Monday, April 27, 2015

રઘુવંશી સંસ્‍થાઓ દ્વારા ૧૭મી એ વિનામૂલ્‍યે થેલેસેમીયા પરીક્ષણ કેમ્‍પ www.lohanavaivisal.org www.lohanayuvakpragtimandak.blogspot.com www.ashokhindocha.blogspot.com www.lohanamahaparishad.org www.lohanamahaparishadnews.blogspot.com M-94262-01999/94262-54999 hindochaashok@gmail.com

રઘુવંશી સંસ્‍થાઓ દ્વારા ૧૭મી એ વિનામૂલ્‍યે થેલેસેમીયા પરીક્ષણ કેમ્‍પ
www.lohanavaivisal.org
www.lohanayuvakpragtimandak.blogspot.com
www.ashokhindocha.blogspot.com
www.lohanamahaparishad.org
www.lohanamahaparishadnews.blogspot.com
M-94262-01999/94262-54999
hindochaashok@gmail.com



રાજકોટ :  સમગ્ર વિશ્વમાં વસતા ૨૫ લાખ જેટલા રઘુવંશીઓની માતૃ સંસ્‍થા લોહાણા મહાપરિષદની અમદાવાદ ખાતે યોજાયેલી બારમી કારોબારી કમિટિની બેઠકમાં લેવાયેલા નિર્ણયના અનુસંધાને તા. ૮ ના વિશ્વ થેલેસમીયા દિવસના અનુસંધાને સમગ્ર ભારતમાં અને વિશ્વના અન્‍ય દેશોમાં મહાજન સંસ્‍થાઓ દ્વારા થેલેસેમીયા મહાઅભિયાનના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જે અનુસંધાને તાજેતરમાં લોહાણા મહાપરિષદના ટ્રસ્‍ટી તથા રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ ડો. હર્ષદભાઈ ખખ્‍ખરના અધ્‍યક્ષ સ્‍થાને કેશરીયા લોહાણા મહાજનવાડી કાલાવડ રોડ રાજકોટ ખાતે મહાજનના તમામ હોદેદારો, મહાપરિષદના હોદેદારો, રઘુવંશી સમાજની તમામ સંસ્‍થાના પદાધિકારીઓની બેઠક યોજી તા. ૧૭મે ના રવિવારે સમગ્ર સૌરાષ્‍ટ્ર-રાજકોટ તથા આજુબાજુના શહેરોમાં વિનામૂલ્‍યે થેલેસેમીયા ચેકઅપ મેગા કેમ્‍પનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. થેલેસેમીયા ટેસ્‍ટ ખૂબ ખર્ચાળ ગણાય છે, પરંતુ મહાપરિષદના આર્થિક સહયોગથી તથા ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્‍ય શાખા - અમદાવાદ તરફથી આ ટેસ્‍ટ માટે તમામ વ્‍યવસ્‍થા રાજકોટ લોહાણા મહાજન તથા રઘુવંશીઓની તમામ સંસ્‍થાઓના સંકલન દ્વારા કરવામાં આવશે. કાલાવડ રોડ પરથી કેશરીયા લોહાણા મહાજનવાડી તથા સાંગણવા ચોક લોહાણા મહાજનવાડી ખાતે ૧૭ મેના રવિવારે તમામ વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ૪ કેટેગરીઓ માટે વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આ માટેનું રજીસ્‍ટ્રેશન ફોર્મ રાજકોટ લોહાણા મહાજન તથા રઘુવંશીઓની તમામ સંસ્‍થાએથી મળી શકશે. ટેસ્‍ટ કરાવનારે જે તે વિસ્‍તારમાં આવેલ રઘુવંશીની સંસ્‍થાના પ્રમુખ - મંત્રી તથા હોદેદારોનો સંપર્ક કરવાનો રહેશે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છના તમામ મહાજનો તથા સંસ્‍થાઓ પણ આ કાર્યમાં જોડાઈ શકશે. જે માટે લોહાણા મહાપરિષદના હોદેદારોએ તથા રાજકોટ લોહાણા મહાજનના હોદેદારોનો સંપર્ક કરવાથી વિશેષ માહિતી મળી શકશે.

