લોહાણા સમાજના તારલાઓનું સન્‍માન શૈલેષભાઇ ગણાત્રાને મરણોત્તર એવોર્ડ -inf by www.ashokhindocha.blogspot.com M-94262 54999

લોહાણા સમાજના તારલાઓનું સન્‍માન
શૈલેષભાઇ ગણાત્રાને મરણોત્તર એવોર્ડ
www.ashokhindocha.blogspot.com M-94262 54999

Inline image

રાજકોટઃ શહેરમાં કેન્‍દ્ર-રાજય તથા અર્ધ સરકારી સંસ્‍થામાં ફરજ બજાવતા શ્રી રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા તેઓના કર્મચારીઓના સંતાનની શૈક્ષણિક તેજસ્‍વીતા સન્‍માનવા તાજેતરમાં પ્રતિભા સન્‍માન સમારંભ કેશરીયા લોહાણા મહાજન વાડી ખાતે રાજકોટ લોહાણા મહાજના પ્રમુખ, ટ્રસ્‍ટી ડો. હર્ષદભાઇ ખ્‍ખરના અધ્‍યક્ષસ્‍થાને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે દિલીપભાઇ સોમૈયા (અંકિત એસ્‍ટેટ), હસુભાઇ ભગદેવ (જલારામ ટ્રાન્‍સપોર્ટ), નયનભાઇ રાયઠઠા (વિનાયક ફુડઝ) અતિથિવિશેષ તરીકે ગૌરાંગભાઇ ઠકકર, જી.આર. રાચછ, મહેશભાઇ લાલસેતા, પરેશભાઇ દાવડા, જીતુભાઇ ગોટેચા, જીતેન્‍દ્રભાઇ નથવાણી, અશોકભાઇ રૂવાળા, બીપીનભાઇ પલાણ, દિલીપભાઇ ચંદારાણા, ધવલભાઇ ખખ્‍ખર, ડો મિહીરભાઇ તન્ના ઉપરાંત શિક્ષણ જગતના તજજ્ઞોશ્રી સી.એન. ચનાભટી સર, લલિતભાઇ ઠકરાર, વિરેન્‍દ્રભાઇકોટેચા, રમેશભાઇ પાંઉ, વિણાબેન પાંધી, ચંદ્રકાંતભાઇ તન્ના, કાશ્‍મીરાબેન નથવાણી, અશોકભાઇ કુંડલીયા, શૈલેષભાઇ ગણાત્રા, રીટાબેન કોટક, ડો. નીતિનભાઇ રાડીયા, રમેશભાઇ ચોલેરા ઉપસ્‍થિત રહ્યા હતાં. સંસ્‍થાના પ્રમુખ સુશ્રી રંજનબેન પોપટે જણાવેલ કે સમાજમાં એકતા, સંગઠન અને જાગૃતિને ઉજાગર કરવા સને ૧૯૮પની સાલમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રઘુવંશી કર્મચારીઓની આ સંસ્‍થાની સ્‍થાપના થયેલ છે અને આજે છેલ્લા ત્રણ દાયકાથી વિવિધ ખાતામાં ફરજ બજાવતા રઘુવંશી કર્મચારી ભાઇ-બહેનો તથા તેમના પરિવારના સંતાનોની રચનાત્‍મક/સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરી જ્ઞાતિ ઉત્‍કર્ષના કાર્યો કરી રહેલ છે. સંસ્‍થાના મંત્રી રોહિતભાઇ જોબનપુત્રાએ પ્રાસંગિક પ્રવચન કરેલ.  સમારંભના પ્રારંભે સંસ્‍થાને મંડળના ભૂતપૂર્વ મંત્રી શૈલેષભાઇ અમુભાઇ ગણાત્રાને શ્રદ્ધાંજલી આપી તેમની સમાજની સેવા માટે મરણોત્તર એવોર્ડ અર્પણ કરી સન્‍માનવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના સલાહકાર નવીનભાઇ ઠકકર, મનીષભાઇ સોનપાલ, રમેશભાઇ ચોલેરા, કૌશિકભાઇ કુંડલીયા, પ્રફુલભાઇ જોબનપુત્રા, હરેશભાઇ પુજારા, ભૂપેન્‍દ્ર કોટક, ભરતભાઇ પાવાગઢી, યોગેશભાઇ કોટેચા, સુનિલ શીંગાળા, કેતન કોટક, જગદીશભાઇ બલદેવ, વૃન્‍દાવન સોઢા, ભરતભાઇ રાયજાદા, મનીષભાઇ પલાણ, પ્રફુલભાઇ અભાણી, અશોકભાઇ દતાણી, જગદીશભાઇ કકકડ વિગેરએ જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમનું સંચાલન અને સંકલન પ્રોજેકટ ચેરમેન કિરીટભાઇ કુંડલીયા, પ્રોજેકટ ડાયરેકટર શૈલેષભાઇ સોનછત્રા તથા અલ્‍પેશભાઇ મીરાણીએ કરેલ હતું.