ડો. હર્ષદભાઈ ખખ્‍ખર ટ્રસ્‍ટી લોહાણા મહાપરિષદ તથા પ્રમુખ રાજકોટ લોહાણા મહાજનના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલી મીટીંગમાં મહાપરિષદના ટ્રસ્‍ટી વીણાબેન પાંધી, ડો. રમેશભાઈ ભાયાણી (અધ્‍યક્ષ-થેલેસેમીયા સમિતિ), ડો. નીતિનભાઈ રાડીયા (અધ્‍યક્ષ આરોગ્‍ય સમિતિ) રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો ચંદ્રકાંતભાઈ તન્ના, રીટાબેન જોબનપુત્રા, શૈલેષભાઈ જે. ગણાણા, રમેશભાઈ ચોલેરા, રઘુવંશી સંસ્‍થાઓના હોદેદારો યોગેશભાઈ જસાણી, અશોક હિન્‍ડોચા, ભૂપેન્‍દ્ર કોટક, પ્રકાશભાઈ ઠક્કર, રમેશભાઈ ચોલેરા, જશુબેન વસાણી, મીનાબેન જસાણી, રંજનબેન પોપટ, દમયંતીબેન તન્ના, નીલમબેન કારીયા, છબીલભાઈ નથવાણી, રમણભાઈ કોટક, બીપીનભાઈ પલાણ, ગીરીશભાઈ મોનાણી, ડો. સીતાંશુભાઈ પુજારા, નલીનભાઈ પોપટ, સુરેશભાઈ કાથરાણી સહિત અનેકવિધ અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. લોહાણા મહાપરિષદ પ્રોફેશ્નલ કમિટિ દ્વારા થેલેસેમીયા નાબુદી અંતર્ગત ચિત્ર સ્‍પર્ધા રાખેલ હોય થેલેસેમીયાના સંદેશ સાથે એ-૩ સાઈઝના ડ્રોઈંગ પેપરમા પેન્‍સિલથી સ્‍કેચ કરી, વોટર-પેન્‍સીલ કલરનો ઉપયોગ કમ - આ ચિત્ર કોઈપણ રઘુવંશી ૨૦ મે ૨૦૧૫ સુધીમા જે તે મહાજન સંસ્‍થાના સંદર્ભ સાથે મહાપરિષદની અમદાવાદ ઓફિસે મોકલી શકશે. ૧૦ શ્રેષ્‍ઠ સ્‍પર્ધકોને સન્‍માનીત કરવામાં આવશે તથા પુરસ્‍કૃત કરવામાં આવશે. વિસ્‍તૃત માહિતી માટે રાજકોટ લોહાણા મહાજનની ઓફિસ રઘુવંશીઓની તમામ સંસ્‍થાઓ તથા લોહાણા યુવક પ્રગતિ મંડળ સાંગણવા ચોક, રાજકોટની ઓફિસનો રૂબરૂ અથવા ફોન પર સંપર્ક કરી માહિતી મેળવી રજીસ્‍ટ્રેશન થઈ શકશે.
www.lohanavaivisal.org
www.lohanayuvakpragtimandak.blogspot.com
www.ashokhindocha.blogspot.com
www.lohanamahaparishad.org
www.lohanamahaparishadnews.blogspot.com
M-94262-01999/94262-54999
hindochaashok@gmail.com

Wednesday, April 15, 2015

Drawing-Competition-A-3-Poster.jpg- inf. by Ashok Hindocha www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com

www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com







Sunday, April 12, 2015

www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com Global Lohana Convention – 2015 Organized by Lohana Community of UK In association with Shree Lohana Mahaparishad Required guidelines for the delegates participating from UK and all other countries except India