હોસ્પિટલોમાં દરરોજ 200 ટિફીનપહોંચાડવાનો સેવા યજ્ઞ www.ashokhindocha.blogspot.com M-94262 54999

હોસ્પિટલોમાં દરરોજ 200 ટિફીનપહોંચાડવાનો સેવા યજ્ઞ 
www.ashokhindocha.blogspot.com M-94262 54999
Inline image

વલસાડ: વર્તમાન સમયે કોઇ આંસુ પાડે છે, કોઇ આસું પડાવે છે, તો કોઇ આસું લુછે છે. ત્યારે આસું લુછવાના ભગિરથ કાર્યમા સેવાકિય પ્રવૃતી દ્વારા સુવાસ ફેલાવી રહેલી વલસાડમાં રહેતી પ્રજ્ઞાબેન રાજા નામની સંવેદનશીલ મહિલા સરકારી સહાય વિના ધરમપુરની 8 હોસ્પિટલોમાં દાખલ ગરીબ દર્દીઓ માટે ભેદભાવ વિના તેમણે બનાવેલા અપના ઘરમાંથી  મફત ટિફિન સેવા ઉપલબ્ધ કરાવે છે. પ્રજ્ઞાબેનને મળતા પ્રથમતો તેઓ મોર્ડન ફેશનેબલ મહિલાજ લાગે પરતંુ તેમના કાર્યો  જાણ્યા બાદ તેમના માટે માનના લાગણી ઉદભવે છે. ટીફિન સેવાની સાથે  આદિવાસી સમાજમાં સમુહ લગ્ન, પાણીની સુવિધા, સોલાર લાઇટની સુવિધાઓ સહિતની સેવાકિય પ્રવૃતિઓ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે.મુળ સૌરાષ્ટના ભાયાવદર ગામના પ્રજ્ઞાબેનને આજે ધરમપુર-કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના લોકો બખુબી ઓળખે છે. લગ્ન બાદ તેઓ તેમના પતિ સાથે ધરમપુરમાં આવ્યા,અને ભાડે ઘર રાખીને તેમની જીવનને આગળ ધપાવ્યો. જોકે પરિસ્થિતી વિકટ થતા લગ્નના દાગીના વેચીને નાની દુકાન લીધી, જેમા આગળના ભાગમાં મેડિકલ સ્ટોર્સ શરૂ કર્યંુ અને પાછળ અમારૂ ધર વસાવ્યુ. તે  સમયે ધરમપુરની હોસ્પીટલોમાં દાખલ થતા ગામડાના દર્દીઓ માટે અને તેમની સાથેના પરિજનો માટે ભોજનની સુવિધા ન હોવા ઉપરાંત તેમની આર્થિક પરિસ્તથિ પણ સારી ન હોય,ભૂખ શું હોય, સમસાયાઓ શું હોય એ તેમણે અનુભવ્યંુ હતુ,તેથી તેઓ હોટેલમાથી પણ ભોજન લઇ ન શકે તેવી વાત તેમની પાસેથી જણ્યા બાદ મનોમન નકકી કર્યંુ કે બસ હવે આ લોકો માટે કઇક કરવુ છે.અને તે સમયે માત્ર એક હોસ્પીટલમા ટીફીન સેવા આપવાની શરૂઆત કરી હતી.

સ્થાપેલા જલારામ માનવ ઉત્ક્રષ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ હાલે ધરમપુરની તમામ હોસ્પીટલોમા દાખલ થતા  દર્દીઓ માટે  બંને ટાઇમ 300થી વધુ વ્યકિતઓ જમી શકે તે માટે 200 જેટલા ટિફિન મોકલવામાં આવે છે.માત્ર ટિફિન સેવા જ નહી પરતંુ, અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો પોતાના દિકરા-દિકરીના લગ્ન પૈસા વગર કરી શકતા ન હોય તેની જાણકારી મેળવ્યા બાદ તેમણે સમૂહ લગ્નની શરૂઆત કરી અને 2005થી શરૂ કરેલી સમુહલગ્ન કાર્યક્રમમા અત્યારસુધી 550થી વધુ યુવક-યુવતિના લગ્નો તેઓ કરાવી ચૂકયા છે. સમુહ લગ્નમાં આવતા દરેક દંપતિને દાગીના, મંગળસુત્ર, રાચરચીલુ પણ આપવામા આવે છે. સાથે તેમના દ્વારા એક આંચલ પ્લેગૃપ પણ ચલાવવામાં આવે છે. જેમા 88 જેટલા જરૂરિયાતમંદ બાળકો આશરો લઇ રહ્યા છે. આ સેવાના કારણે અંતરીયાળ વિસ્તારમાંથી આવતા દર્દીઓે રાહત થઇ રહી છે. વિવિધ સંસ્થાઅો, સામાજીક કાર્યકરો તથા રાજકીય કાર્યકરો આ કામગીરીે બિરદાવી રહ્યા છે. પ્રજ્ઞાબેન રાજાએ વાતચિતમાં જણાવ્યંુ કે ગરીબો અને જરૂરિયામંદોની સેવામાં મળતુ સુખ જીંદગીમાં સતત મને સેવાકિય કાર્યો કરવા પ્રેરે છે. જલારામ ટ્રસ્ટિ અને દેવેન ટ્રસ્ટનાં નેજા હેઠળ કરાતા કાર્યોની સુવાંસ ફેલાતા દાનવીરો દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે મારી અંતિમ ઇચ્છા છે કે સેવાકિય પ્રવૃતિ કરતા કરતા મારી આંખો મિચાઇ.(Courtesy : Divya Bhaskar)

Wednesday, August 19, 2015

પોરબંદરમાં ઇતિહાસવિદ્‌ નરોતમ પલાણના જીવન કવન વિશેના અભિનંદન ગ્રંથનું પૂ. મોરારીબાપુના હસ્‍તે વિમોચન www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com


પોરબંદરમાં ઇતિહાસવિદ્‌ નરોતમ પલાણના જીવન કવન વિશેના અભિનંદન ગ્રંથનું પૂ. મોરારીબાપુના હસ્‍તે વિમોચન
www.ashokhindocha.blogspot.com
M-94262 54999
hindochaashok@gmail.com

પોરબંદર :  ઇતિહાસવિદ્‌ નરોતમ પલાણના જીવન-કવન વિશેના અભિનંદન ગ્રંથ ‘શ્વેકેશી મિત્તર'નું વિમોચન પૂ. મોરારીબાપુએ કરીને જણાવેલ કે, નરોતમ પલાણ મારા માટે શ્વેતકેશી મિતર (મિત્ર) નથી પરંતુ શ્વેત કેશી પિતર (પિતા) સમાન છે. આ પુસ્‍તક ચચક પૃષ્‍ઠોનો એક દળદાર ગ્રંથ છે જેનું પ્રકાશન રાજકોટના પ્રવિણ પ્રકાશન દ્વારા સુઘડ અને સુંદર મુદ્રણકાર્ય દ્વારા થયું છે. આ ગ્રંથમાં બે વિભાગો છે. પુર્વાધ અને ઉતરાર્ધ. પુવાર્ધમાં લગભગ ત્રીસેક જેટલા લેખક મિત્ર?એ પલાણના જીવનન અને કવન વિશે લખી તેમના ઉમદા વ્‍યકિતત્‍વને વ્‍યકત કર્યુ છે. જેમાં પોરબંદરના ડો. સુરેખા શાહ, ડો. જયેન્‍દ્ર કારીઆ, પુષ્‍પાબેન જોશી, સુનીલ મોઢા, વજુભાઇ પુનાણી, ડો. બાલકૃષ્‍ણ જોશી વગેરે મિત્રોએ પલાણ સાહેબ સાથેના પોતાના અનુભવો અને લખાણો વિશે લખ્‍યું છે. આ વિભાગ ખાસ તો શૈક્ષણીક જગત માટે ખુબ જ ઉપયોગી છે. ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓમાં પલાણ સાહેબના કોઇને કોઇ પુસ્‍તકો અભ્‍યાસક્રમ સ્‍વરૂપે તેમજ ધો.૧૧ અને ધો.૧રના પાઠય પુસ્‍તકોમાં પલાણ સાહેબે લખેલા પ્રકરણો ભણાવવામાં આવે છે. ત્‍યારે શિક્ષકો અને અધ્‍યાપકોને પ્રસ્‍તૃત ગ્રંથ સંદર્ભગ્રંથ બની રહે તેવો છે.તેમની નવલકથા અને વિવેચનગ્રંથો વિશે રઘુવીર ચૌધરી, રાધેશ્‍યામ શર્મા, હરીકૃષ્‍ણ પાઠક, દક્ષા વ્‍યાસ, પ્રવિણ દરજી, નિતીન વડગામા જેવા ગુજરાતના પ્રથમ હરોળના સાહિત્‍ય સર્જકોએ પોતાના અમુલ્‍ય મંતવ્‍યો લખ્‍યા છે. આમ પ્રથમ ભાગ (પુવાર્ધ) સાહિત્‍ય રસિકો, શિક્ષકો અને અધ્‍યાપકો માટે એક મુલ્‍યવાન સંદર્ભગ્રંથ બની રહે તેવો છે. આ પુસ્‍તકના ઉતરાર્ધમાં શ્રી પલાણના પોતાના લેખો લખાણા છે. કલમ ઇતિહાસ, પુરાતત્‍વ, લોકસાહિત્‍ય, સંતસાહિત્‍ય એમ જુદા-જુદા અનેક વિષયો પર ચાલેલી છે. એમાં નવલકા, નિબંધ અને ચરિત્ર લેખોનો સમાવેશ પણ થાય છે. આ દરેક વિષયમાંથી પસંદગીના શ્રેષ્‍ઠ લેખો અહી મુકવામાં આવ્‍યા છે. જેમ કે આપણા સ્‍થાનીક અને પ્રચલીત દૈનિકપત્રો આજકાલ, ફુલછાબ, નોબત વગેરેમાં પલાણ સાહેબે સંખ્‍યાબંધ લેખો લખ્‍યા છે.

અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા ‘રઘુવંશી રમતોત્‍સવ-૨૦૧૫'નું આયોજન-inf.by Ashok Hindocha M-94262 54999

અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા ‘રઘુવંશી રમતોત્‍સવ-૨૦૧૫'નું આયોજન

inf.by Ashok Hindocha M-94262 54999
રાજકોટ : અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખશ્રી ઉમંગભાઇ ઠક્કર, વરિષ્‍ઠ ઉપપ્રમુખશ્રી ધનવાનભાઇ કોટક, દિવ્‍યેશભાઇ રાજદેવ તેમજ મહામંત્રીઓ ભગવાનભાઇ ઠક્કર બંધુ, મુકેશભાઇ ઠક્કર અને તમામ સાથી હોદેદારો દ્વારા અખિલ ગુજરાત લોહાણા સમાજના સંગઠનને મજબૂત કરવાના ધ્‍યેય સાથે સમયાંતરે વિવિધ રચનાત્‍મક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. જેના માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. રમત- ગમત સમિતિના અધ્‍યક્ષશ્રી અશોકભાઇ ગઢીયા તથા મંત્રીશ્રી અતુલભાઇ પાવાગઢીના માર્ગદર્શન હેઠળ દિવાળી વેકેશન-૨૦૧૫ દરમ્‍યાન રાજ્‍યકક્ષાના રમોત્‍સવનું આયોજન કરવામાં આવનાર છે. (સંભવિત તા.૨૨-૧૧-૨૦૧૫ તથા તા.૨૯-૧૧-૨૦૧૫) જેમાં યુવા સમિતી, શિક્ષણ સમિતી તથા છાત્રાલય સમિતિના સંયુક્‍ત ઉપક્રમે આ રમતોત્‍સવ-૨૦૧૫નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ દરમ્‍યાન વ્‍યક્‍તિગત ઇન્‍ડોર સ્‍પર્ધાઓમાં ચેસ, કેરમ, ટેબલ ટેનીસ, તથા બેડમીન્‍ટનનુ આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત ક્રિકેટ, બાસ્‍કેટ બોલ, વોલીબોલ, કબડી જેવી આઉટડોર સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. આઉટડોર સ્‍પર્ધામાં સ્‍થાનીક કક્ષાએ ટીમ બનાવવા જરૂરી છે.