www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com
Global Lohana Convention – 2015
Organized by Lohana Community of UK
In association with Shree Lohana Mahaparishad
Required guidelines for the delegates participating from UK
and all other countries except India
Dear Raghuvanshis,
Jay Raghuvansh Jay Mahaparishad
We are happy to announce that a Global Lohana Convention – 2015 is scheduled
to be held at Leicester (UK) during 24th to 26th April 2015. Almost 500 delegates
are expected to attend this convention out of which about 120 delegates shall
come from India, about 25 to 30 delegates shall come from countries like USA,
Canada, Tanzania, Kenya, Uganda, Oman, UAE etc. About 300 delegates are
expected to participate at the local level from various Mahajans in UK itself. We
are happy to let you know that such a convention at the global level outside India
is being organized for the first time in the history of Lohana Community.
Following are the general guidelines to have a smooth execution planning of the
upcoming convention
1. All the delegates are required to send their duly filled in Registration Form
(attached herewith) in original and to send by email the scanned copy of the same
on glcuk2015@yahoo.co.uk latest by 15-3-2015 which would help us prepare
Identity Card and other literature.
2. It may be noted that the registration of the delegates though kept open for all
community members in UK, on receipt of 300 delegate forms on first come first
serve basis the registration shall be closed.
3. All the delegates are required to deposit £ 20 (Twenty Pounds) as delegate fees at
the Leicester Office of the Convention well before 15-3-2015 OR it may be
deposited in HSBC Bank, Short Code No. 40-11-08 five ways branch,
A/c. no. 41209264 in name of Lohana Community of United Kingdom and
the intimation about such deposit be sent on glcuk2015@yahoo.co.uk by email
before 15-3-2015.
4. All delegates coming from the USA, Canada, Tanzania, Kenya, Uganda, Oman,
UAE etc. (except UK) shall be provided with the accommodation in the Hotels
were the arrangements are made by the Host from 23rd to 27th morning (4 nights).
The delegates from UK shall have to make their own arrangements for
accommodation and transportation.
...25. All delegates coming from the USA, Canada, Tanzania, Kenya, Uganda, Oman,
UAE etc. shall have to reach to Heathrow Airport on 23rdApril 2015 latest by 03.00pm
to avail the transport facility made by the Host to take the delegates from Heathrow
Airport to Leicester and shall communicate with the Host about its travel plan.
6. All delegates coming from the USA, Canada, Tanzania, Kenya, Uganda, Oman, UAE
etc. shall invariably send by email the following journey details and following
documents on glcuk2015@yahoo.co.uk with a copy to lomap@lohanamahaparishad.org
JOURNEY DETAILS
* Date of Departure .............................. * Date of Return ..............................
* Flight Detail .............................. * Time to reach Heathrow..............................
* Documents required : Photocopies of Ticket & Passport – as well as extra Passport
 Size Photo
For any kind of further assistance you may contact the under mentioned
representatives.
As delegates from many countries are participating in this Global Convention, this
convention is going to be a very good platform to discuss various issues, opportunities and
threat to our community at the global level.
Your active participation and early registration shall be highly appreciated.
Thanks Regards
Hemubhai Chandarana Chetan Amalanai Himanshu Thakkar
 Convener Coordinator Convener
 (LCUK) LMP
M. + 44 778 084 7911 +44 758 967 8727 + 91 9879301004
hchandarana@hotmail.co.uk camlani54@yahoo.com experteducation@gmail.com
.2.
www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com

Wednesday, April 8, 2015

ઉનાળામા લુ લાગવાના લક્ષણો અને લુ થી બચવાના ઉપાયોની જાણકારી સૌજન્ય : પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ : ગુજરાત રાજ્ય www.ashokhindocha.blogspot.com M-94262 54999 hindochaashok@gmail.com

ઉનાળામા લુ લાગવાના લક્ષણો અને 
લુ થી બચવાના ઉપાયોની જાણકારી 

સૌજન્ય  : પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ : ગુજરાત રાજ્ય
www.ashokhindocha.blogspot.com M-94262 54999
hindochaashok@gmail.com
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં મહેનત મજુરી કરી જીવન ગુજારતા શ્રમિક વર્ગ માટે લુ ઘણી વખત જીવલેણ સાબીત થાય છે.અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરિરનું તાપમાન વધી જાય છે સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવો થવાથી ઘટી જાય છે પરંતુ બહારનું તાપમાન ખુબ જ ઉંચુ હોય ત્યારે આ પરસેવાથી તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી જેથી શરીરનું તાપમાન વધી હાથ-પગ દુઃખવા લાગે, ખુબ તરસ લાગે તેમજ ગભરામણ થાય અને ચકકર આવી જાય છે શ્વાસ ચડે અને હૃદયના ધબકારા વધી જાય અને જો ત્વરીત સારવાર ના મળે તો માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. સખત તાપમાં વધુ પડતી મહેનતનું કામ કરવાથી કે ફરવાથી તથા ગરમ હવાવાળા હવામાનમાં શરીરને પૂરતું ઢાંકયા વગર કામ કરવાથી પણ લૂ લાગે છે.                                     