કોઇપણ રમતમાં ભાગ લેવા ઇચ્‍છા ધરાવતા જ્ઞાતિબંધુઓએ એક રમત દીઠ રજીસ્‍ટ્રેશન ફી રૂ. ૧૦૦ જમા કરાવવાના રહેશે. સૌ પ્રથમ આ સ્‍પર્ધાઓ સ્‍થાનિક કક્ષાએ, ત્‍યારબાદ ઝોન કક્ષાએ અને અંતમાં વિદ્યાનગર/અમદાવાદ ખાતે ફાઇનલ રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધા રાખવામાં આવશે. સ્‍થાનીક કક્ષાએ વિજેતા જ્ઞાતિબંધુ/ જ્ઞાતિટીમને ઝોન કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવાનો રહેશે અને ઝોન કક્ષાએ જ્ઞાતિબંધુઓએ/ટીમને રાજ્‍ય કક્ષાની ‘ગ્રાન્‍ડ ફિનાલે'મા ભાગ લેવાનો રહેશે. રાજ્‍યકક્ષાએ વિજેતા સ્‍પર્ધકો તથા ટીમને સમગ્ર ગુજરાતના જ્ઞાતિશ્રેષ્‍ઠીઓ તથા જ્ઞાતિબંધુઓની ઉપસ્‍થીતીમાં પુરસ્‍કાર અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવશે. આ તમામ સ્‍પર્ધાઓમાં ઉમંરના બાધ વગર આપણા સમાજના ભાઇઓ તથા બહેનો ભાગ લઇ શકે છે. ભાઇઓ તથા બહેનોને અલગ અલગ સ્‍પર્ધાઓ રમાડવામાં આવશે. સંસ્‍થા દ્વારા સ્‍થાનીક કક્ષાએ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે તે પહેલા કાર્યાલયનો સંપર્ક કરવાથી, બેનરથી ડિઝાઇન-ઇ-મેઇલથી મોકલી આપવામાં આવશે. જે બેનર ડિઝાઇન મુજબ દરેક સંસ્‍થાઓએ સ્‍પર્ધા દરમ્‍યાન સ્‍થળે લગાડવાનું રહેશે. દરેક રમતના પ્રથમ વિજેતાને ટ્રોફી/એવોર્ડ અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવશે. કોઇપણ જ્ઞાતિશ્રેષ્‍ઠી પોતાના પરીવારજનોની સ્‍મૃતીમાં ટ્રોફી માટે સ્‍પોન્‍સરશીપ આપી શકે, જેના માટે કાર્યાલયનો સંપર્ક કરવો. આ રમતોત્‍સવને પારદર્શક બનાવવા માટે દરેક ઝોનમાં કન્‍વીનરશ્રીની નિમણુંક કરવામાં આવશે. જેના માટે આ સમગ્ર આયોજન દરમ્‍યાન સક્રિય રસ લઇ શકે તેવા યુવાનો, તેમજ રમતના જાણકાર હોય તેવા સ્‍પોટસમેન, કોચની પણ અમૂલ્‍ય સેવાનો લાભ લેવાનો હોવાથી કાર્યાલયનો સંપક કરવો. કોઇપણ સ્‍પર્ધક વધારેમાં વધારે એક ઇન્‍ડોર તથા એક આઉટડોર સ્‍પર્ધામાં ભાગ લઇ શકશે. જેની નોંધ લેવી. લોહાણા સમાજના કોઇપણ રમતવીરે રાજ્‍યકક્ષા કે રાષ્‍ટ્રીય કક્ષાએ વિશેષ સિધ્‍ધી પ્રાપ્ત કરી હોય તો ફોર્મમાં તેઓ અવશ્‍ય ઉલ્લેખ કરવો. ફોર્મ સ્‍પર્ધક પાસે ભરાવીને સ્‍થાનીક મહાજનના પ્રમુખ/મંત્રીના સહી સિક્કા કરાવી અખિલ ગુજરાત સમાજના કાર્યાલય ઉપર મોકલી આપવાનું રહેશે. સંપૂર્ણ ભરેલા તથા મહાજનના સહી સિક્કા સાથેના ફોર્મ તા.૩૧-૮ પહેલા કાર્યાલય ઉપર મળી જાય તે જરૂરી છે. ત્‍યારબાદ મળેલા ફોર્મ ધ્‍યાનમાં લેવામાં આવશે ની તેમ અખિલ ગુજરાત લોહાણા સમાજના શ્રી રમેશભાઇ ગઢીયા (પ્રમુખ રમત ગમત સમિતી), શ્રી અતુલભાઇ પાવાગઢી (મંત્રીશ્રી રમત ગમત સમિતી)ની યાદીમાં જણાવાયું છે.