ઉનાળાની ગરમીને કારણે તાવ ચડી જાય, શરદી-ખાંસી થાય, માથું દુખે, ઊલટી કે ઊબકા આવે એ લક્ષણો લૂ નાં છે આકરો તડકો પડતો હોય ત્યારે શરીરમાં ગરમીની માઠી અસર થાય છે એ માટે કસદાર કાંદા ખૂબ જ ગુણકારી છે યાદ રહે કે જો લૂ થી બચવું હોય તો કાંદાની વાનગીઓ કરતાં કાચા કાંદા વધુ હિતકારી છે કાંદા બળપ્રદ, પચવામાં ભારે, મધુર, રુચિકર, સ્નિગ્ધ, કફકર અને ધાતુવર્ધક છે એનાથી ઊંઘ આવે છે પાચનઅગ્નિ પ્રદીપ્ત થાય છે આ બધા ગુણોને કારણે ટીબી, હૃદયરોગ, ઊલટી કે રક્તપિત્તના દરદીઓ માટે એ ખૂબ ફાયદાકારક ગણાય છે. એનાથી વધુપડતો પરસેવો અને સોજો પણ ઘટે છે. ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે અને ખાવાનું પચવામાં પણ તકલીફ થાય છે. ખાવાનું રોચક બને એ માટે કાચી કેરી અને કાંદાનું કચુંબર ઉત્તમ દીપક અને પાચક ગણાયું છે. કાચી કેરી અને કાંદાના છીણમાં ગોળ, જીરું અને સિંધવ નાખીને બનાવેલું કચુંબર બપોરના ભોજનમાં અચૂક લેવું જોઈએ  એ ખાવાથી ભૂખ ઊઘડે છે તેમ જ ખાવાનું પચે છે એ લેવાથી ગરમ વાયરાને કારણે લાગતી લૂ થી બચી શકાય છે ઉનાળામાં થતા ઝાડા, ડિસેન્ટ્રી, મસા, અપચો, કબજિયાત દૂર કરે છે. જો સાંધાના દુખાવાને કારણે કાચી કેરીની ખટાશ સદતી ન હોય કે પછી સારી કાચી કેરી મળતી ન હોય તો કાકડી સાથે સૅલડ બનાવી શકાય. કાંદા અને કાકડી બન્નેને ઝીણાં સમારી એના પર સિંધવ, કાળાં મરી, જીરું પાઉડર અને ચપટીક ખડી સાકરનો ભૂકો ભભરાવીને તૈયાર થયું કાકડી કાંદાનું કચુંબર પણ એટલું જ ફાયદાકારક છે.

લુ લાગવાના લક્ષણોમાં જોઈએ તો માથાનો દુઃખાવો થવો, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, થાક લાગવો અને સ્‍નાયુનો  દુખાવો થવો, શરીરનું તાપમાન વધુ રહે, નાડીના ઘબકારા ૧૨૦ કે તેથી વધુ થવા, ચામડી લાલ થઇ જાય, મોટી ઉમર કે એકદમ નાની ઉંમરની વ્‍યકિત, જાડુ શરીર હોય તેવી વ્યકિત, જે વ્‍યકિત વાતાવરણથી ટેવાયેલ ન હોય તથા જે વ્‍યકિતને કોઇ ચેપ લાગેલો હોય કે પાચનતંત્રની ખરાબી, ઝાડા - ઉલ્‍ટી થયા હોય તેવી વ્‍યકિતને લુ લાગવાની શકયતા વધુ રહે છે.

ઉનાળામાં લુ ન લાગે તે માટે  સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા, સખત તાપમાં સખત એક ધારૂ કામ ન કરવું પરંતુ કામ દરમિયાન થોડા થોડા સમયે આરામ કરવો, કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું, જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું પરંતુ તે બાજુ પીઠ રહે તે રીતે કામ કરવું, શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્‍લો રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે, લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું દ્રાવણ પીવું, જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ  જયારે આપણને  લુ લાગે ત્‍યારે સૌથી અગત્‍યનું કામ શરીરની ગરમી ઘટાડવાનું છે ત્યારે  જરા પણ સમય ગુમાવ્‍યા વગર સારવારના પગલાં લેવા જોઇએ સૌ પ્રથમ વ્‍યકિતને છાયામાં લાવો, લુ લાગેલ વ્‍યકિતએ પહેરેલા કપડા ઢીલા કરવા, શરીર પર ઠંડુ પાણી છાંટી શકાય અથવા ઠંડા પાણીમાં બોળેલા કપડા વડે શરીરને ઢાંકવું જોઇએ, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, આરોગ્‍ય કર્મચારી તથા આંગણવાડી પર રખાયેલ પાઉડરના પેકેટમાંથી દ્વાવણ બનાવી દર્દીને પીવડાવવું જોઇએ, જેમ બને તેમ તેને વધુમાં વધુ પ્રવાહી આપવુ જોઇએ પ્રાથમિક સારવાર બાદ બને તેટલા જલદી દર્દીને નજીકના દવાખાને કોઇપણ જાતની ઢીલ વિના ખસેડવા જરૂરી છે  ઉપરોકત સંજોગોમાં વધુ સારવાર માટે નજીકના આરોગ્‍ય કેન્‍દ્રનો સંપર્ક સાધવા મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ધ્વારા જણાવાયુ છે.  
www.ashokhindocha.blogspot.com M-94262 54999
hindochaashok@gmail.com
- અતુલ એન. ચોટાઈ  - (પત્રકાર અને લેખક) બ્લોગ : http://atulnchotai.wordpress.com
    ============================================================